Mukesh Dalal
Mukesh Dalal
February 26, 2025 at 05:29 PM
"સશક્ત નારી – આત્મનિર્ભર ભારત" "ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન" દ્વારા નારી ઉન્નતી મહિલા મંડળ દ્વારા 30 દિવસની જ્વેલરી ડિઝાઇનિંગ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 બહેનોને સ્વાવલંબન તરફ આગળ વધવા માટે મજબૂત આધાર આપવામાં આવ્યો. ટ્રેનિંગ દરમિયાન બહેનોને ટૂલકિટ, જ્વેલરી ટ્રે, મેટલ મટીરીયલ, જ્વેલરી બોક્સ અને થિયરી મટીરીયલ વિતરણ કરી તાલીમના શુભારંભ પ્રસંગે સહભાગી થઈ માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે બહેનોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ઉદ્યોગ જગતમાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. #mp24suratloksabha #mukeshdalal4u

Comments