સમાચાર સૂત્ર
January 31, 2025 at 10:57 AM
*Banaskantha* • ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. • સરકારે નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે, જેનું મુખ્યમથક થરાદ ખાતે રહેશે. • નવા જિલ્લામાં કુલ 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકાનો સમાવેશ થાય છે. • વિભાજન બાદ મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે અને તેમાં 6 તાલુકા - પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, અમીરગઢ અને ડીસાનો સમાવેશ થશે. • બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જાહેર કર્યું છે કે આ નવા જિલ્લાની રચના અંગે કોઈપણ નાગરિક પોતાની રજૂઆત કરવા ઇચ્છતા હોય તો તેઓ આગામી 2 ફેબ્રુઆરી, 2025 રવિવાર સાંજે 6:10 વાગ્યા સુધી સંબંધિત નાયબ કલેકટર (પ્રાંત અધિકારી)ને લેખિત સ્વરૂપમાં મોકલી શકે છે. • આ નિર્ણય જિલ્લાના વિકાસ અને વહીવટી સરળતા માટે લેવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!

Comments