સમાચાર સૂત્ર
February 14, 2025 at 12:05 PM
*Ahmedabad* • અમદાવાદ શહેરનાં નગરદેવી માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નીકળશે. • 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. • 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. • રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. • અખાડા, ટેબલો, ઊંટ-હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. • આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. • રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. • યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments