સમાચાર સૂત્ર
February 22, 2025 at 12:16 PM
*Ahmedabad* • AMCના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. • ACBને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયરની કામગીરી માટે રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. • જેના આધારે છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. • ACB દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
👍 1

Comments