
गो संवाद
February 17, 2025 at 02:00 AM
*#વૈદિકહોળી૨૦૨૫ #મુલ્યવર્ધન #ગોસેવા #ગો_વિજ્ઞાન #સ્વરોજગારી #સ્વાવલંબન #ગો_અર્થતંત્ર #પર્યાવરણરક્ષા #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત* 🔥🔥
*ગઈકાલે વડોદરા મહાનગરમા કારેલીબાગ ગરબા ગ્રાઉન્ડ, અંબાલાલ પાર્ક ખાતે બહેનો માટેનો એક વિશાળ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા પધારેલા બહેનોમા વૈદિક હોળીની જાગૃતિ આવે તે હેતુથી કૃતિબેન જોષી (સ્વયંસેવીકા સમીતી) દ્વારા એક સ્ટોલ લગાવવામા આવેલ જેમા વૈદિક હોળીનુ એક નમુનો પણ પ્રદર્શિત કરવામા આવેલો. સ્ટોલ ની આસપાસ વિષયની જાગૃતિ માટે ના ઉપયોગી બેનરોએ પણ બધાનુ ધ્યાન આકર્ષીત કરેલું, બહેનોએ રસપુર્વક વૈદિક હોળી આયોજન અંગેની માહિતી મેળવી અને પોતાની સોસાયટીમા ચાલુ વર્ષે વૈદિક હોળી આયોજન કરવાની તૈયારી બતાવી. આજ સ્ટોલ પર જશોદા ગીર ગૌશાળાના સિધ્ધિબેન પટેલ દ્વારા "શ્રી સુરભી પંચગવ્ય વિતરણ કેન્દ્ર"ના વિવિધ ગૃહ ઉપયોગી ઉત્પાદનો પણ પ્રચાર પ્રસાર કમ વેચાણ હેતુથી મુકવામા આવેલા. ઉપસ્થિત બહેનોએ સ્થાનિક ગૌશાળા મા બનેલ આ ઉત્પાદન પણ મોટા પ્રમાણમા ખરીદ્યા.*
*"મારી હોળી વૈદિક હોળી - મારુ શહેર પ્રદુષણમુક્ત શહેર"* ✊🏻✊🏻✊🏻
*#એક_પગલું_ગાય_આધારિત_જીવનપદ્ધતિ_તરફ*
*🕉 ।। વંદે ગૌ માતરમ ।। 🕉*