Mukesh Dalal
Mukesh Dalal
February 20, 2025 at 11:22 AM
ગુજરાતના વિકાસ માટે એક ઐતિહાસિક પગથિયું! કર્તવ્યકાળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના માર્ગદર્શન હેઠળ 'વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. 3,70,250 કરોડના અત્યાર સુધીના સૌથી મોટા બજેટની રજૂઆત કરવામાં આવી છે. આ સર્વગ્રાહી, સર્વહિતકારી અને સર્વસ્પર્શી બજેટ દરેક વર્ગના લોકોને વિકાસ સાથે જોડીને સમૃદ્ધ ગુજરાતની દિશામાં મજબૂત પગલા ભરી દેશે. આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને પ્રાધાન્ય આપીને ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓએ લઈ જશે તેમજ કૃષિ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવા રોકાણ માટે આ બજેટ રાજ્યના ભાવિ વિકાસ માટે મજબૂત પાયો પુરુ કરશે. માન. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જીનો આ ઐતિહાસિક બજેટ માટે હૃદયથી આભાર. #gujaratbudget2025 #viksitgujarat #gujaratgovt #mp24suratloksabha #mukeshdalal4u

Comments