સમાચાર સૂત્ર
February 14, 2025 at 12:17 PM
*Ahmedabad*
• ગુજરાતીઓએ ફરી વાર માનવતાના દર્શન કરાવ્યા છે.
• 4 વર્ષ પહેલાં ગોધરાના ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા આખું ગુજરાત પોતાનો દીકરો હોય એ રીતે 16 કરોડ રૂપિયાનો ફાળો એકઠો કરવા રસ્તા પર ઉતરી આવ્યું હતું.
• હવે હિંમતનગરના મુસ્લિમ પરિવારનો 20 મહિનાનો બાળક દુર્લભ બીમારી SMAનો શિકાર બન્યો હતો.
• મુસીબતની આ ઘડીમાં પરિવારને લોકોએ દિલ ખોલીને ફાળો આપ્યો છે.
• બાળકનો જીવ બચાવવા માટે અમેરિકાથી કોલ્ડ ચેઈન બનાવીને 72 કલાકમાં ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું.
• જેને અમદાવાદની હોસ્પિટલમાં ગઇકાલે 13મી ફેબ્રુઆરીના રોજ સફળતાપૂર્વક આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલ બાળકની તબિયત સુધારા પર છે.
• SMA રોગથી પીડિત કોઇ બાળકને ગુજરાતમાં ઇન્જેક્શન અપાયું હોય તેવી આ પહેલી ઘટના છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
⁉️
1