HEALTH ALERT WhatsApp Channel

HEALTH ALERT

1.4K subscribers

About HEALTH ALERT

Dr.Nehal Vaidya, Pediatrician || Dr.Pranav Vaidya || Dr.Jasmine Mehta, Gynecologist || Dr.Neema Sitapara, Pediatrician and Adolescent specialist || Dr.Unmesh Upadhyay, Pediatrician and Vaccinologist ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, જ્યાં ખોટી માહિતીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ત્યાં સ્વાસ્થ્ય વિશેની સાચી માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. *"હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ"* એક એવું અભિયાન છે જેનું લક્ષ્ય લોકોને સ્વાસ્થ્ય વિશેની સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનું છે. આજકાલ, મીડિયા અને સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેની ખોટી અને ભ્રામક માહિતી ખૂબ જ ઝડપથી ફેલાય છે. આવી ખોટી માહિતી માત્ર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ નથી, પરંતુ કેટલીકવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. *હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ* દ્વારા, અમે આપણા સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવા અને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. *આ ચેનલ પર તમને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ પરની વિશ્વસનીય માહિતી મળશે, જેમ કે:* * રોગોના લક્ષણો અને તેની રોકથામ * પોષણ અને આરોગ્યકર ખોરાક * સ્વસ્થ જીવનશૈલી * મેડિકલ સાયંસ માં જાણવા જેવું * તરુણાવસ્થા ની શારિરીક-માનસિક સમસ્યાઓ અને તેના ઉકેલ * પ્રસુતિ અને સ્ત્રી રોગ વિશે જાણવા જેવું તો જોડાવ *હેલ્થ એલર્ટ વ્હોટ્સએપ ચેનલ* સાથે અને રાખો તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત! *ચેનલ નો લાભ સૌને મળે એ માટે આ લિંક આગળ પણ શેર કરો!* Follow the HEALTH ALERT channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K

Similar Channels

Swipe to see more

Posts

HEALTH ALERT
HEALTH ALERT
5/28/2025, 12:39:19 PM
Post image
Image
HEALTH ALERT
HEALTH ALERT
5/28/2025, 12:39:06 AM

*બે કેન્સર ના કેસ. બે પરિણામ શા માટે???* એ peripheral ઓપીડી હતી. https://www.facebook.com/share/p/1Z2ABxuFMA/ મારી સામે બેઠેલી ૪૫ વર્ષ ની અતિ ગરીબ સ્ત્રીના હાથ માં રિપોર્ટ હતો – High-grade ovarian carcinoma. જ્યારે મેં એકદમ સામાન્ય ડૉક્ટરી ભાષામાં chemotherapy, PET scan, tumour markers વિશે સમજાવવાનું શરૂ કર્યુ ત્યારે એણે ધીમા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યુ: “સાહેબ, તમારું કહેલું બધું સારું. પણ એક વાત કહું? મને બહુ ખાસ સમય નથી. મારા છોકરા હજી નાના છે… અમને ભણાઈ ને મારા સેટ કરવાના છે અને પરણાવવા ના છે, જેથી આ લોકો મને આખી જિંદગી સાચવે.” એના શબ્દોમાં શંકા નહોતી. શબ્દોની પાછળના ભયમાં પણ ભરોસાનો ધબકારો હતો. એને ક્યાં ખબર chemo શું કરે છે, કે FDG dye શરીરમાં શું કરે છે. પણ એને એ ખબર હતી કે જીવવા માટે ભરોસો જોઈએ, પ્રશ્ન નહિ. એના માટે survival rate matter કરતું નહોતું. એના બાળકો માટે એ જીવવા માંગતી હતી — ન WhatsApp forwards, ન chemo વિષે પ્રશ્નો, ન PET scan વિષે ડર. માત્ર મૌન ભરોસો. શબ્દ વગરની મંજૂરી. “ડૉક્ટર સાહેબ, હું ભણેલી નથી. પણ મારા ઘરમાં ત્રણ દિકરી છે. મારે મારા માટે નહિ… એમના માટે જીવવું છે. તમે જે કહો, એ જ મારે કરવું છે. ક્યારે આવું?” અહીં શબ્દોની જગ્યાએ શ્રદ્ધા હતી. અહંકારની જગ્યાએ સ્વીકાર હતો. અને ભયની જગ્યાએ ભરોસો. આ બહેન કેમોથેરાપી પતાવી સર્જરિ કરાવી સાજા થઈ ગયા શનિવારની બપોર. Ahmedabad OPD. અંદર પગ મૂક્યાં—એક મહિલા શિક્ષિકા, એક પુત્ર બેન્કર અને વૃદ્ધ પતિ. ડોક્યૂમેન્ટ સાથે એક જ વાક્ય: “Second opinion લેવા આવ્યા છીએ.” મમ્મીનું operation નવેમ્બર ૨૦૨૩માં થયું હતું. Histopathology રિપોર્ટ સ્પષ્ટ કહે: High-grade serous papillary carcinoma. ગાયનેકોલોજિસ્ટે oncology માટે refer કર્યું. પણ પછી… તેમના પગલા Oncology Centre નહીં, Google તરફ વળી ગયા. છ મહિના સુધી… ન chemotherapy. ન second opinion. ન timeline નું જ્ઞાન. એના બદલે મળ્યું: “Chemotherapy તો poison છે.” “PET scan માં FDG dye છે એટલે કેન્સર ફેલાય છે.” “Biopsy કરાવવાથી tumor aggressive બની જાય છે.” પછી ગયા એક ફેક ઇમ્યુનોથેરાપી Centre”, 1500 કિમી દૂર. આ Immunotherapy કેહવા વાળા જે લોકો મંદિર જેવી language અને miracle જેવી false hope આપવામાં આવે છે. અને હવે… જયારે માથું દુઃખે છે, ત્યારે aspirin યાદ આવે એમ… દર્દી પાછા આવ્યા — ડૉક્ટર પાસે. Report સાથે નહીં, scepticism સાથે. “PET scan રહેલી FDG dye માં રહેલ ગ્લુકોઝ તો કેન્સર સેલ્સ નો ખોરાક છે… તો કેન્સર ફેલાવે છે ને?” “Biopsy થી સાદી ગાંઠ કેન્સર માં કન્વર્ટ થઈ જાય, અને ફેલાઈ જાય એ સાચું છે ને?” “Chemotherapy તો poison છે, side effects ભયાનક છે.” મેં લાંબો શ્વાસ લીધો. શાંતિથી, છતાં સમજાય એવા શબ્દોમાં કહ્યું: “હું તમારું Google કરવું સમજી શકું છું. પણ તમેં તમારી મમ્મી ના જીવન નો નિર્ણય લઇ , ખોટા ઇમ્યુનોથેરપી લેવડાવી , સાચી ટ્રીટમીન્ટ ના કરી સારવાર ma માં વિલંબ કરી કેન્સર ફેલાઈ જાય ત્યાં સુધી રાહ જોઈ પીડા માં રાખો તે કેટલૂ યોગ્યા છે પુત્રી રડી. દીકરો ચૂપ. પતિ એની આંસું મા ગૂમ. મેં શાંતિથી બધું સમજાવ્યું. પણ અંદર એક ઉકળાટ ખદબદતો રહ્યો: શું ભણતર એટલું શક્તિશાળી છે કે તે ભય પેદા કરે છે, પણ ભરોસો નથી આપતું? WhatsApp forwardના પાંચ વાક્ય અને YouTubeના બે મિનિટના વીડિયો પછી કોઈ વ્યક્તિ trained oncologist સામે શંકા લઇને આવે — એ વાત society માટે શરમજનક છે કે કરૂણજનક? પાટણથી આવેલી સ્ત્રી chemoના injection લે પછી પણ બસ પકડીને દિકરી ને school એ લેવા જાય અને શહેરની ભણેલી સ્ત્રી, FDG dyeના ભયમાં પાછી વળી જાય અને કોઈ સારવાર na ના લે . એક પાસે textbook નહોતા, પણ textbook જેવી શ્રદ્ધા હતી. બીજી પાસે degrees હતી, પણ જ્ઞાનની જગ્યા પર ડર બેઠો હતો. એક જીવન જીવી રહી હતી; બીજી ‘શું થાય?’ ની અંદર સરી રહી હતી. એમણે આપેલા જવાબો ચકિત કરતા નહોતા — એમની આંખોની અંદર બેસેલી શંકા અને societyના તાણો જ મમ્મીને terminal stage સુધી લાવી ગયા હતા. એક તરફ — શહેરની ભણેલી મા skepticismના કારણે જીવન ગુમાવે છે. બીજી તરફ — ગામની અણભણ મા શ્રદ્ધા અને સમજણના કારણે જીવન મેળવી જાય છે. શબ્દ એજ હતા. તબીબ એજ હતો. સારવાર એજ હતી. ફરક હતો તો એકજ વસ્તુમાં — ઈરાદો અને ભરોસામાં. શહેરે ભણતર આપ્યું, પણ ભય અને અભિમાનની સાથે. ગામે ભણતર ન આપ્યું, પણ ભરોસો અને વિનમ્રતા તો ભરપૂર આપી. એક મા બચી ગઈ — કેમ કે એણે પ્રશ્ન નહિ પૂછ્યા. બીજી મા ગુમાઈ ગઈ — કેમ કે બાળકો એને બચાવવાનો સમય પ્રશ્નોના જવાબ શોધવામાં ગુમાવતા રહ્યાં

👍 🙏 ☑️ 👌 💐 😢 😮 14
HEALTH ALERT
HEALTH ALERT
6/4/2025, 6:01:44 AM

એક દિવસ માં કેટલું કેફિન લઈ શકાય? ૪૦૦ મિલી ગ્રામ થી વધુ નહીં એક દિવસ માં કેટલી ખાંડ ખાઈ શકાય? ૨૪ ગ્રામ થી વધુ નહીં !

