સમાચાર સૂત્ર
February 6, 2025 at 05:21 PM
*Ahmedabad* • અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા. • અમેરિકના ઇતિહાસના સૌથી મોટા ગ્રુપ ડિપોર્ટેશન કાર્યવાહીમાં ભારત પરત મોકલેલા 104 ભારતીયોમાં ગુજરાતના 33 અને હરિયાણાના 33, પંજાબના 30 ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના નાગરિકોનો સમાવેશ થતો હતો. • ગુજરાતના 33 લોકોને લઇને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચતા સવાર તમામને તેમના વતન રવાના કરી દેવામાં આવ્યા હતા. • અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો અને સુરતના 4 તથા અમદાવાદના 2 અને ખેડા-વડોદરા તથા પાટણના 1-1 લોકો સામેલ છે. • એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. • જ્યારે અમેરિકામાં 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રહે છે. • આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments