CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
February 4, 2025 at 05:54 AM
*_આજે વાત પેરેન્ટ્સ સાથે_* *શું તમે જાણો છો કે તમારું સંતાન કેવા વોટ્સએપ ગ્રૂપ્સમાં મેમ્બર છે?* હવે સ્કૂલે જતાં બાળકો માટે પણ પોતાનો મોબાઇલ અને વોટ્સએપ એકાઉન્ટ અનિવાર્ય થવા લાગ્યાં છે. *આ વાતનું એક જોખમી બાબત સાથે સીધું કનેક્શન છે.* અમુક લોકો વોટ્સએપમાં ગ્રૂપ બનાવીને તેમાં બિલકુલ રેન્ડમ રીતે ફોન નંબર ઉમેરતા હોય છે. વોટ્સએપ ગ્રૂપનો યોગ્ય ઉપયોગ કરતા લોકો એ વાતની તકેદારી રાખતા હોય છે કે અન્ય યૂઝર્સ તેમાં સ્વેચ્છાએ જોડાય. પરંતુ લોકોને જેમાં ધરાર ઉમેરવામાં આવે એવા ગ્રૂપનો ઉપયોગ જોખમી કન્ટેન્ટ કે લિંક પર લઈ જતા મેસેજ શેર કરવા માટે પણ થઈ શકે છે. *બની શકે કે તમારું કાચી ઉંમરનું બાળક આવા કોઈ ગ્રૂપમાં - તેની પોતાની જાણ બહાર - મેમ્બર બની ગયું હોય.* તમારા બાળકનો મોબાઇલ નંબર કયા કયા ગ્રૂપમાં સામેલ છે, તે તપાસવા માટે… * તેના ફોનમાં વોટ્સએપ ઓપન કરો. * ચેટ ટેબમાં જાઓ (એટલે કે જ્યાં બધા મેસેજ જોઈએ છીએ તે હોમપેજ) * આંગળીથી નીચેની તરફ સ્વાઇપ કરો. * ઉપર સર્ચ બોક્સ નીચે ‘ઓલ’, ‘અનરેડ’, ‘ફેવરિટ્સ’ અને ‘ગ્રૂપ્સ’ એવાં ડીફોલ્ટ લિસ્ટ્સનાં બટન જોવા મળશે. * તેમાં ‘ગ્રૂપ્સ’ બટન ક્લિક કરતાં તમારા બાળકનો નંબર જે કોઈ ગ્રૂપમાં સામેલ હશે તે તમામ ગ્રૂપ જોવા મળશે. * અહીં કોઈ અજાણ્યું ગ્રૂપ દેખાય તો તેમાંથી એક્ઝિટ થઈ જાઓ. *આ વાત આપણે બાળકોના સંદર્ભમાં કરી, પણ આપણા પોતાના માટે કે વડીલો માટે પણ તપાસવા જેવી છે.* વોટ્સએપમાં એવું સેટિંગ કરી શકાય કે અમુક વિશ્વાસપાત્ર લોકો જ આપણને પોતાના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી શકે. આ માટે… * વોટ્સએપના ‘સેટિંગ્સ’માં ‘પ્રાઇવસી’માં જાઓ. * તેમાં ‘ગ્રૂપ્સ’માં જાઓ. * અહીં માત્ર ફોનમાંના કોન્ટેક્ટ્સ તમને ગ્રૂપમાં ઉમેરી શકે એવું સેટિંગ કરી દો. * આથી, તમે જેમનો નંબર સેવ કર્યો હોય એ જ વ્યક્તિ પોતાના ગ્રૂપમાં તમને ઉમેરી શકશે - કોઈ અજાણી વ્યક્તિ નહીં. સાયબરસેફ્ટી માત્ર એક્સપર્ટને જ સમજાય એવી વાત નથી. આવાં નાનાં પગલાંમાં જ આપણી સલામતી સમાયેલી છે! *હિમાંશુ કીકાણી* (https://cybersafar.com/) ‘સાયબરસફર’ની વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે ક્લિક કરો: https://whatsapp.com/channel/0029Va5oDdNBKfhvq2eI4424
❤️ 👍 3

Comments