સમાચાર સૂત્ર
January 31, 2025 at 07:19 AM
*Ahmedabad* • અમદાવાદમાં ગ્રેજ્યુએટ બન્યા ડિજિટલ ચોર, • રિલિફ રોડ પર એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા અન્ય મોટું કૌભાંડ સામે આવ્યું છે. • ક્રાઇમ બ્રાંચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપ્યા. • ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ ગેટવેની પ્રોસેસ વખતે ચેડાં કરી લાખોની વસ્તુ ત્રણ રૂપિયામાં લઇ લેતા હતા. • ગઠિયાઓએ આવી રીતે ચેડા કરીને કુલ ₹7 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે, હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. • આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડાં કરીને ત્રણ રૂપિયામાં મેળવી લીધું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું. • આ ગઠિયાઓ ઇ કોમર્સની વેબસાઇટ પર સર્ચ કરીને મોંઘી વસ્તુ જેવી કે ડ્રોન, સોનાના દાગીના કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઓર્ડર કરતા. • જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું આવે ત્યારે તેઓ પૂરા પેમેન્ટ માટેની પ્રોસેસ કરતા હતા. • પેમેન્ટ થાય ત્યારે જે પાંચ સેકન્ડનો સમય લાગે તેમાં તેઓ ડી બગિંગ સોફ્ટવેરની મદદથી પેમેન્ટ ગેટ વેમાં ચેડાં કરી જે-તે વસ્તુની પ્રાઇઝમાંથી પાછળના ડિજિટ કાઢી નાખી નજીવી રકમ ચૂકવતા. • જેમ કે એક લાખના સોનાની ચેઇનના પેમેન્ટ વખત તમામ ઝીરો કાઢી નાખી એક જ રૂપિયા ચૂકવતા હતા. • *આરોપીઓ* 1. વિજય અમરાભાઇ વાઘેલા (અશ્વમેઘ ટેર્નામેન્ટ, સોનરિયા બ્લોકની સામે, બાપુનગર) કામ: સર્ચ એન્જિન પરથી ડી બગિંગ સોફ્ટવેર મેળવી બગ હંટિંગ કરી વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતો હતા 2. નિતેશ ઉર્ફે છોટુ મડતા (ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર) કાર્ય: વિજયે બગ હંટિંગ કરી મેળવેલી પ્રોડક્ટને માર્કેટમાં વેચાણ કરવાનું 3. આદિલ વિજયભાઇ પરમાર (રામીની ચાલી, ઓજસ હોસ્પિટલ પાસે, રખિયાલ રોડ) કાર્ય: ઓનલાઇન સટ્ટાની વેબસાઇટ પર જુગાર રમી રૂપિયા કમાવાનું. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!

Comments