સમાચાર સૂત્ર
February 25, 2025 at 04:57 AM
*Electric Air Taxi*
• ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સુવિધા શરૂ કરાઈ હતી પરંતુ અનેક ખામીઓના લીધે તે સર્વિસ અવારનવાર બંધ કરાયા બાદ હાલ ઘણા સમયથી સંપૂર્ણપણે બંધ છે જોકે હાલ DGCA આગમી દિવસોમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરવાની વિચારણા કરી રહ્યું છે.
• DGCA દ્વારા ભારતભરમાં 4 સાઇટ જેમાં ગુજરાતની બે સાઇટ અમદાવાદ અને કચ્છના માંડવી સાઇટ પર ટ્રાયલ લેવા માટે પસંદગી કરી છે.
• આ ઇલેક્ટ્રિક એર ટેક્સી હેલિકોપ્ટર જેવી જ હશે એટલે કે તે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ કરશે જેથી રનવેની જરૂરિયાત નહીં પડે, આ બેટરી આધારિત એર ટેક્સી હાલ e-VTOL તરીકે પ્રચલિત છે, જે સિંગલ ચાર્જમાં 250 કિમીની ઉડાન ભરી શકે છે, તેમજ તેમાં 2થી લઈને 6 વ્યક્તિઓનો સમાવેશ કરવાની ક્ષમતા રહેલી છે.
• આ એર ટેક્સી બેટરી સંચાલિત હોવાથી પ્રદૂષણ કરતું નથી તેમજ ઘોંઘાટ પણ ઓછો કરે છે, એડવાન્સ સોફ્ટવેરથી સજ્જ આ એર ટેક્સી વધુ સલામત અને સુરક્ષિત છે, જો કે આ એર ટેક્સી વધુ ઊંચાઈ પર ઉડવામાં હાલ સક્ષમ ન હોવાથી પહાડી વિસ્તારમાં ઉડાવવા જોખમી છે.
• જો કે આવનાર સમયમાં ટ્રાયલ બાદ તમામ વધારાની વિગતો સામે આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!