MLA SANJAY KORADIA
6.4K subscribers
Verified ChannelAbout MLA SANJAY KORADIA
The official WhatsApp channel of MLA Junagadh Sanjay koradia
Similar Channels
Swipe to see more
Posts
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ મારી સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. https://x.com/Bhupendrapbjp/status/1933089407793242188?t=KRRyI-UBkFRP5B86CU-tKg&s=19
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, શ્રી વિજયભાઈ રૂપાણી જીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાનથી હૃદય અત્યંત વ્યથિત છે. તેમની સાદગીપૂર્ણ જીવનશૈલી, નિસ્વાર્થ જનસેવા અને સંગઠન પ્રત્યેની અતુટ નિષ્ઠા અમારા સૌ માટે સદૈવ અનુકરણીય રહેશે. તેમનું માર્ગદર્શન અને કુશળ નેતૃત્વ લાખો કાર્યકર્તાઓ માટે ઊર્જાનો સ્ત્રોત હતો. તેમનું જવું ભાજપ પરિવાર અને ગુજરાત માટે એક અપુરણીય ક્ષતિ છે. 'नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।' તેમનો આત્મા અમર છે, તેમના કાર્યો શાશ્વત છે. પરમાત્મા સદ્દગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમસ્ત કાર્યકર્તાઓને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ.
આજે સાંજે 4 વાગ્યે માજી આરોગ્ય પ્રધાન સ્વર્ગસ્થ હેમાબેન આચાર્યના પ્રાર્થિવ દેહનું દર્શન કરી શકાશે. સાંજે 5 વાગ્યે એમની અંતિમયાત્રા નીકળશે. કાલે સોમવારે સાંજે 4 થી 6 ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગહોલમાં પ્રાર્થનાસભાનું આયોજન કર્યું છે. હરિ ૐ

આજે અમારા સૌના માતૃતુલ્ય એવા આદરણીય હેમાબેન આચાર્યનાં અંતિમ દર્શન કર્યાં. ભારે હૈયે એમની સ્મશાનયાત્રામાં જોડાયા. આજે મધર્સ ડે છે, જનસંઘના સ્થાપક પાયાના પથ્થર અને ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન મારા જેવા અનેક લોકોની મા હતા. એમણે માર્ગદર્શન આપ્યું છે. છેવાડાના માણસનું દુઃખ જાણ્યું છે. પીડિતોનો અવાજ બન્યા હતા. આજીવન ખાદીધારી એવું મૂલ્ય નિષ્ઠા વ્યક્તિત્વ. સ્વર્ગસ્થની ચેતનાને પ્રણામ કરું છું ! હરિ ૐ