
સાહિત્યની પાઠશાળા 🎯
February 21, 2025 at 03:14 AM
ગુજરાતી ભાષા પર જોખમ તોળાઈ રહ્યું છે તે સમયે આવી અદ્ભુત કવિતા ખરેખર મનને ટાઢક આપે છે.
બોલતા શીખ્યો પ્રથમ શબ્દ *મા*,
કદમ માંડ્યા ધરા પર ને થયું *પા*.
ચાલતા પડ્યો ને કેવો થયો *ઘા*,
ભૂખ લાગ્યાં વિના મા કહે *ખા*.
બા કહે, જેવું આવડે એવું *ગા*,
કોક પૂછે ચોકલેટ ખાવી હું કહું *હા*.
હું નાનું બાળક જાજુ તો શું બોલું?
બસ એક અક્ષરમાં સમજી *જા*.
ગુર્જરી ગુજરાતી શણગાર *થા*,
એવી મારી માતૃભાષા મારી *મા*.
-જાગૃતિ ડી. વ્યાસ
❤️
👍
😒
😢
🥹
20