સમાચાર સૂત્ર
February 22, 2025 at 12:15 PM
*Ahmedabad* • હાલ દુબઇ અને પાકિસ્તાનમાં રમાતી ચેમ્પિયન ટ્રોફીની મેચ પર સટ્ટો રમાડી રહેલા યુવકને નરોડાના નાના ચિલોડાના એક મકાનમાંથી ઝડપી પાડ્યો. • બુકી પાસેથી 4 લાખ રોકડા અને બે મોબાઈલ તથા તેમાં સટ્ટો રમવાની IDઓ મળી આવી હતી. • નાના ચિલોડા સ્થિત કૈલાશ રેજોઈશના એક મકાનમાં બુકી ચેમ્પિયન ટ્રોફીની મેચ પર સટ્ટો રમાડતો હતો, પોલીસે સટ્ટો રમાડતા બુકી હરેશ મુલચંદાણીને પકડી પાડ્યો ત્યારબાદ તપાસમાં મોટા બુકીઓ આર.આર., ટોમી ઊંઝા અને વિનોદ સિંધી સહિત 16 વ્યક્તિઓના નામ તથા વ્યવહાર મળી આવ્યા છે. • પોલીસે સુપર માસ્ટર આઈડીની કે જે વિનોદ સિંધીએ આપી હતી તેમાં રૂપિયા 2.60 કરોડ બેલેન્સ હતું, જ્યારે કેતન, મીત, રાકેશે આપેલી આઈડી પર 20 લાખનું અને ગીરીશ પટેલ ઉર્ફે ટોમીએ આપેલી આઈડી પર રૂપિયા 11.52 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
👍 1

Comments