સમાચાર સૂત્ર
February 1, 2025 at 06:39 AM
*Budget 2025*
*બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો*
• બજેટની શરૂઆતમાં જ નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી.
• આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
• નાણામંત્રીએ જણાવ્યું કે હવે 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની લિમિટ કરવામાં આવી છે.
• જ્યારે ધન ધાન્ય યોજના હેઠળ ઓછા ઉપજવાળા 100 જિલ્લા તેમાં સામેલ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
*કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની જાહેરાત*
• નાણામંત્રીએ ખેડૂતો માટે અન્ય મહત્વની જાહેરાત કરતા કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને 5 લાખ કરી છે.
• સીતારમણે કહ્યું કે ગરીબ, યુવાઓ, મહિલાઓ, કિસાનોના ઉત્થાન પર ફોકસ રહેશે.
• ફાર્મ ગ્રોથ, ગ્રામીણ વિકાસ, મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન અપાઈ રહ્યું છે.
• આ સાથે જ ફાઈનાન્શિયલ સેક્ટરના રિફોર્મ પર ધ્યાન આપીશું.
• 100 જિલ્લાઓમાં ધન ધાન્ય યોજના શરૂ થઈ રહી છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!