MLA SANJAY KORADIA
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 16, 2025 at 12:23 PM
                               
                            
                        
                            મારા વ્હાલા મતદાર ભાઈઓ અને બહેનો,
આજના લોકશાહી પર્વમાં આપ સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ, મતદાન કરી આપનો લોકશાહી અધિકાર નિભાવ્યો તે બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું.
તમારા એક-એક મતથી, જૂનાગઢના ભવિષ્ય માટે એક મજબૂત આધાર રચાયો છે. આપનો મત માત્ર એક મત નથી, તે છે નવી આશા, વિકાસ અને સંકલ્પનો સંદેશ!
જે ઉર્જા અને સમર્પણથી જૂનાગઢના જનજાગૃત નાગરિકોએ મતદાન કર્યું છે, તે લોકશાહી માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપનો ઉત્સાહ અને ભાગીદારી એ પ્રજાસત્તાક ભારતની સૌથી મોટી તાકાત છે.
હું આપના વિશ્વાસને શીશ ઝૂકી સ્વીકારું છું અને વચન આપું છું કે જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાત-દિવસ એક કરી શ્રેષ્ઠ કામ કરશે.
આપના સમર્થન અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર!
જય જૂનાગઢ! જય ગુજરાત! જય હિન્દ!
સંજય કોરડીયા
ધારાસભ્ય 86
વિધાનસભા જુનાગઢ
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        8