સમાચાર સૂત્ર
February 26, 2025 at 07:15 AM
*Surat*
• સ્નેપચેટ પર ‘હાઈબ્રીડ ગાંજાની ડાર્ક ડીલ’
• સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે થાઈલેન્ડથી ‘પ્યોર હાઈબ્રીડ ગાંજા’ મંગાવીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા.
• જે સમગ્ર ડિલ disappearing messages દ્વારા સ્નેપચેટ પર કરવામાં આવી હતી.
• આરોપીઓ ગાંજો લઈને સુરતમાં ઘૂસી રહ્યાં હતા અને પોલીસે આરોપીઓને ઝડપી પાડી ગાડીની તપાસી લેતા અંદરથી 1.33 કિલો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
• ગાંજાની ગંધ એટલી તીવ્ર હતી કે, 10 મીટરના આસપાસના એરિયામાં ફેલાઈ ગઈ હતી.
• સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, પોલીસને સંકેત મળતા એક સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
• સચીન-લાજપોર જેલ નજીક પોપડા-કાછોલી ગામ તરફ વોક્સવેગન કાર (GJ 05 RI 7617)માં બે ઇસમો મોટી ડિલિવરી માટે આવવાના છે.
• પોલીસે બાતમીને આધારે આવતી ગાડીને રોકી તપાસ શરૂ કરતા અંદરથી 1.33 કિલો હાઈ-ગ્રેડ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
• પોલીસે સુલેમાન ઇસ્માઈલ ભામજી (ઉ.વ. 30, નવસારી) અને શુભમ મહેશભાઈ સુમરા (ઉ.વ. 28, સુરત) નામના બે આરોપીઓને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા.
• જ્યારે આરોપીઓને રોકી તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ગાંજાની ગંધ એટલી તીવ્ર હતી કે 10 મીટર સુધી ફેલાઈ ગઈ હતી.
• સુલેમાન આ પહેલા પણ હાઈબ્રીડ ગાંજાની ડિલિવરી આપી ચુક્યો છે.
• તે સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો અને ભારત પાછા ફર્યા બાદ થાઈલેન્ડ કનેક્શન દ્વારા ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો હતો.
• જ્યારે અન્ય આરોપી શુભમ Snapchat પર ડ્રગ પેડલર યશ રાઠોડ સાથે સતત સંપર્કમાં હતો.
• બંને આરોપીઓ સુરતમાં ગાંજો સપ્લાય કરી 45 હજાર કમિશન લેવાના હતા.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
👍
1