
રાષ્ટ્રીય વિમર્શ
May 15, 2025 at 06:16 PM
*મુરારબાજી દેશપાંડે*
બલિદાન દિવસ :૧૬ મે ૧૬૬૫
🚩 *છત્રપતિ શિવાજી મહારાજ* ના શાસકાળ દરમિયાન પ્રારંભિક મરાઠા સામ્રાજ્યના *પ્રમુખ સેનાપતિ*.
🚩મુરારબાજી દેશપાંડેને યાદ કરીએ એટલે નજર સમક્ષ *પુરંદર કિલ્લો* આવે....કે
● તે એ કિલ્લો કે જેના પર છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર *સંભાજી મહારાજ* નો જન્મ થયો હતો,
● તે એ કિલ્લો કે જે સ્વરાજ્ય માટે આગવું મહત્વ ધરાવતો હતો.
● તે એ કિલ્લો કે જે સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કિલ્લો હતો.
🚩 પુરંદરનો કિલ્લો જીતવા માટે મુગલો ઘણા પ્રયત્ન કરતા હતા.
🚩 મુગલ સેનાપતિ દિલેરખાં પુરંદરના કિલ્લાને પ્રાપ્ત કરવા માટે કિલ્લા પર ચઢાઈ કરે છે. મુગલોની સેના તોપોથી કિલ્લાની દિવાલ તોડે છે.
🚩 પરંતુ, મુગલ સેનાને સામનો કરવો પડે છે...*અપ્રતિમ યોદ્ધા મુરારબાજીનો*.
🚩 મહાપરાક્રમી વીર યોદ્ધા મુરારબાજી હાથોમાં તલવાર લઈ, પોતાના સૈનિકો સાથે, *જય ભવાની - હર હર મહાદેવ*🕺 ના જય ઘોષ સાથે મુગલ સેના ઉપર તૂટી પડે છે.
🚩 મુગલોની સેનાને પીછેહઠ કરવી પડે છે.
🚩 મુરારબાજીના પરાક્રમને જોઈ દિલેરખાન વધુ વેતનની નોકરીની લાલચ આપી મુરારબાજીને પોતાના પક્ષમાં કરવા માંગે છે.
🚩 *સ્વરાજ્ય સમર્પિત* મુરારબાજી તેને ઠોકર મારે છે.
🚩 હિંદવી સ્વરાજ્ય કાજે સમર્પિત આદરણીય મુરારબાજીને શત શત વંદન.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *રાષ્ટ્ર સર્વોપરિ*. આજે જરૂર છે રાષ્ટ્ર વિરોધી દેશોનો આર્થિક બહિષ્કાર. આ છે *રાષ્ટ્રભક્તિ*.
`●ઠોકર મારો વિદેશી વસ્તુઓને.`
*વિવિધ વાતોને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.

🙏
🚩
❤️
👍
🕉
31