HEALTH ALERT
HEALTH ALERT
February 27, 2025 at 06:01 AM
➖ સાવધાન ➖ *વિદ્યાર્થીઓમાં માદક પદાર્થનો દુરુપયોગ : બરબાદી પહેલાં સાવચેતી* ડૉ. નિમાબેન સિતાપરા • કિશોરાવસ્થા એ ઓળખની કટોકટી, જિજ્ઞાસા, જોખમી અને બળવાખોર વર્તન અને સાથીઓના પ્રભાવનો સમયગાળો છે. - સાંપ્રત સમયમાં માદક પદાર્થોની સરળ ઉપ્લબ્ધતા અને મનોવૈજ્ઞાનિક ફેરફારો તેમને માદક પદાર્થના પ્રારંભિક પ્રયોગો માટે સંવેદનશીલ બનાવે છે. • વિશ્વ આરોગ્ય સંસ્થા Substance Abuse પદાર્થના દુરૂપયોગને સાયકોએક્ટિવ પદાર્થોના હાનિકારક અથવા જોખમી ઉપયોગ તરીકે વ્યાખ્યાયિત કરે છે. આ પદાર્થો મગજને અસર કરે છે અને મૂડ, જાગૃતિ, વિચારો, લાગણીઓ અથવા વર્તનમાં ફેરફારનું કારણ બને છે. તેમાં સમાવેશ થાય છે - નિકોટિન, આલ્કોહોલ અને ડ્રગ્સ જેમ કે કેનાબીસ, મારિજુઆના, ઓપિએટ્સ, મોર્ફિન, હેરોઈન, કોકેઈન, સિન્થેટિક દવાઓ- MDMA, LSD, K2, સ્પાઈસ • તમાકુ અન્ય પદાર્થોના ઉપયોગ માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. કિશોરોમાં ઈ-સિગારેટ અને હુક્કાનું સેવન તે જોખમી નથી તેવી ખોટી માહિતીને કારણે વધ્યું છે. • અભ્યાસોએ દર્શાવ્યું છે કે ધૂમ્રપાન, આલ્કોહોલ અથવા ડ્રગ્સનો ઉપયોગ કરવાની આદત ધરાવતા મોટાભાગના પુખ્ત વયના લોકો હાઈસ્કૂલ અથવા કૉલેજ વય (૧૫ થી ૧૮ વર્ષ) દરમિયાન તેમના પ્રથમ ઉપયોગથી સફર શરૂ કરે છે. * માદક પદાર્થોના પ્રકાર :* ઉત્તેજક : દા.ત. કોકેઈન, MDMA/એક્સ્ટસી, મેફેડ્રોન, મેથામ્ફેટામાઈન. આ માટે વપરાય છે : ઊર્જા, તીવ્ર ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો. પ્રતિકૂળ અસરો : ઉબકા, અસ્વસ્થતા, વ્યગ્રતા, ખૂબ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક, મૃત્યુ, યાદશક્તિની ખામી *શામક દવાઓ* : દા.ત. કેટામાઇન, જીએચબી. આ માટે વપરાય છે : હળવાશ, ઉંઘ, શાંતિના અનુભવો, અસરો : મૂંઝવણ, ઉબકા, શારિરીક અને માનસિક સંકલન-સંતુલન ગુમાવવું, સુસ્તી, નબળી યાદશક્તિ, કોમા, મૃત્યુ, ચીટ ડ્રગ – ગુનાઓમાં વપરાય છે. હેલ્યુસીનોજેન્સઃ દા.ત. એલએસડી, 2-સીબી, મેજિક મશરૂમ્સ. આ માટે વપરાય છે : શરીરથી પર અનુભવો, તીવ્ર આધ્યાત્મિક અનુભવો. પ્રતિકૂળ અસરો : મૂંઝવણ, આકસ્મિક ઈજા, ભ્રમ, આભાસ અથવા મગજની કામગીરીમાં કાયમી ક્ષતિ. Bad Trip-'ખરાબ સફર’ તરીકે ઓળખાતા તીવ્ર ભયનું કારણ બની શકે છે. *કિશોરોમાં પદાર્થોના દુરુપયોગ માટેના જોખમી પરિબળો:* કુટુમ્બમાં વ્યસનનો ઇતિહાસ, વ્યક્તિત્વ અને માનસિક સ્વાસ્થ્ય વિકાર, સમવયસ્ક સાથિઓનુ દબાણ, બેદરકાર, વિક્ષેપજનક કુટુંબ વ્યસ્થા, સમસ્યાનું નિરાકરણ અને અન્ય જીવન કૌશલ્યોનો અભાવ, નાની ઉંમરના વપરાશકર્તાઓ વ્યસની બની જવા વધુ સંવેદનશીલ હોય છે, ફિલ્મો, મીડિયાનો પ્રભાવ, માત્ર એક વારમાં શું? તેવી માન્યતાથી પ્રયોગની શરુઆત. ક્રમશ.......
👍 4

Comments