સમાચાર સૂત્ર

227 subscribers

About સમાચાર સૂત્ર

દેશ દુનિયા ના દરેક ખૂણા માં થી સમાચારો ગુજરાતી ભાષા માં પોહચાડવા ની એક પહેલ

Similar Channels

Swipe to see more

Posts

સમાચાર સૂત્ર
6/20/2025, 1:25:34 PM

*Surat* • સુરતમાં બન્યો આઘાતજનક બનાવ • આ કરૂણાતિંકાની મળતી માહિતી અનુસાર ભેસ્તાનના વિજયલક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ પોતાના જન્મદિવસે જ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. • વ્હાલસોયા પુત્રનો જન્મદિન મનાવવા પિતા વિનોદ પ્રધાન દુકાનથી કેક લઈને ઘરે આવ્યા હતા. ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા. • ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ ઘટનાનું કારણ બહાર આવશે. • વિનોદ પ્રધાન મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. • વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈ તા. 19જૂન 2025એ આશુતોષનો જન્મદિવસ હતો. • આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. • સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. • પુત્રના જન્મદિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યા હતા. • સમગ્ર ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. • પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. • આશુતોષએ કયા કારણસર જીવનનો અંત આણ્યો તેનું કારણ હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ ઘટનાનું કારણ બહાર આવશે. • પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈ ઠપકો આપ્યો હોય અને આ આકરૂ પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે. • જોકે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/20/2025, 1:28:11 PM

*Ahmedabad* • UPથી આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટીને આવેલા 3 ગુજરાતના રહેવાસીઓની નરોડા પોલીસે ધરપકડ કરી. *• ઘટના* : • હાલ રથયાત્રાને અનુસંધાને નરોડા પોલીસ ચિલોડા તરફથી ઉતરતા બ્રિજ પાસે પેટ્રોલીંગમાં હતી. • ત્યારે 3 અજાણ્યા શખ્સો ત્યાં નીકળી રહ્યા હતા, પોલીસને શંકા જતા તેની તપાસ કરતા બેગમાંથી ₹24 લાખની ચલણી નોટો મળી આવી હતી. • નરોડા પોલીસે આ અંગે કડકથી પૂછપરછ કરતા તેઓ UP માંથી એક આંગણિયા પેઢીને લૂંટીને આવ્યા હોવાની કબૂલાત કરી હતી. • પોલીસે વધુ તપાસ કરતા UP પોલીસે આ અંગે ગુન્હો નોંધાયા હોવાની જાણકારી મળી હતી. • પોલીસે તમામ કેશ રકમ અને 3 મોબાઈલ કબ્જે કરી, UP પોલીસને આ અંગે જાણ કરી હતી. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/20/2025, 7:06:43 AM

*Gujarat Rain News* • હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં શુક્રવારના રોજ ભારે વરસાદની શક્યતા છે. • હવામાન વિભાગે જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પછી હવે ઉત્તર ગુજરાતમાં પણ શનિવારથી ભારે વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. • એ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અંદાજે 19 જિલ્લાઓમાં રવિવારના દિવસે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાનો ઈશારો હવામાન વિભાગે આપ્યો છે. • હવામાન વિભાગે રાજ્ય માટે આગામી એક સપ્તાહ દરમિયાન સતત વરસાદી પરિસ્થિતિ રહેનાર હોવાનું જણાવ્યું છે. • આ સમયગાળામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં અતિભારે તો ક્યાંક ભારે વરસાદ થશે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. • ખાસ કરીને શુક્રવારના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. • શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત તેમજ ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/20/2025, 7:04:41 AM

*Ahmedabad* • આગામી દિવસની રથયાત્રા પરંપરાગત રીતે ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ સાથે નિકળશે. • 27 જૂને યોજાનારી અમદાવાદની 148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે તેવી ચર્ચાઓ વચ્ચે હાલ મંદિરમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. • સાદગીપૂર્ણ નહીં પરંતુ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. • હાલ રથયાત્રાને લઈને સમગ્ર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 1:25:07 PM

*Ahmedabad* • અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક ના મૌત • મૃતકો માં ૧૬૯ ભારતીય,૫૩ બ્રિટિશ,૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયન નાગરિક • પેસેન્જર સહિત ની તમામ વિગતો માટે એર ઇન્ડિયાએ ૧૮૦૦૦૫૬૯૧ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 11:34:02 AM

*Ahmedabad* • અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન. • પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા, 150થી વધુના મોત થયા છે. • નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે. • આજે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને જતું આ વિમાન ક્રેશ થયું છે. • આજે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું હતું. વિમાન પડી ગયા પછી તેમાં આગ લાગી હતી. • આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. • ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. • સુરક્ષા માટે સમગ્ર વિસ્તાર સીલ કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 11:12:19 AM

*Ahmedabad* • અમદાવાદ સિવિલથી : અમદાવાદ પ્લેન ક્રેશમાં ભડથું થયેલા મૃતદેહો ટુકડામાં પહોંચ્યા • તમારા સ્વજનને શોધતા હોય તો UGs C7 વોર્ડમાં દાખલ દર્દીઓનું લિસ્ટ જુઓ • લાશ ઢાંકવા માટે કફનોનો થપ્પો લવાયો • અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. • પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે. જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે તેવી આશંકા છે. • ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. • હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. • એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 3:03:41 PM

*Ahmedabad* • અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન. • આજે બપોરે મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદ થી લંડન માટે ટેક ઓફ થયું હતું જેની થોડી જ મિનિટોમાં કોઈ કારણોસર દુર્ઘટના સર્જાઈ. • માહિતી મુજબ 242 ક્રૂ સાથે પેસેન્જર સવાર હતા, હાલ સૂત્રો મુજબ તમામ પેસેન્જર અને ક્રુના મોત નીપજ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા, • જો કે હાલ તમામ મૃતદેહ ઓળખવા મુશ્કેલ હોવાથી પરિવારોના DNA ટેસ્ટ કર્યા બાદ જ મૃતદેહ સોંપવામાં આવશે. • વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષ (BJP) ના રાજનેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (2016-2021) હતા. • તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારના રંગૂનમાં થયો હતો અને 1960માં તેમનો પરિવાર રાજકોટ આવ્યો. • તેઓ રાજકોટ (પશ્ચિમ)થી ગુજરાત વિધાનસભાના સદસ્ય હતા. • રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. • તેઓ 1987-1996 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય અને 1996-97માં મેયર રહ્યા. • 2006-2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સદસ્ય હતા. • 2016માં તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા અને 2017ની ચૂંટણીમાં BJPની જીત બાદ બીજી ટર્મ માટે ચૂંટાયા. • 2021માં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 10:27:19 AM

*Ahmedabad* • પ્લેન ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર પડ્યું • એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. • આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. • આ તમામ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. • હોસ્ટલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલા નર્સે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. • હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. • અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લેન અથડાયું હતું. • પ્લેન ના તમામ મુસાફરો, આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. • અતુલ્ય બિલ્ડીંગો માં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા તે બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. • સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું. • એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે અંદર જઈને જોયું તો હોસ્ટેલનો કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો અને ઘણા ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હતા. • ઘણાના તો મૃતદેહના ટુકડા થઈ ગયા હતા. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

સમાચાર સૂત્ર
6/12/2025, 9:20:47 AM
Video
Link copied to clipboard!