સમાચાર સૂત્ર
March 1, 2025 at 04:36 AM
*Right To Education* • ભારત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨પ ટકા મુજબ વિનામૂલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. • વર્ષ : ૨૦૨૫-૨૬ માટે આર.ટી.ઇ.એકટ હેઠળ ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૧૨ માર્ચ-૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. • વર્ષ : ૨૦૨૫-૨૬ માં બનાસકાંઠા જિલ્લામાં આર.ટી.ઇ. એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. • www.rte.orpgujarat.com વેબસાઇટ ઉપર ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૫ થી ૧૨ માર્ચ-૨૦૨૫ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. જિલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ અપાશે. • વિધાર્થીઓનો આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની રહેશે. • જિલ્લાની ખાનગી શાળાઓમાં ધો.૧ના વર્ગોમાં વિધાર્થીઓની ક્ષમતાના ૨પ ટકા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. • ફોર્મ ભરવા સબંધિત જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. • આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે ચાલુ દિવસોમાં કચેરી સમયે સર્વ શિક્ષા અભિયાનની કચેરી, સેવા સદન-ર ખાતે કંટ્રોલ રૂમ ચાલુ કરેલ છે. • જેનો હેલ્પલાઇન નંબર : ૦૨૭૪૨-૨૫૯૬૬૮ ઉપર અરજદારને ફોર્મ ભરવા અંગે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો કચેરી સમય દરમિયાન તથા રૂબરૂ સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments