Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
February 11, 2025 at 02:55 PM
*ક્રાંતિવીર તિલકા માંઝી* જન્મદિવસ : ૧૧ ફેબ્રુઆરી ૧૭૫૦ ☀️ બિહારના જંગલોમાંના વનવાસી *સંથાલ* જાતિમાંથી આવનાર શૂરવીર. ☀️પહાડી ભાષામાં *તિલકા* એટલે... ●ગુસ્સાવાળો, ●લાલ આંખોવાળો વ્યક્તિ. ☀️તિલકા માંઝી ગ્રામપ્રધાન હતા. પહાડી સમુદાયમાં *ગ્રામપ્રધાનને માંઝી* કહી બોલાવવામાં આવે છે. ☀️તિલકા માંઝીએ જ્યારે ગામમાં ભીષણ દુકાળ પડ્યો તો અંગ્રેજોનો ખજાનો લૂંટી ગરીબોમાં વહેંચી દીધો હતો. ☀️અંગ્રેજોને લલકારતાં તેમણે કહ્યું હતું કે, *'આ ભૂમિ ધરતી માતા છે, અમારી માતા છે, એના પર અમે કોઈને કર(ટેક્સ) નહીં આપીએ.'* ☀️અંગ્રેજ શાસનની બર્બરતા અને જઘન્ય કૃત્ય વિરુદ્ધ પહેલી ચિનગારી તેમણે ફૂંકી હતી. ☀️ *ગોરીલા યુદ્ધ* ના સાહસી યોદ્ધા. ☀️ *ભારતીય સ્વતંત્રતા સંગ્રામના તેઓ પહેલા ક્રાંતિકારી* હતા. ☀️વર્ષે ૧૭૮૪માં તીલકા માંઝીએ ભાગલપુરમાં અંગ્રેજ કલેકટર *અગસ્ટસ ક્લીવલૈંડ* ને તીર મારી મારી નાંખ્યો હતો. આ ઘટનાથી બ્રિટિશ સરકાર હલી ગઈ હતી. તિલકા માંઝીએ અંગ્રેજી સત્તાને મોટો પડકાર આપ્યો હતો. અંગ્રેજોએ ષડયંત્ર અને કૂટનીતિથી તિલકા માંઝીને પકડી લીધા હતા અને ૧૩ જાન્યુઆરી ૧૭૮૫માં ધરતીના આ પુત્રને *વડના ઝાડ પર લટકાવી ફાંસી* આપી હતી. ☀️ક્રાંતિકારી તિલકા માંઝીના નામ પર ભાગલપુરમાં *તિલકા માંઝી ભાગલપુર વિશ્વવિદ્યાલય* આવેલી છે.

Comments