સમાચાર સૂત્ર
February 6, 2025 at 05:26 AM
*Ahmedabad* • બાપુનાગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની કરી હત્યા. • પિતાએ સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને બાળકને પીવડાવી દીધું જેના કારણે 10 વર્ષના બાળકનું મૃત્યું નિપજ્યું હતું. • આ મામલે પિતા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. • માહિતી અનુસાર બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષીય પુત્ર ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી. • ત્યારબાદ તેના અન્ય બાળકને પણ આવી રીતે મારી નાખવાનો પ્લાન હતો પરંતુ 10 વર્ષના બાળકના મોત બાદ તેનો જીવ ચાલ્યો નહોતો. • જો કે ઓમનું શરીર ભૂરું પડી જતાં અન્ય બાળક તરત પાડોશીઓને જાણ કરી હતી, પોલીસ અને ડોકટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. • દાવો કરવામાં આવ્યો છે કે, પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. • પોલીસના જણાવ્યા અનુસાર પત્ની મહેસાણા ગઈ હતી તે સમયે જ બાળકના પિતાને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments