Gujarat Farmer Registry (Official)
                                
                            
                            
                    
                                
                                
                                May 17, 2025 at 06:30 AM
                               
                            
                        
                            📢📢📢
ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા "કૃષિ પ્રગતિ" એપ Google Play Store પર ઉપલબ્ધ છે, જેના દ્વારા ખેડૂતો વ્યક્તિગત કૃષિ સલાહ મેળવી શકશે. મોબાઈલ એપ તેમજ SMS મારફતે ખેડૂતોને કૃષિ સલાહ આપવામાં આવે છે. આ અંતર્ગત વાતાવરણમાં થતાં ફેરફારો, રોગ-જીવાત અંગેની માહિતી, વાવણીથી લઈ કાપણી સુધીની માહિતી, સેટેલાઈટ આધારિત પાકનું સ્વાસ્થય તેમજ જમીનમાં રહેલ ભેજના પ્રમાણ સંબંધિત સલાહ સૂચનો આપવામાં આવે છે. સલાહ સૂચનોનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના દૈનિક ખેતીકાર્યોમાં મદદ કરવાનો છે. તેમ છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા નજીકના કૃષિ નિષ્ણાંતનો મત લઈને સલાહ સૂચનોને અનુસરી શકાય છે.
Follow the *Krushi Pragati* channel on WhatsApp:
 https://whatsapp.com/channel/0029Vb5cHGdEgGfQDaXGOZ3B
🙏🙏🙏
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            😂
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            😢
                                        
                                    
                                        
                                            😮
                                        
                                    
                                    
                                        33