Gujju Girl's Gujju Quotes
Gujju Girl's Gujju Quotes
February 6, 2025 at 03:50 PM
વાસંતી સાંજ! વસંતને કહેજો કે એકલી ના’વે... પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે મંજરીઓ લીમડાની લાવે કે એકલા હૈયાને ઓછું ના આવે ? વસંતને... ગુંબજ ગજાવતા ઘેરી ઘટાના ટહૌકા બેએક લઈ આવે કે કોઈના અજજડ અબોલા મુકાવે ! વસંતને... બળતા પલાશના દાઝેલા અંગના અંગારા એકબે લાવે કે કોઈનું કજળેલું કાળજું ધખાવે ! વસંતને... ચંદનના વગડેથી વરણાગી વાયુની લહરી એકાદ લઈ આવે કે સ્થિર કોઈ પાંપણનું પાન ફરકાવે ! વસંતને... – જયંત પાઠક
❤️ 👍 2

Comments