શિક્ષણ સાગર એપ
February 24, 2025 at 05:49 AM
*Breaking news: શાળા સહાયક યોજના હેઠળ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીનો ઠરાવ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.* રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા ગુજરાતના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રથમ વખત પ્રાથમિક શાળાઓમાં કલાર્ક તરીકે સ્ટાફ નિયુક્ત કરવા સરકાર દ્વારા શાળા સહાયક યોજના હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર-કમ-કલાર્ક તરીકે સ્ટાફ નિયુક્ત કરવા માટે નિર્ણય લેવામાં આવેલ અને બજેટમાં 57 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. 300થી વધુ સંખ્યા ધરાવતી શાળા અને પે-સેન્ટર શાળા માટે આ યોજના મુજબ સ્ટાફ ફાળવવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી શકે છે. આગામી ટૂંક સમયમાં વિભાગ કક્ષાએથી ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ ભરતી કરવામાં આવે તેવી શક્યતા છે. *- ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ.*

Comments