Post image
👍 3
Image
HEALTH ALERT
HEALTH ALERT
5/29/2025, 7:26:00 AM

*પરમાણુ બોમ્બ થી કેવી રીતે કરશો સ્વ બચાવ?* https://t.me/DrNehalVaidya/424 આપણે હમણાં જ યુદ્ધનો માહોલ જોયો. વળી, આપણે સરહદી વિસ્તાર હોતાં તેની પૂરી તીવ્રતા અનુભવી. યુદ્ધની પરિસ્થિતિમાં સ્વબચાવ કેવી રીતે કરવો તે માટે આપણું થોડું શિક્ષણ પણ થયું. ધારો કે, બોમ્બમારો થાય તો કેવી રીતે સ્વબચાવ કરવો એ વિશે પણ સૌને જણાવવામાં આવ્યું. જોકે ભારત અને પાકિસ્તાન બન્ને અણુશસ્ત્રો ધરાવતા દેશો છે. એટલે ક્યાંકને ક્યાંક આપણે સૌએ એ ભય પણ અનુભવ્યો. હવે યુદ્ધનો માહોલ ખતમ થયો છે. જોકે સામાન્ય જાણકારી માટે આપણે સૌએ એ જાણવું જોઈએ કે, જો પરમાણુ બોમ્બથી હુમલો થાય તો કેવી રીતે સ્વરક્ષણ કરવું. *પહેલાં તો એ કહો કે, સામાન્ય બોમ્બ અને પરમાણુ બોમ્બમાં શું ફેર હોય છે?* સામાન્ય બોમ્બમાં દારૂગોળો હોય છે. જ્યારે તે ફૂટે ત્યારે મોટા ધડાકા સાથે ભારે દબાણવાળું હવાનું મોજું ઉત્પન્ન કરે છે. તમે જ્યારે સાદો બોમ્બ ફોડ્યો હશે ત્યારે આવું હવાનું મોજું અનુભવ્યું હશે. અસલી બોમ્બમાં સાદા રમતના બોમ્બ કરતાં અનેક ગણો શક્તિશાળી દારૂગોળો હોય છે. આથી તેના વડે ઊભું થતું ભારે દબાણવાળું હવાનું મોજું અનેકગણું તાકાતવાળું હોય છે. આવા મોજાને કારણે ઈમારતો ધરાશાયી થઈ શકે છે. શરીર વિચ્છીન્ન થઈ શકે છે. જો ધડાકાથી મકાનો દૂર હોય તો બારીના કાચ તૂટી શકે છે. કાનના પડદામાં ઈજા થઈ શકે છે. ભારે દબાણવાળા હવાનાં મોજાને કારણે તેની આસપાસની વસ્તુઓ તેજ ગતિથી હવામાં ફેગોવાય છે. સમજો કે, એક સાથે અનેક કચરો, કાંકરા, ભંગાર અને વસ્તુઓ ગોળીની માફક છૂટે છે. આવી વસ્તુઓના રસ્તામાં કોઈ મનુષ્ય આવી જાય તો ગોળીની માફક આ કચરો અને કાંકરા તેનાં શરીરને ચારણીની માફક છેદી નાંખે છે. *ઓહો, એટલે જ બોમ્બ માટે સાયરન વાગે કે ઘડાકો થાય એટલે તરત જ જમીન પર માથું ઢાંકીને સૂવાનું કહેવામાં આવે છે, બરાબરને?* હા, તમે બરાબર સમજ્યાં. માથું ઢાંકીને ઊંધા સૂવાથી આવો ઉડતો કચરો અને કાંકરા તમને ઓછામાં ઓછું નુકસાન કરી શકશે અને જો તમારા સદ્દનસીબે તમને ખાડો કે બેઝમેન્ટમાં જવા મળ્યું હશે તો આવા ઉડતા પદાર્થો તમારી ઉપરથી જ પસાર થઈ જશે. *હા, વડીલો વાત કરતા હતા કે, ૧૯૭૧નાં યુદ્ધ દરમ્યાન ભુજ પર ભારે બોમ્બમારો થયો હતો. એ વખતે સાયરન વાગે એટલે દોડીને ખાડામાં કેમ સૂઈ તેની સૌને તાલીમ મળેલી હતી. સાચું ને?* હા, તાલીમ પણ મળી હતી અને સાયરન વાગે એટલે લોકો તેનો અમલ પણ કરતા હતા. આ વખતે આપણે બ્લેકઆઉટ માટે જે મોકડ્રીલ કરી તેમાં આપણાં તરફથી ક્યાંકને ક્યાંક કચાશ દેખાતી હતી. *બોમ્બ ફૂટી ગયા પછી તો વાંધો નહીં ને?* - મોટાભાગનું બોમ્બ ધડાકાનું નુકસાન બોમ્બ ફૂટતી વખતે જ થઈ જાય છે. જોકે બોમ્બ ફૂટ્યા બાદ જ્યાં સુધી સુરક્ષાનું સાયરન ન વાગે ત્યાં સુધી સ્વબચાવ કરવો. ઊભા થઈ જવાનું નહીં. - આધુનિક બોમ્બમાં આગ લાગે એવા તત્ત્વો પણ હોય છે. એટલે સુરક્ષાની ખાતરી થાય એ પછી જ ઊભા થવું. *તો સામાન્ય બોમ્બ અને પરમાણુ બોમ્બમાં ફરક શું હોય છે?* સામાન્ય બોમ્બમાં દારૂગોળાથી ધડાકો કરવામાં આવે છે, જ્યારે પરમાણુ બોમ્બમાં પરમાણુ શક્તિથી મહાવિસ્ફોટ કરવામાં આવે છે. આથી સામાન્ય બોમ્બ કરતાં પરમાણુ બોમ્બ દ્વારા થતું નુકશાન અનેકગણું વધારે હોય છે. - સાચું પૂછો તો આપણો સૂર્ય એક મોટું પરમાણું રિએક્ટર છે. સૂર્યનાં ગર્ભમાં સતત બે હાઇડ્રોજનનાં પરમાણુ ભેગા મળીને હિલિયમમાં પરિવર્તિત થાય છે. આ કારણે આઇનસ્ટાઇના જાણીતાં સૂત્ર E=mc² પ્રમાણે સૂર્યમાં સતત પરમાણુ ઊર્જા છૂટી પડતી રહે છે. - આ પરમાણુ ઊર્જાને આપણે છેક પૃથ્વી પર સૂર્યપ્રકાશ તરીકે અનુભવી શકીએ છીએ. તેને થર્મલ રેડિએશન કહેવાય છે. પરમાણુ બોમ્બથી થતા વિનાશને સમજવા માટે સૂર્યને સમજવો જરૂરી હતો એટલે તેની વાત કરી. હવે