સમાચાર સૂત્ર
February 6, 2025 at 05:25 PM
*Ahmedabad* • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કમિશનર દ્વારા આજે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ જાહેર • ગત વર્ષ કરતાં 3,200 કરોડના વધારા સાથે કુલ 14,001 કરોડના બજેટની જાહેરાત • હાલ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કમિટી દ્વારા સુધારા વધારા કરીને ફાઈનલ બજેટ બહાર પાડવામાં આવશે. • AMC વર્ષ 2025-26નાં બજેટમાં મુખ્ય જાહેરાત • અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે • લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે ‘નમોવન’ તૈયાર કરાશે • નવા 5 અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે • ₹227 કરોડનાં ખર્ચે 51 વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાશે • 20 મેટ્રો સ્ટેશનની આસપાસનાં વિસ્તારોને 270 કરોડનાં ખર્ચે વિકાસ કરાશે • AI, GIS અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે • બજેટમાં SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની જોગવાઇ કરાઇ • 80 કરોડનાં ખર્ચે સિલ્વર સ્ટાર ચાર રસ્તા પર બ્રિજનું નિર્માણ કરાશે • AMC માટે નવું ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે • લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન તૈયાર કરાશે • ભદ્ર પ્લાઝા પરિસરનું 10 કરોડનાં ખર્ચે રિડેવલપ કરાશે • અમદાવાદ શહેરમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન • 250 કરોડનાં ખર્ચે ઇસ્કોન બ્રિજ તૈયાર કરવામાં આવશે • પંચવટી જંક્શન પર 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરાશે • RTO ખાતે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ તરીકે ડેવલપ કરવાનું આયોજન • 120 નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન • જમાલપુર ખાતે નવા ઇલેક્ટ્રિક બસ માટે 100 ચાર્જિંગ સ્ટેશન તૈયાર કવાનું આયોજન • ઘુમાં ખાતે ઈન્ટિગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવવાનું આયોજન • AMTS ડેઇલી ટિકિટ માટે મોબાઈલ એપનું આયોજન • આ સિવાય અનેક કાર્યો માટેની જાહેરાત કરવામાં આવી છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments