સમાચાર સૂત્ર
February 22, 2025 at 06:00 AM
*Ahmedabad*
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગમાં બેફામ ઉઘરાતા દરો!
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઈટ મુજબ શહેરમાં કુલ 108 થી વધુ પે એન્ડ પાર્કિંગ આવેલા છે જે કોન્ટ્રાક્ટ આપી ચલાવવામાં આવે છે.
• કોન્ટ્રાક્ટરોને આવા પે એન્ડ પાર્કિંગ ચલાવવા ચોક્કસ નિયમો ઘડી આપવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના કોન્ટ્રાક્ટર પે એન્ડ પાર્કિંગના આ નિયમોને અનુસરતા જ નથી!
• પે એન્ડ પાર્કિંગમાં નિયત કરેલા દરો મુજબ પૈસા ન લઈ મન ફાવે તેવા ભાવ નાગરિકો પાસેથી વસૂલવામાં આવે છે. ઘણી જગ્યાએ ડબલ તો ઘણી જગ્યાએ ડબલથી પણ વધારે ભાવ વસૂલવામાં આવે છે.
• એ સિવાય પણ કોન્ટ્રાક્ટરોને આવા પે પાર્કિંગ ચલાવવા અન્ય નિયમો આપવામાં આવ્યા છે છતાં બધી જ જગ્યાએ તેનું પાલન થતું નથી.
• ઘણી જગ્યાએ પાર્કિંગની નિયત જગ્યા કરતા બહાર પાર્કિંગ કરાવી પૈસા વસૂલવામાં આવે છે.
• ત્યાં હાજર કોન્ટ્રાક્ટર ના માણસો આઈકાર્ડ ફરજિયાત હોવા છતાં આઈકાર્ડ વગર પાર્કિંગના પૈસા વસુલે છે.
• કોર્પોરેશન અને નિયત કરેલ ભાવ પત્રક પણ લગાવવું ફરજિયાત છે છતાં ઘણા પાર્કિંગમાં આવું ભાવ પત્રક નાગરિકો જોઈ શકે તેવી રીતે લગાવવામાં જ નથી આવતું.
• જ્યારે તમે કોર્પોરેશનના પે પાર્કિંગમાં તમારું વાહન પાર્ક કરવા જાઓ છો ત્યારે ભાવ પત્રક માંગો અને ભાવ પત્રકના ભાવ મુજબ જ દર ચૂકવો.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!