
સાહિત્યની પાઠશાળા 🎯
February 26, 2025 at 03:18 AM
આજે મહાશિવરાત્રીના દિવસે ચાલો જાણીએ કે શિવ અને શંકર વચ્ચે તાર્કિક ભેદ રહેલો છે. બંને અલગ અલગ છે.
શિવ - શંકર
-------------
આમ તો શિવ અને શંકર એક જ પરમાત્મા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ બન્ને એક જ પરમાત્માનાં નિરાકાર અને સાકાર એમ બે ભિન્ન સ્વરૂપ હોવાનું મનાય છે.
- શિવઃ- શિવની ઉત્પત્તિ પ્રકાશના કિરણ સ્વરૂપે થઈ હોવાનું મનાય છે. આમ, ભગવાન શિવ નિરાકાર પરમાત્મા છે. શિવનો કોઈ નિશ્ચિત સ્થાન પર વાસ નથી. તેમનો કોઈ આકાર, રૂપ કે રંગ નથી.
નિરાકાર શિવને શિવલિંગના રૂપમાં પૂજવામાં આવે છે.
- શંકરઃ શિવના સાકાર સ્વરૂપને જ શંકર ભગવાન તરીકે પૂજવામાં આવે છે. વિશાળ જટા, જટામાં ગંગા, ભાલ પર બીજનો ચંદ્ર, કપૂર જેવો દેહ, યોગીની મુદ્રામાં અર્ધ બીડેલ આંખો, ગળામાં નાગ, શરીરે ભસ્મ, કપાળની મધ્યે ત્રીજું નેત્ર, ડમરુ, ત્રિશૂળ અને પિનાક ધનુષ્ય ધારણ કરનાર શિવનું સાકાર સ્વરૂપ એટલે જ ભગવાન શંકર.
- આમ, શિવ પ્રકાશના કિરણના રૂપમાં છે અને હવે આપણે શિવલિંગના રૂપમાં તેમની પૂજા કરીએ છીએ, જ્યારે શંકર એ શિવનું ભૌતિક સ્વરૂપ છે.
મહાશિવરાત્રિની શુભકામનાઓ 🙌
🙏
❤️
👍
12