ફરી પરમાણુ બોમ્બ પર આવીએ. સૂર્યમાં પરમાણુ શક્તિ સતત ઉત્પન્ન થાય છે જ્યારે પરમાણુ બોમ્બમાં આવી જ શક્તિ સિમિત સમય માટે ઉત્પન્ન થાય છે. આ કારણે મહાવિસ્ફોટ થાય છે. પરમાણુ વિસ્ફોટ વખતે જે હવાનાં દબાણનું મોજું બને છે તે અનેકગણું શક્તિશાળી હોય છે અને તેની ઝડપ હજારો કિલોમીટરની હોઈ શકે છે. યાદ કરો બિપરજોય વાવાઝોડાની ઝડપ કેટલાં કિલોમીટરની હતી અને તો પણ એ ઝડપને કારણે આપણને કેટલું નુકસાન થયું હતું ? *મતલબ પરમાણુ બોમ્બથી સામાન્ય બોમ્બ જેવો જ ધડાકો થાય છે પણ તે ખૂબ મોટા સ્વરૂપે હોય છે એમ જ ને?* હા, પણ તેમની સરખામણી કરવી હોય તો કદાચ કીડી અને હાથીની સરખામણી જેવી તેમની સરખામણી થાય. *મહાવિસ્ફોટથી જે નુકસાન થાય તે ઉપરાંત શું થાય છે?* મહાવિસ્ફોટને કારણે પ્રેશર વેવ બને છે, જે મકાનો, મનુષ્યો અને પ્રાણીઓને એક-બે કિલોમીટરની ત્રિજ્યામાં તહસનહસ કરી નાખે छे. વિસ્ફોટ એટલે કે બ્લાસ્ટની સાથે સાથે બોમ્બ ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. જેને થમેલ રેડિએશન કહેવાય છે. આ રેડિએશન પ્રકાશની ઝડપે ફેલાય છે અને અડફેટે આવતી દરેક વસ્તુને બાળી નાંખે છે. થર્મલ રેડિએશન ઉપરાંત પરમાણુ બોમ્બને કારણે ખૂબ ઘાતક પ્રકારનાં કિરણો ઉત્પન્ન થાય છે, જેના સંપર્કમાં આવવાને કારણે અણુ પરમાણુનાં બંધારણમાં ફેરફાર થઇ જાય છે. આવા રેડિએશનને વૈજ્ઞાનિક ભાષામાં આયોનાઇઝિંગ રેડિએશન કહેવાય છે. આ કિરણો એવા હોય છે જે દીવાલની આરપાર પણ જઈ શકે છે. ટૂંકા ગાળે આવા રેડિએશનને કારણે મનુષ્યોમાં “રેડિએશન સિકનેસ' નામની બિમારી થાય છે. લાંબા ગાળે આજ રેડિએશનને કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. *ઓહો, આ તો મહાભયાનક વિનાશ થાય છે. અચ્છા ડોક્ટર, વ્હોટ્સએપના એક મીડિયામાં અમે જોયું હતું કે, પરમાણુ બોમ્બ ફૂટ્યા બાદ સ્વબચાવ માટે પોતાનું જ સંઘરેલું પાણી અને ખોરાક લેવા એમ કહેવામાં આવ્યું હતું. શું તે સાચી વાત છે ?* હા, સાચી વાત છે. આમ કરવાનું કારણ જાણવા જેવું છે. જ્યારે મહાવિસ્ફોટ થાય છે ત્યારે આગળ કહ્યું તેમ ધડાકા ઉપરાંત સૂર્યની માફક થર્મલ રેડિએશન નીકળે છે. આના ઉપરાંત આયોનાઇઝિંગ રેડિએશન પણ નીકળે છે. આ પ્રકારનું રેડિએશન તેની ઝપટમાં આવતા બધા જ પદાર્થોને રેડિઓએક્ટિવ બનાવી દે છે. આમ, તેની ઝપટમાં આવતાં ખોરાક અને પાણી પણ દૂષિત થઇ જાય છે. આ કારણે આવા ખોરાક-પાણી વાપરવાલાયક રહેતા નથી. આથી જ્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે પોતે સાચવેલા ખોરાક-પાણી જ વાપરવા જોઇએ. *એક જગ્યાએ અમે વાંચ્યું હતું કે, માત્ર ખોરાક-પાણીની નહીં પણ દરેક વસ્તુ दूषित થઈ જાય છે. શું આ વાત સાચી છે?* હા વિસ્ફોટના સ્થળેથી ધૂળ, અન્ય કણો રેડિયોએક્ટિવ બને છે અને તેઓ વાતાવરણમાં ભળે છે. સમયાંતરે તેઓ પૃથ્વી પર પાછા પટકાય છે. આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં ન્યુક્લિયર ફોલ આઉટ કહે છે. આ ફોલ આઉટની ઘટના વિસ્ફોટ બાદ મહિનાઓ સુધી ચાલી શકે છે. એ વાતાવરણ તેમજ પવનની પરિસ્થિતિ પ્રમાણે દૂર દૂર સુધી જઈ શકે છે. *અચ્છા ડોકટર ધારો કે, ને આપણા શહેરથી ૧૦૦ કિલોમીટર દૂર પરમાણુઓ વિસ્ફોટ થાય તો શું આપણને તેની અસર થાય?* - દરેક પરમાણુ બોમ્બ જે નુકસાન કરે છે તેની કેટલી ત્રિજ્યા હશે તેનો આધાર બોમ્બની તાકાત અને વાતાવરણની પરિસ્થિતિ પર છે. - તેમ છતાં સામાન્ય સમજ માટે કહી શકાય કે, પરમાણુ વિસ્ફોટનાં કેન્દ્રથી ૨-૩ કિલોમીટરની ત્રિજ્યામાં સંપૂર્ણ વિનાશ થાય છે. કંઇ જ બચતું નથી. - એ પછી લગભગ ૧૦ કિલોમીટરની ત્રિજ્યા સુધી મધ્યમ નુકસાન થાય, જેમાં લોકોને ગંભીર ઇજાઓ થાય અને ઇમારતોને ખૂબ નુકસાન જોવામાં આવે. - વિસ્ફોટનાં કેન્દ્રથી વધુ દૂર નુક્સાન સૌથી ઓછું હોય છે. જોકે આર્યાનાઈઝિંગ રેડિએશન અને ન્યુક્લિયર ફોલઆઉટની અસરો દૂર સુધી પહોંચી શકે છે. આ આંકડા હિરોશીમા અને નાગાસાકી પર પડેલા પરમાણુ બોમ્બ પરથી મળેલા છે. આજના દિવસે તે વખતના પરમાણુ બોમ્બ કરતા અનેકગણા વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ બની ગયા છે. હાઇડ્રોજન બોમ્બ તરીકે ઓળખાતા પરમાણુ બોમ્બ ૧૦થી ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં સંપૂર્ણ વિનાશ કરી શકે છે. મધ્યમ નાશની ત્રિજ્યા તેથી પણ મોટી હોય છે. આમ, આપણાથી ૧૦૦ કિલોમીટર દૂર જો પરમાણુ વિસ્ફોટ થાય તો આપણા પર તેની મધ્યમથી હળવી અસર આવી શકે છે. *પરમાણુ બોમ્બનો હુમલો થાય ત્યારે સ્વબચાવ માટે શું શું કરી શકાય?* હુમલાનો આગોતરો અણસાર હોય તો ખોરાક પાણી સંઘરવાનું કામ થઈ શકે છે. આ ઉપરાંત જમીનથી જેમ બને તેમ ઊંડા આશ્રયસ્થાનો પણ શોધીને ત્યાં પહોંચવાની વ્યવસ્થા વિચારી શકાય છે. - જો હુમલો અચાનક જ થયો હોય તો સ્વબચાવ માટે ઝાઝું કરી શકાતું નથી. વિસ્ફોટનાં કેન્દ્રની આસપાસ તો સંપૂર્ણ વિનાશ થશે. - કોઈ પણ સ્વબચાવની યુક્તિ કામ લાગશે નહીં. - જો તમારું સ્થળ મહાવિસ્ફોટનાં કેન્દ્રથી ઘણું દૂર હર્શ તો તમે મધ્યમથી હળવા નુકસાનની ત્રિજ્યામાં હશો. - આવે વખતે આટલું કરી શકાય: - (૧) બને એટલી જાડી દીવાલો અને છત નીચે અથવા તો બેઝમેન્ટ કે ભૂગર્ભ મેટ્રો સ્ટેશન જેવી જગ્યાએ આશરો લેવો. આવી જગ્યાએ પ્રથમ વિસ્ફોટની અસર ઓછી હોવા ઉપરાંત થર્મલ રેડિએશન અને આયોનાઇઝિંગ રેડિએશનની અસરો પણ ઓછી થાય છે. - (૨) વિસ્ફોટ બાદ હવા પણ દૂષિત થઇ જાય છે એટલે આશ્રય સ્થાનના બારી-બારણાં ૨૪થી ૪૮ કલાક બંધ રાખવા છે. નિષ્ણાતોનું માનીએ તો ફાટમાંથી આવતી હવા રોકવા માટે ટેપ લગાવવાની સલાહ આપવામાં આવી છે. - (૩) જો તમે વિસ્ફોટ વખતે બહાર હો અને એ પછી આશ્રય સ્થાનમાં આવ્યા હો તો તમારે બહાર પહેરેલાં કપડાં બહાર જ કાઢી નાખવા પડશે અને જો વ્યવસ્થા હોય તો સુરક્ષિત કરેલાં પાણી અને સાબુથી નહાઇ લેવું પડશે. આમ કરવાથી તમને રેડિએશન સિકનેસ થવાનું જોખમ ઓછું થશે. - (૪) ખોરાક અને પાણીને ઢાંકીને રાખો જેથી તેમાં રેડિયોએક્ટિવ કણો પડે નહીં. - (૫) વિસ્ફોટ વખતે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પણ ઉત્પન્ન થાય છે. તેનાં કારણે ઈલેક્ટ્રોનિક સાધનોને પારાવાર નુકસાન થાય છે. આવું ઓછું થાય એ માટે તેમનો પાવર સપ્લાય બંધ કરી દ્યો. નસીબ સારા હશે તો તમને બચાવવા માટે સરકારી મદદ આવી જશે અને એમની સૂચના પ્રમાણે જ આગળ વર્તવાનું થશે. *૦ અચ્છા ડોક્ટર, પરમાણુ વિસ્ફોટની લાંબાગાળાની અસરો કેવી હોય છે?* આ સવાલ સમજવા માટે આપણે અણુબોમ્બના ભોગ બનેલાં જાપાનના હિરોશીમા અને નાગાસકીનો જ જીવતો દખલો લઈએ. મહાવિસ્ફોટ પછી તરત જ અને તેના થોડા મહિનામાં જ ૧,૪૦,૦૦૦ લોકો હિરોશીમા અને ૪૦,૦૦૦ લોકો નાગાસાકીમાં મૃત્યુ પામ્યા. તેઓ સંપૂર્ણ વિનાશવાળી ત્રિજ્યામાં હતા. મહાવિસ્ફોટ વખતે જે લોકો જીવતા બળી ગયા હતા તેમને રેડિએશન સિકનેસ થઇ હતી. આ બિમારીમાં ઉલ્ટી-ઉબકા, વાળ ખરવા જેવા લક્ષણો આવે છે. લાંબાગાળે જે લોકો આયોનાઇઝિંગ રેડિએશનનો ભોગ બન્યા હતા, તેમને લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર તેમજ થાઇરોઇડ, ફેફસાં અને સ્તન કેન્સર થવાનું પ્રમાણ વધી ગયું હતું. વિસ્ફોટનાં પાંચ-છ વર્ષમાં લ્યુકેમિયાના કેસ વધ્યા. જ્યારે લગભગ ૧૦ વર્ષ બાદ બીજા કેન્સરના કેસ વધ્યા. કેન્સર ઉપરાંત એનેમિયા અને મોતિયાનું પ્રમાણ પણ ભોગ બનેલાં લોકોમાં વધુ જોવા મળ્યું. -જે લોકોએ પરમાણુ બોમ્બની ત્રાસદી નજરે જોઈ હતી, તેવા લોકોમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર નામના માનસિક રોગનું પ્રમાણ ઉપરાંત ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું. *ટેક કેર : પરમાણુ યુદ્ધ એટલે સૌનો વિનાશ. જીવ માત્રનો વિનાશ. સમગ્ર પર્યાવરણનો વિનાશ. પૃથ્વીનો વિનાશ. આવું ક્યારેય ન બને તેવી પ્રાર્થના કરીએ.*

