સમાચાર સૂત્ર
February 14, 2025 at 12:13 PM
*Ahmedabad*
• હવે અમદાવાદ APMCથી ગાંધીનગર કે ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરવા માટે મોટેરાથી મેટ્રો ટ્રેન બદલવી નહીં પડે, તેમજ ગાંધીનગર માટે દર અડધી કલાકે મળશે મેટ્રો, 15 ફેબ્રુઆરીથી આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.
• અમદાવાદઅને ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે આપી દીધી છે.
• હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
• હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે.
• GNLU સ્ટેશન અને ગિફ્ટ સિટી ઑફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે કે જે PDEU થઈને જશે.
• આ સુવિધાનો પ્રારંભ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.
• જે APMCથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ રહેશે.
• ગિફ્ટ સિટી માટે બંને બાજુ કુલ 6-6 ટ્રિપો અને APMC થી સેક્ટર-1 માટે 14 ટ્રિપો અને સેક્ટર-1 થી મોટેરા માટે 15 ટ્રીપો દોડાવાશે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!