સમાચાર સૂત્ર
February 1, 2025 at 12:12 PM
*Ahmedabad* • શહેરમાં લોકોને લૂંટવાની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી, • હાલ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ વાહન ટો કરવાની કામગીરીનો ગઠિયાઓ પણ લાભ ઉઠાવી રહ્યા હોવાના કિસ્સાઓ આવ્યા સામે. • સિંધુભવન, SG હાઇવે જેવા માર્ગ પર ખોટી જગ્યાએ વાહન પાર્ક કરતા કાર ચાલકોની કારને લોક કરીને પૈસા પડાવતી ગેંગ સક્રિય હોવાના સમાચાર સામે આવ્યા. • લોક પર ગઠિયાઓએ પોતાનો નંબર લખેલો હોય છે, જ્યારે વાહન માલિક તે નંબર પર કોલ લગાવે ત્યારે ગઠિયાઓ ઓનલાઈન ચલણ આપવાનું કહે છે, અને થોડી વારમાં ત્યાં માણસ આવીને લોક ખોલી જશે તેવું જણાવે છે. • જો કે આવેલ માણસ ગઠિયો અથવા તેનો સાગરીત હોય છે જેની જોડે રકઝક કરીને લોકો સામાન્ય રોકડમાં પતાવટ કરતા હોય છે. • જે ₹2,000 ના દંડના બદલે ₹200-500માં લોકો પતાવટ કરતા હોવાથી આવા ગઠિયાઓ પકડાતા નથી અને પોતાની બે નંબરી કામ કરતા હોય છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!

Comments