જ્ઞાન સારથિ
February 25, 2025 at 05:59 AM
*"સરકારી અધિકારીઓ પોતાની જાતને કોર્ટની ઉપર સમજે છે ?" : ગુજરાત હાઈકોર્ટ* *હાઈકોર્ટના આદેશ છતાં AMC દ્વારા જગ્યા ભરી દેવાતા અંતે #કન્ટેમ્પ્ટ_પિટિશન કરાઈ* પાલિકાઓમાં 6 જગ્યા ખાલી રાખવાના આદેશનું પાલન ન થતાં આકરી ટીકા *📌વર્ષ 2019 મા #amc દ્વારા યોજાયેલ #જુનિયર_ક્લાર્કની ભરતી કર્યા બાદ 6 જગ્યાઓ ખાલી હતી, આ 6 જગ્યાઓ વેઇટિંગથી (પ્રતીક્ષા યાદીથી) ભરવાના બદલે AMC દ્વારા નવી ભરતી જાહેર કરી દેવામાં આવી.* 📌6 ઉમેદવારોએ આ બાબતને હોઇકોર્ટમા પડકારી. 📌અંતે હાઇકોર્ટ ઉમેદવારો થયેલ હેરાનગતિની નોંધ લઈને ટકોર કરી "અધિકારીઓ પોતાની જાતને કોર્ટથી ઉપર સમજે છે !" *📌હાઇકોર્ટના આદેશનું અનાદર કરતા હવે ભરતી કરનાર AMC ના કમિશનરશ્રીને જવાબ આપવા હાજર કરવાનો આદેશ અપાયો.* *📌આ પિટિશનની અવગણના ને લીધે અને ભૂતકાળની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા નવી ભરતી ની જાહેરાત કોર્ટના આદેશને ઉપરવટ જતા હાલની જાહેર ભરતી ઉપર પણ #સ્ટે મુકેલ છે.* 👇🏻☝️ 👉🏼કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં ભરતીને પડકારતા હાઇકોર્ટે 6 ખાલી જગ્યા પર ભરતી નહી કરવા આદેશ કર્યો હતો. તેમ છતાં તે જગ્યા પર સિનિયર અધિકારીએ ભરતી કરતા હાઇકોર્ટમાં કન્ટેમ્પટ પિટીશન કરાઈ હતી. તેમાં એવી રજૂઆત કરી હતી કે હાઇકોર્ટે અનેક વખત પાલિકા અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીને ભરતી નહીં કરવા ટકોર કરી છે પરતું ગણકારતા નથી. 📌👉🏼હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, તમારા અધિકારીઓ અમારા હુકમને સહેલાઇથી લઇ રહ્યા છે. પોતાની જાતને હાઇકોર્ટથી ઉપર સમજે છે. તેમની સામે ચાર્જફ્રેમ થશે ત્યારે તેમને સમજાશે કે સામાન્ય માણસ માટે નોકરી કેટલી મહત્વની છે. 👉🏼સરકારી વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, તે અધિકારી ભરતીનો હુકમ પાછો ખેંચી માફી માંગવા તૈયાર છે. કોર્ટે આ સાંભળી કહ્યું. કોઈ એક અધિકારી લાફો મારે અને બીજો માફી માગે તે ચાલશે નહીં. 👉🏼જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સરકારી વકીલને એવી ટકોર કરી હતી કે, તમારા અધિકારીઓને કાયદાની ખબર ના પડતી હોય તો તમારે કાયદાના કલાસ લેવા જોઇએ.હાઈકોર્ટ જે હુકમ કરે તેનું પાલન તો કરવું પડશે.સરકારે નવા મ્યુનિ.કમિશનરને હાજર રાખવા ખાતરી આપી હતી. પરતું હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે જે કમિશનરે ભરતી કરી છે તેમણે હાજર રહેવું જોઇએ. #અધિકારી_રાજ #ગુજરાત_હાઈકોર્ટ #amc https://x.com/YAJadeja/status/1894264234730467351?t=-GIQqjaSWnbhAsGZn9N0MA&s=19
👍 2

Comments