👍 🙏 8
HEALTH ALERT
HEALTH ALERT
5/23/2025, 6:24:18 AM

જાણો પથરી વિશે ની સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી ગુજરાત ના જાણીતા યુરો સર્જન ડો. કપિલ ઠક્કર પાસેથી. તમારી ઓળખાણ માં જેને પથરી હોય તેને આ વીડિઓ ખાસ મોકલો. ( વીડિઓ હિન્દી માં છે ) https://youtu.be/B_gB4Ic8trc?si=dbF5oYInrg7208FF

👍 3
HEALTH ALERT
HEALTH ALERT
5/30/2025, 5:50:10 AM

શું અમરત્વ પ્રાપ્ત થશે ? જોયું, ગલગલિયાં થવા લાગ્યાં ને ? કોઈને મરવું નથી ! ભવિષ્યવેત્તા અને ભૂતપૂર્વ ગુગલ એન્જિનિયર રે કુર્ઝવીલ માને છે કે ટેકનોલોજીમાં ઝડપી પ્રગતિને કારણે માનવી ૨૦૩૦ સુધીમાં અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. તેઓ દાવો કરે છે કે તેમની ૧૪૭ આગાહીઓમાંથી ૮૬% પહેલાંથી જ સાચી પડી છે અને તેઓ શાશ્વત જીવનની ચાવી તરીકે નેનોબોટ્સ પર દાવ લગાવી રહ્યા છે. તેમના પુસ્તક ધ સિંગ્યુલારિટી ઇઝ નીયરમાં, કુર્ઝવીલે કહ્યું છે કે જિનેટિક્સ, રોબોટિક્સ અને ખાસ કરીને નેનોટેકનોલોજીમાં પ્રગતિ આપણને આ દાયકાના અંત સુધીમાં વૃદ્ધત્વ અટકાવવા અને રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સૂક્ષ્મ રોબોટ્સ શરીરના કોષોને અંદરથી સુધારશે. નેનોબોટ્સ, નેનોસ્કેલ પર કાર્યરત નાના રોબોટ્સ હોય છે, કહેવાય છે કે તેઓ મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવવા માટે સક્ષમ પૂરવાર થશે, તેઓ દવા વિતરણ, નિદાન અને સારવારમાં અનેક ગણી પ્રગતિ લાવશે. તેમને ચોક્કસ રોગોને લક્ષ્ય બનાવવા, ચોકસાઈ સાથે ઉપચાર આપવા અને શરીરનાં સ્વાસ્થ્ય ઉપર નિગરાની રાખવા માટે પણ ડિઝાઈન કરી શકાય છે. એક નાનું ઉદાહરણ લઈએ તો તેઓ હૃદયની આર્ટરીઓને સતત સાફ રાખશે જેથી તેમાં કશું જામી નહીં જાય અને પરિણામે હાર્ટ એટેક નિવારી શકાશે. આવાં તો એ અનેક કાર્યો કરી શકશે. તેમને શરીરની અંદર ફરતા ગાર્ડઝ, સફાઈ કામદાર કે મિકેનિક કહી શકાય. તેમણે એવી પણ આગાહી કરી છે કે ૨૦૨૯ સુધીમાં AI માનવ બુદ્ધિમત્તા સાથે લગોલગ આવી જશે અને ૨૦૪૫ સુધીમાં, માનવ અને AI મર્જ થઈ જશે, આપણી મગજશક્તિને એવી રીતે સુપરચાર્જ થશે કે જે આપણે ક્યારેય જોઈ નથી કે જેની કલ્પના પણ નથી કરી. કુર્ઝવેઇલનો ટ્રેક રેકોર્ડ મજબૂત છે, તેણે આગાહી કરી હતી કે IBMનો ડીપ બ્લુ ૨૦૦૦ સુધીમાં વિશ્વ ચેસ ચેમ્પિયનને હરાવી દેશે (જે તેણે ૧૯૯૭માં જ કરી બતાવ્યું હતું) અને લેપટોપ ૨૦૨૩ સુધીમાં મગજ જેટલાં સ્ટોરેજ સ્તર સુધી પહોંચશે, જે તાદૃશ થયેલું આપણે જોઈએ છીએ. ટેકનોલોજીકલ સીંગ્યુલારિટી જ્યાં મશીનો માનવ બુદ્ધિમત્તાને વટાવી જાય છે એવા વિચારને લોકપ્રિયતા મળી છે, સોફ્ટબેંકના CEO જેવા અન્ય ટેક જાયન્ટ્સ સંમત થયા છે કે ૨૦૪૦ના દાયકા સુધીમાં આ કક્ષા આવી જઈ શકે છે, અલબત્ત, દરેક વ્યક્તિ તેમાં સહમત નથી. એલોન મસ્ક અને અન્ય લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે યોગ્ય નિયમન વિના AI ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કુર્ઝવીલનું રોગમુક્ત, સંભવતઃ અમર ભવિષ્યનું બોલ્ડ વિઝન, ટેકનોલોજી આપણને ક્યાં લઈ જઈ રહી છે - અને આપણે તૈયાર છીએ કે કેમ તે અંગે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. પોતાનાં પુસ્તકો સેપિયન્સ, એ બ્રીફ હિસ્ટ્રી ઓફ મેનકાઈન્ડમાં મહાન ઈતિહાસકાર અને એક જીવંત દંતકથા સમાન લેખક યુવલ નોઆહ હરારી પણ એવું કહે છે કે ૨૦૫૦ સુધીમાં કુદરતી મૃત્યુ જેવું કશું બાકી નહીં રહે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ: વૈજ્ઞાનિક સમુદાય સામાન્ય રીતે સંમત થાય છે કે દવા અને ટેકનોલોજીમાં પ્રગતિ દ્વારા માનવીઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે પરંતુ પૂરું અમરત્વ એમ હાથમાં આવી જવું શક્ય નથી લાગતું. વૃદ્ધત્વ એક કુદરતી પ્રક્રિયા છે, અને જ્યારે સંશોધકો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવા અથવા તેને ઉલટાવી દેવાના માર્ગો શોધી રહ્યા છે, ત્યારે વૃદ્ધત્વ અને મૃત્યુની સંપૂર્ણ નાબૂદીનો વિચાર હજુ ખૂબ જ અનુમાનિત છે. જીવનને પહેલાં કરતાં ઘણું વધારે લંબાવી શકાયું છે અને હજી પણ લંબાવી શકાશે પણ અમરત્વ..... હવે આ તો બધી ભવિષ્યવાણીઓ છે પરંતુ ભવિષ્યની હકીકત ભવિષ્યમાં જોવા મળશે, અત્યારે તો દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ ગાલિબ એમ જ સમજવું રહ્યું ! જો અમર થયા તો બીજું તો જે થાય તે પણ આ સોશ્યલ મીડિયા પર આજીવન લખતા અને વાંચતા રહેવું પડશે ! સંકલન અને રજૂઆત ડૉ પ્રણવ વૈદ્ય

