
સાહિત્યની પાઠશાળા 🎯
1.1K subscribers
About સાહિત્યની પાઠશાળા 🎯
-ગુજરાતી છો ?? હા ! તો ,ચાલો ગુજરાતી સાહિત્યકારો સાથે એક નવી સફર 😍 INSTAGRAM CHANNEL https://ig.me/j/AbbDTV09EGm7zfHr/ YOUTUBE CHANNEL https://youtube.com/@sahitya_pathshala?si=dBaoiTgdbiXM7R4i
Similar Channels
Swipe to see more
Posts

*તમને ખબર છે..?* રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં ને શહેરનાં મકાનોને ખબર પડી *આજે વસંતપંચમી છે.* આસ્ફાલ્ટની કાળી સડકો ભીતરથી સહેજ સળવળી પણ કૂંપળ ફૂટી નહીં. ત્રાંસી ખુલેલી બારીને બંધ કરી કાચની આરપાર કશું દેખાતું નહોંતું. ફ્લાવર વાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ: *તમને ખબર છે, આજે વસંતપંચમી છે?* - *સુરેશ દલાલ*

તો...... આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે *કલાનિધિ* નિરવધિક પ્રકાશિત દ્વિમાસિક E-Magazine અંક ૦૧ - 'કલાનિધિ' દર બીજા મહિનાના પ્રથમ રવિવારે આપના હાથમાં આવી જશે. આ E-Magazine કલારસિકો તથા આપના મિત્રો સુધી વહેલી તકે પહોંચે, એની જવાબદારી હવે આપ સૌની છે. આપ સૌના સાથ અને સહકાર થકી નિરવધિક આ સ્થાન પર પહોંચ્યું છે અને આવા નવા નવા વિચારને અમલમાં મૂકી શકે છે. આશા રાખીએ કે 'કલાનિધિ'ને પણ ભરપૂર પ્રેમ મળે. https://drive.google.com/file/d/1glFcNYdnOifZgkZZU0EfJRphOOXefRi4/view?usp=sharing

દિન : દિવસ દીન : ગરીબ જોડણીથી થતો અર્થભેદ ----------------- મુફલિસ : ગરીબ, કંગાળ મુફલીસ : પાટનગર સિવાયનો પ્રદેશ પિન : ટાંકણી પીન : પુષ્ટ કોટિ : કરોડ કોટી : આલિંગન ચિત : જ્ઞાન, ચેતના ચીત : પીઠ પર પડેલું જિત : જીતનારું જીત : વિજય

દબડકો એટલે શું ? 😂 સવાલ એકજ ન્યુઝ ચેનલોમાં અને વર્તમાનપત્રોમાં ગુજરાતીની અસ્મિતાનાં દર્શન ક્યારે થશે ?🥲

https://youtu.be/vHVkjSh-YFs?si=mSVts-a-9Z6XcXoN

ગુજરાતી ભાષા પર જોખમ તોળાઈ રહ્યું છે તે સમયે આવી અદ્ભુત કવિતા ખરેખર મનને ટાઢક આપે છે. બોલતા શીખ્યો પ્રથમ શબ્દ *મા*, કદમ માંડ્યા ધરા પર ને થયું *પા*. ચાલતા પડ્યો ને કેવો થયો *ઘા*, ભૂખ લાગ્યાં વિના મા કહે *ખા*. બા કહે, જેવું આવડે એવું *ગા*, કોક પૂછે ચોકલેટ ખાવી હું કહું *હા*. હું નાનું બાળક જાજુ તો શું બોલું? બસ એક અક્ષરમાં સમજી *જા*. ગુર્જરી ગુજરાતી શણગાર *થા*, એવી મારી માતૃભાષા મારી *મા*. -જાગૃતિ ડી. વ્યાસ

આજની સ્થિતિની કલ્પના જ્યોતીન્દ્રભાઈએ આજથી સિત્તેર વરસ અગાઉ કરેલી! *** લેખકોને તંત્રીઓ રોગ, દેવુંને ચક્રવૃદ્ધિ વ્યાજની ગતિએ વૃદ્ધિ પામતા જાય છે.ને વાચકો આયુષ્ય, શાંતિને સુખની પેઠે દિવસે દિવસે ઓછા થતા જાય છે. એક વખત એવો પણ આવશે કે વાચક કોઈ હશે જ નહિ, પણ લેખકને તંત્રી એ બે જ વિભાગ પત્રકાર જગતમાં રહેશે. ‘કમ્પોઝીટરો’ પણ કમ્પોઝ કરતાં કરતાં લેખો લખતા થઈ જશે. અને અંતે દરેક લેખક પોતે જ પોતાનું માસિક, અઠવાડિક અથવા દૈનિક કાઢી પોતે જ તંત્રી, વ્યવસ્થાપક, લેખક ને વાચક બનશે! ~ જ્યોતીન્દ્ર દવે (‘રેતીની રોટલી’માંથી)

આજે મહાશિવરાત્રીના દિવસે ચાલો જાણીએ કે શિવ અને શંકર વચ્ચે તાર્કિક ભેદ રહેલો છે. બંને અલગ અલગ છે. શિવ - શંકર ------------- આમ તો શિવ અને શંકર એક જ પરમાત્મા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ બન્ને એક જ પરમાત્માનાં નિરાકાર અને સાકાર એમ બે ભિન્ન સ્વરૂપ હોવાનું મનાય છે. - શિવઃ- શિવની ઉત્પત્તિ પ્રકાશના કિરણ સ્વરૂપે થઈ હોવાનું મનાય છે. આમ, ભગવાન શિવ નિરાકાર પરમાત્મા છે. શિવનો કોઈ નિશ્ચિત સ્થાન પર વાસ નથી. તેમનો કોઈ આકાર, રૂપ કે રંગ નથી. નિરાકાર શિવને શિવલિંગના રૂપમાં પૂજવામાં આવે છે. - શંકરઃ શિવના સાકાર સ્વરૂપને જ શંકર ભગવાન તરીકે પૂજવામાં આવે છે. વિશાળ જટા, જટામાં ગંગા, ભાલ પર બીજનો ચંદ્ર, કપૂર જેવો દેહ, યોગીની મુદ્રામાં અર્ધ બીડેલ આંખો, ગળામાં નાગ, શરીરે ભસ્મ, કપાળની મધ્યે ત્રીજું નેત્ર, ડમરુ, ત્રિશૂળ અને પિનાક ધનુષ્ય ધારણ કરનાર શિવનું સાકાર સ્વરૂપ એટલે જ ભગવાન શંકર. - આમ, શિવ પ્રકાશના કિરણના રૂપમાં છે અને હવે આપણે શિવલિંગના રૂપમાં તેમની પૂજા કરીએ છીએ, જ્યારે શંકર એ શિવનું ભૌતિક સ્વરૂપ છે. મહાશિવરાત્રિની શુભકામનાઓ 🙌

*જોડણી જુદી તો અર્થ જુદો :* ------------------------------------ (૧) અકસ્માત્ - અચાનક અકસ્માત - અણધારી ઘટના (૨) અહિ - સાપ અહીં - આ સ્થળે (૩) અંતરાઈ - અંતર, છેટું અંતરાય - અડચણ, વિઘ્ન (૪) ઉરુ - વિશાળ, મોટું ઊરુ - જાંઘ (૫) ક્ષુધા - ભૂખ સુધા - અમૃત