गो संवाद
February 26, 2025 at 03:46 AM
*#પંચગવ્ય #દહીં #ગો_વિજ્ઞાન #ગો_સંસ્કૃતિ #ગો_સંસ્કાર #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત*
*દહીં ખાંડ શા માટે શુભ ?*
*જ્યોતિષશાસ્ત્રમાં દહીંનો સંબંધ ચંદ્ર સાથે અને ખાંડનો સંબંધ શુક્ર સાથે છે. ચંદ્ર મન અને લાગણીઓને નિયંત્રણમાં રાખે છે અને શુક્ર સૌભાગ્ય સુખ અને પ્રેમ વધારે છે. માન્યતા છે કે શાંત મનથી જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. તેથી જ દહીં ખાવાથી ચંદ્રનો સકારાત્મક પ્રભાવ કામને પૂરું કરવામાં મદદ કરે છે. ખાંડ સૌભાગ્ય વધારે છે અને બાધાઓ દૂર કરે છે.*
*દહીં-ખાંડ અને સફળતાનું વૈજ્ઞાનિક કારણ*
*વૈજ્ઞાનિક કારણ એવું છે કે દહીં અને ખાંડનો ખાટો મીઠો સ્વાદ મનને પ્રસન્ન કરે છે અને તેના કારણે આત્મવિશ્વાસ પણ વધે છે.. દહીં અને ખાંડ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે જેના કારણે મગજ અને મનોભાવ સક્રિય થઈ જાય છે. જેના કારણે કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.*
*ખાંડ અને દહીં ખાવાનું ધાર્મિક મહત્વ*
*હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવી માતા લક્ષ્મીને ભોગ તરીકે દહીં અને ખાંડ અર્પણ કરવાની પણ પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરેથી કોઈ સારું કામ કરવા નીકળતા હોય ત્યારે દહીં અને ખાંડ ખાવાથી ગણેશજી અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને કામ સારી રીતે પાર પડે છે.*
*#એક_પગલુ_ગાય_આધારિત_જીવનપધ્ધતિ_તરફ*
*🕉️ II गावो विश्वस्य मातर: II 🕉️*