👍 👌 9
HEALTH ALERT
HEALTH ALERT
6/8/2025, 4:30:57 AM

જીવન ચલને કા નામ.... શું તમે જાણો છો કે આપણા પગમાં "બીજું હૃદય" હોય છે? ના, આ કોઈ દંતકથા નથી: તે કાફના સ્નાયુઓને આપવામાં આવેલું ઉપનામ છે, અને તેનું કારણ ખરેખર રસપ્રદ છે ! જ્યારે આપણે ચાલીએ છીએ, સીડી ચઢીએ છીએ અથવા ફક્ત ઉભા થઈએ છીએ, ત્યારે આ સ્નાયુઓ સંકોચાય છે અને વાસ્તવિક કુદરતી પંપની જેમ કાર્ય કરે છે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, હૃદયની દિશામાં લોહીને ઉપર તરફ ધકેલે છે. આ બાબત ખૂબ જરૂરી છે: ✔️ શિરામાં લોહીનાં પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે. ✔️ પગમાં લોહીના ગંઠાવાનું અટકાવે છે. ✔️ સોજો, ભારેપણું અને વેરિકોઝ નસો થવાની શક્યતા ઘટે છે. ✔️ ઊંડા શિરા થ્રોમ્બોસિસનું (લોહીના ગઠ્ઠા જામી જવા) જોખમ પણ ઘટે છે. આ બધું સ્નાયુઓ અને શિરા વાલ્વના પરસ્પરના સહકારથી થતાં કાર્યને આભારી છે, જે લોહીને પાછું જતું અટકાવે છે. અહીં એ સ્પષ્ટ થાય છે કે શા માટે લાંબા સમય સુધી બેસવું કે ઊભા રહેવું નુકસાનકારક હોઈ શકે છે, જ્યારે નિયમિત હલનચલન - જસ્ટ સરળ રીતે ચાલવાથી પણ - રુધિરાભિસરણ તંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. યાદ રાખો : તમે જે પગલું ભરો છો તે તમારા હૃદય માટે મોટી ભેટ છે. ચાલવું, હલનચલન કરવું, ખેંચવું... આ સરળ ક્રિયાઓ છે પરંતુ એ સ્વાસ્થ્ય માટે મૂળભૂત છે. ભૂલશો નહીં: તમારા પગની સંભાળ રાખવાનો અર્થ એ છે કે તમારા હૃદયની સંભાળ રાખવી. અહીં ડાયાબિટીસવાળાઓ માટે એક વાત અતિ મહત્વની છે. ઈંગ્લીશમાં એક કહેવત છે: A diabetic should keep his feet as clean as his face. એટલે કે ડાયાબિટીસવાળાઓએ એમના પગનું એમના ચહેરા જેટલું જ જતન કરવું જોઈએ કારણ કે પગ જો ગંદા રહે કે તેમાં કોઈ ઈજા થાય તો ઈન્ફેક્શન થઈ શકે છે અને ડાયાબિટીસને કારણે એમાં રુઝ આવવી બહુ મુશ્કેલ બને છે. સામાન્ય નખ કાપતાં વાગી જવાથી ગેંગ્રીન થયું હોય અને પગ કાપવો પડ્યો હોય એવા દાખલા મળે છે. ડૉ પ્રણવ વૈદ્ય

👍 👌 15
HEALTH ALERT
HEALTH ALERT
6/8/2025, 4:30:55 AM
Post image
👏 1
Image
HEALTH ALERT
HEALTH ALERT
5/26/2025, 8:25:23 AM

