સમાચાર સૂત્ર
February 7, 2025 at 12:59 PM
*Ahmedabad*
• અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લાખો મુસાફરો અવર જવર કરતા હોય છે ત્યારે તેમાં ભીડનો લાભ ઉઠાવી ગઠિયાઓ ચોરીને પણ અંજામ આપતા હોય છે, હાલ ચોરીના કેસમાં સૌથી વધુ મોબાઈલ ચોરીના બનાવો સામે આવતા હોય છે
• ટ્રેન મારફતે અવર-જવર કરતા પેસેન્જરના ચોરી થયેલા ફોન મેળવવા ગુજરાત પોલીસે CEIR પોર્ટલની મદદ લઈ રહ્યું છે.
• જેથી મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવાનું કામ ઘણું જ સરળ બની ગયું છે.
• છેલ્લા એક વર્ષમાં ગુજરાત રેલવે પોલીસની હદમાંથી ચોરાયેલા કુલ ₹25 લાખના 159 જેટલા મોબાઈલ ફોન રિકવર કરીને 87 મોબાઈલ ફોન મૂળ માલિકને સોંપવામાં આવ્યા છે.
• CEIR પોર્ટલ દ્વારા રાજ્ય પોલીસને મોબાઈલ ચોરીના ગુના શોધવામાં ઘણી સફળતા મળી રહી છે.
• CEIR પોર્ટલ પર મોબાઈલ ચોરીની વિગતો નોંધવામાં આવતાની સાથે જ તેનું સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવતું હોય છે.
• મોબાઈલ ચોરી કરનાર વ્યક્તિ જ્યારે પણ ચોરીના મોબાઈલમાં સીમકાર્ડ નાખે કે તરત જ તેનું લોકેશન CEIR પોર્ટલ પર આવી જતું હોય છે.
• જેના આધારે પોલીસે જુદી જુદી ટીમ દ્વારા લોકેશન પર પહોંચીને મોબાઈલ શોધી કાઢવામાં આવે છે.
• રેલવે પોલીસે ગુજરાત બહારના રાજ્યમાં પણ પોતાની ટીમો મોકલીને 15 જેટલા મોબાઈલ ફોન કે જે ગુજરાતમાંથી ચોરાયા હતા.
• પરંતુ તેનું લોકેશન રાજ્ય બહારનું આવતું હતું તેવા મોબાઈલ ફોન પણ શોધી કાઢ્યા છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
👍
1