Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
February 12, 2025 at 12:58 AM
*સ્વામી દયાનંદ સરસ્વતીજી* જન્મ દિવસ : ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ⭐ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટ કર્યું કે વેદોમાં જાતિગત ભેદભાવને કોઈ સ્થાન નથી.માટે હું એવા કોઈ ભેદભાવને માનતો નથી .આપણે સૌ આર્ય છીએ તથા બધાને જનોઈ ધારણ કરવી જોઈએ. ⭐ તેઓશ્રીએ જાહેર કર્યું કે યજ્ઞ કરવાનો અધિકાર સૌને છે. તેમણે પછાત-અસ્પૃશ્ય વર્ગમાંથી હજારો એવા લોકો ઉભા કર્યા કે જે યજ્ઞ કરાવે છે. ⭐ તેઓશ્રી પહેલા વ્યક્તિ હતા કે જેમને સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું, કોઈ પણ ગમે તેટલું કહે તો પણ સ્વદેશી રાજ્ય જ સર્વોપરી છે. ⭐ તેઓશ્રીએ વર્ષ ૧૮૭૪માં સત્યાર્થપ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. જેમાં તેમણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના અનેક સિદ્ધાંતોનું ખંડન કર્યું અને સનાતન હિંદુ ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી. ⭐ જે સમયે ધર્મ છોડનારાઓને પાછા લાવવા એવો કોઈ સિદ્ધાંત કે માર્ગ નહોતો એવા સમયે તેઓશ્રીએ નવો ચીલો પાડી શુદ્ધિકરણના માર્ગે વટલાઈ ગયેલ હિન્દુઓને સ્વધર્મમાં પરત ફરવાનો રસ્તો ખોલ્યો.

Comments