સમાચાર સૂત્ર
February 14, 2025 at 12:15 PM
*Ahmedabad* • અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 35 લાખનું 399 ગ્રામ સોનું પકડી પાડ્યું છે. • આ સોનું ટ્રોલી બેગના હેન્ડલમાં અને ત‌વાના હેન્ડલની તાર બનાવીને લાવવામાં આવતું હતું. • તપાસ દરમિયાન અધિકારીઓને શંકા જતાં દાણચોરી પકડાઈ હતી. • પકડાયેલ સોનું 24 કેરેટનું હતું જેની કિંમત 35 લાખ જેટલી થાય છે. • અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી મોટી માત્રામાં સોનું પકડવામાં આવ્યું હતું. • ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ જેદ્દાહથી આવેલા ત્રણ પેસેન્જર પાસેથી રૂ.1 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. • એક મહિલા સોનાની પેસ્ટ બનાવીને આંતરવસ્ત્રમાં સંતાડીને લાવી હતી. • જ્યારે બે પેસેન્જર જ્વેલરી લઈને આવ્યા હતા અને પકડાઈ ગયા હતા. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments