વંદે વસુંધરા બીજ બેંક
February 24, 2025 at 06:42 AM
*વંદે વસુંધરા બીજ બેંક* *અંજીર* આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, રક્ત વિકૃતિઓને મટાડનાર, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક છે. -> અંજીર એક મોસમી ફળ છે. પણ તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મેંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે. કબજિયાત એસિડિટીનો રામબાણ ઈલાજ: તેલવાળું અને મસાલાયુક્ત ખોરાકના કારણે મોટાભાગના લોકો કબ્જ અને એસિડિટીથી પીડાય છે. તેના માટે ઘણી કામચલાઉ દવાઓ પણ લેતા હોય છે પરંતુ જો તમે રાત્રે 2-3 અંજીરને પાણીની અંદર પલાળી સવારે એજ પલાળેલા અંજીર ખાઈને એ પાણી પી જશં તો તમને આ સમસ્યા નહીં ઉદભવે. કારણ કે અંજીરમાં ફાયબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને ફાયબર તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અંજીરથી પેટ સંબંધી બીજી ->હાડકા:હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની જરૂર પડે છે અને અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે જો અંજીરનું રોજ સેવન કરવામાં આવે તો પણ તમારા હાડકા મજબૂ બની શકે છે. તમારા ઉછરતા બાળકોને પણ જો તમે રોજ 1-2 અંજીર ખવડાવશો તો તેમના શરીર માટે પણ તે ખુબ જ લાભદાયક બની રહેશે. ->બ્લડપ્રેશર ઓછું કરે છે અંજીર:ટેંશન ભરેલા જીવનમાં મોટાભાગના લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે. અંજીરની અંદર પોટેશિયમ અને સોડિયમ રહેલા હોય છે. જેના દ્વારા બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રોજ અંજીરનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે તેમજ તેને ઓછું પણ કરી શકાય છે. ->અંજીર ખાવાના બીજા ઘણા ફાયદાઓ છે જેવા કે પેશાબ સંબંધી સમસ્યામાં, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીમાં પણ તે ઘણું જ ફાયદાકારક છે. *નોંધ :ઘર આંગણે જગ્યા હોયતો આ ઉગાડી શકાય એમની ડાળીનું કટીંગ પણ ઉગી જાય છે*
Image from વંદે વસુંધરા બીજ બેંક: *વંદે વસુંધરા બીજ બેંક* *અંજીર*  આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર...
❤️ 👍 🙏 7

Comments