*જો માતા ને ખોરાકી કમળો એટલે કે હેપેટાઇટિસ એ અથવા તો ઈ થયા હોય તો શું તે પોતાના બાળકને સ્તન પાન કરાવી શકે છે?* હા, માતા જેને હેપેટાઇટિસ A અથવા E હોય તે સામાન્ય રીતે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે, કારણ કે આ બંને વાયરસ સ્તન દૂધ દ્વારા ફેલાતા નથી. નીચે વૈજ્ઞાનિક આધાર સાથે વિગતવાર જવાબ આપવામાં આવ્યો છે: 1. *હેપેટાઇટિસ A*: - હેપેટાઇટિસ A વાયરસ (HAV) મુખ્યત્વે દૂષિત ખોરાક, પાણી અથવા ફેકલ-ઓરલ રૂટ દ્વારા ફેલાય છે. - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, હેપેટાઇટિસ A સ્તન દૂધ દ્વારા બાળકમાં ટ્રાન્સમિટ થતો નથી. - જો માતા હેપેટાઇટિસ Aથી સંક્રમિત હોય, તો તે સ્તનપાન ચાલુ રાખી શકે છે, પરંતુ તેણે હાથની સ્વચ્છતા અને સેનિટેશનનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાયરસ ફેકલ-ઓરલ રૂટ દ્વારા ફેલાઈ શકે છે. જાજરૂ ગયા બાદ માતાએ સાબુ થી હાથ ધોઇ નાખવા જરુરી છે. 2. *હેપેટાઇટિસ E*: ય - હેપેટાઇટિસ E વાયરસ (HEV) પણ મુખ્યત્વે દૂષિત પાણી અથવા ખોરાક દ્વારા ફેલાય છે, અને તેનું ટ્રાન્સમિશન સ્તન દૂધ દ્વારા થતું નથી. - હેપેટાઇટિસ E ધરાવતી માતાઓ માટે સ્તનપાન સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જો કે, ગંભીર હેપેટાઇટિસ Eના કેસમાં, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન, માતાના સ્વાસ્થ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. - સ્વચ્છતા જાળવવી અને બાળકના સંપર્કમાં આવતા પહેલાં હાથ ધોવા જેવી સાવચેતીઓ લેવી જોઈએ. *સાવચેતીઓ*: - માતાએ સ્તનપાન કરાવતી વખતે હાથની સ્વચ્છતા અને સેનિટાઇઝેશનનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બંને વાયરસ ફેકલ-ઓરલ રૂટ દ્વારા ફેલાઈ શકે છે. - જો માતાની સ્થિતિ ગંભીર હોય (દા.ત., લીવરની ગંભીર સમસ્યા), તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. - બાળકને હેપેટાઇટિસ A સામે રસી આપવાનું વિચારી શકાય, જો તે ઉંમર માટે યોગ્ય હોય. *નિષ્કર્ષ*: હેપેટાઇટિસ A અથવા E ધરાવતી માતાઓ સામાન્ય રીતે સ્તનપાન કરાવી શકે છે, કારણ કે આ વાયરસ સ્તન દૂધ દ્વારા ફેલાતા નથી. જો કે, સ્વચ્છતા જાળવવી અને ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. 🌸🌸🌸

👍 2
HEALTH ALERT
HEALTH ALERT
5/22/2025, 6:06:36 AM

2025 થી શાળાઓમાં CBSE એ ફરજિયાત બનાવેલ વાત પર તમને વિશ્વાસ નહીં આવે! CBSE આદેશ: 2025-26 શૈક્ષણિક વર્ષથી શરૂ કરીને, બધી CBSE-સંલગ્ન શાળાઓએ સવારની સભાઓમાં હકારાત્મક સમર્થનનો સમાવેશ કરવો આવશ્યક છે. ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર: આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક શક્તિ અને સામાજિક-ભાવનાત્મક વિકાસને વેગ આપવાનો છે. સર્વાંગી વિકાસ ધ્યેય: વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક રીતે જ નહીં પરંતુ ભાવનાત્મક અને સામાજિક રીતે પણ વિકસાવવા માટે CBSE ની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ. નમૂના સમર્થન શેર કરવામાં આવ્યું: “હું હંમેશા ખુશ છું.” “હું દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર છું.” “હું દરેકનો આદર કરું છું. હું પ્રકૃતિનો આદર કરું છું.” “હું ફક્ત અભ્યાસ માટે ગેજેટ્સનો ઉપયોગ કરું છું.” દૈનિક પ્રેક્ટિસને પ્રોત્સાહન: શાળાઓએ શાળાના મૂલ્યોને પ્રતિબિંબિત કરતા વય-યોગ્ય, કસ્ટમાઇઝ કરી શકાય તેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરીને દરરોજ 1-2 સમર્થન રજૂ કરવા જોઈએ. દ્વિભાષી અભિગમ: સમાવેશીતા અને સારી સમજણ માટે અંગ્રેજી અને હિન્દી બંનેમાં સમર્થનનો પાઠ કરવો જોઈએ. વિદ્યાર્થીઓની સંડોવણી: શાળાઓને વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને નવીનતા માટે સમર્થન બનાવવા અથવા નેતૃત્વ કરવા દેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. માનસિક સુખાકારીના લાભો: નિયમિત સમર્થન પ્રથા ધ્યાન કેન્દ્રિત કરવા, આત્મવિશ્વાસ, ભાવનાત્મક શક્તિ અને સ્પષ્ટતામાં સુધારો કરવા માટે દર્શાવવામાં આવે છે. અંતિમ ધ્યેય: નાનપણથી જ આદરણીય, સ્થિતિસ્થાપક અને સહાયક શાળા વાતાવરણને પ્રોત્સાહન આપવું

👍 3
Link copied to clipboard!