વંદે વસુંધરા બીજ બેંક
February 20, 2025 at 07:57 PM
ચમત્કાર જોવા છે? આવોને આ માને દરબાર, 🫣😉🫣 જમીનમાંથી ફક્ત પાણી લઈને , થોડુંઘણું છાણીયું લઈને આ મોગરો કેવો સુગંધી ફૂલ આપે છે! આંબો કેવા મીઠાં ફળ આપે છે! એ ચમત્કાર નથી? તમે હવા પાણી પ્રદૂષિત કરો તો ય ફળફૂલ બને તેટલો પોતાનો “સ્વભાવ” જાળવી રાખે, અને બહુ જુલમ થાય તો મરી જાય. પાછાં આપણે ફરિયાદ કરીએ- “ આ સાલ જાંબુ તૂરા આવ્યા, જરાય મીઠાશ નથી !” પણ, ક્યારેય એવું બને છે કે ગંધાતો ગુલાબ હોય? કેળા પર કાંટા ઊગી જાય? સૌ સૌના સ્વધર્મ પ્રમાણે ચાલે છે. તો માણસ? માણસનો ધર્મ શું? કુદરતે માણસને આવો થોડો બનાવ્યો છે? સ્વાર્થી / વિચારહીન / શોષક - મારા “ સરવાઈવલ “ માટે હું ગમ્મે તે કરું? સરવાઈવલ તો ઠીક પણ મારા ફાલતું મોજશોખ માટે હું પર્યાવરણ બગાડું, ઝાડ કાપી નાખું, હવા દૂષિત કરું? કુદરતે મગજ આપ્યું તે બધા માટે સારું શું એ વિચારીને અમલ કરવા. પોતાના પર્યાવરણ - એમાં બીજા માણસો, પશુ પંખી જળચર સ્થળચર, હવા ને પાણી બધું આવી જાય, એમનું ધ્યાન નહિ રાખવાનું? આપણે બીગ બ્રધર છીએ આ સૃષ્ટિમાં . વર્તન છકેલાં છોકરાં જેવું કરવાનું કે ઠરેલ વડીલ જેવું? કુદરત તો બહુ આપે છે- દુ:ખ આપો તો સહી લઈએ , આ સુખ કેમ કરી જીરવવું? માણસાઈને માંડ માંડ જાળવીએ ત્યાં આ દેવતાઈનો તણખો કેમ સાચવવો? ✍️ ડો. તરલિકાબેન ત્રિવેદી
❤️ 👍 🙏 17

Comments