સમાચાર સૂત્ર
February 3, 2025 at 08:00 AM
*Ahmedabad*
• થોડા દિવસો પહેલા તૈયાર થયેલા સિમ્સ ફ્લાયર ઓવર નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી કોમ્પલેક્ષના ઉદઘાટન બાદ હવે અલગ અલગ રમત માટે ભાવ દર નક્કી કરવામાં આવ્યો
• ફ્લાયઓવર નીચે બનાવવામાં આવેલા બોક્સ ક્રિકેટ માટે 1 કલાકનો ₹700 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 12 લોકો પ્રવેશ મેળવી શકશે, હાલ સામાન્યતઃ અન્ય પ્રાઇવેટ બોક્સ ક્રિકેટમાં કલાકના દર ₹1500-2000 હોય છે.
• બોક્સ ક્રિકેટ સિવાય અન્ય સ્પોર્ટ્સના કલાકના તેમજ અમુક સ્પોર્ટ્સમાં મહિનાનો ચાર્જ પણ નક્કી કરાયો છે.
• પ્રતિ દિવસનો ભાવ પ્રતિ કલાક મુજબ ચૂકવવાનો રહેશે, જેમાં કલાક કરતા વધુ સમય થશે તો અન્ય એક કલાકનો ચાર્જ વસૂલ કરવામાં આવશે.
• ટેબલ ટેનિસ(2 વ્યક્તિ), કેરમ(4 વ્યક્તિ)અને ચેસ (2 વ્યક્તિ)માટે પ્રતિ કલાક ₹200 ચાર્જ રહેશે, જ્યારે એર હોકી(;2 વ્યક્તિ)ના ₹80, ફૂઝબોલ (2 વ્યક્તિ) ₹250, પૂલ ટેબલ (2 વ્યક્તિ) ₹350, પિકલ બોલ(4 વ્યક્તિ) માટે ₹500, બાસ્કેટબોલ (12 વ્યક્તિ) ₹400, અને બોક્સ ક્રિકેટ (12 વ્યક્તિ) ₹700 પ્રતિ કલાક ચૂકવવાના રહેશે.
• આ સિવાય મહિના માટે પણ મેમ્બરશિપ લઈ શકાશે જેમાં પ્રતિ વ્યક્તિએ ટેબલ ટેનિસ માટે ₹700, ચેસ માટે ₹700, પિકલબોલ માટે ₹1000, બાસ્કેટબોલ માટે ₹1000 ચૂકવવાના રહેશે ( મહિનાની મેમ્બરશિપમાં 45 મિનિટનો પ્રતિ દિવસ સમય રહેશે)
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!