રાષ્ટ્રીય વિમર્શ
11.1K subscribers
About રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્ર અને રાષ્ટ્ર સંબંધિત સારી અને સાચી વાતો સૌ જાણીએ અને સાંભળીએ તેમજ સૌની વચ્ચે કરીએ. રાષ્ટ્રની સર્વાંગીણ સુખાકારી માટે સારી વાતોને ફેલાવીએ. સકારાત્મક વાતો-સકારાત્મક માનસ-સશક્ત રાષ્ટ્ર...🙏
Similar Channels
Swipe to see more
Posts
                                    
                                *વંદે માતરમ્* મંત્ર એટલે અંગ્રેજોને ધ્રુજાવી નખનાર તેમજ ભારતીયોમાં ચેતના ઉત્પન્ન કરનાર મંત્ર. વર્ષ ૧૮૯૬થી આ મંત્રનો પ્રભાવ ધીરે ધીરે ફેલાવા લાગ્યો. બંકિમચંદ્ર બાબુની તપસ્યા આ શબ્દોમાં સમાયેલી હતી. રવિન્દ્ર બાબુ જેવા અનેક સંગીતકારોએ પોતાની સાધનાને કેન્દ્રિત કરી તેને સ્વરબદ્ધ કરેલ. શ્રી અરવિંદ જેવા મનીષિઓએ પોતાની પ્રતિભાથી એની વ્યાખ્યા કરી. અનેક વીરોએ પોતાના રક્તથી તેની ભાવનાને સાકાર કરી. તેના કારણે જન-મનમાં રાષ્ટ્રીય ભાવ પ્રખર થઈ ઉઠ્યો. `અંગ્રેજોને બંગભંગનો આદેશ પાછો લેવો પડ્યો.` એટલું જ નહીં તો પોતાની *રાજધાની પણ બદલીને દિલ્હી લઈ જવી પડી.* અંગ્રેજો ઉપર સવાર સત્તાનું ભૂત માનો કે આ મંત્રના પ્રભાવથી હટવા લાગ્યું. 👉🏻👉🏻પરંતુ દિલ્હી જતાં જતાં અંગ્રેજોએ.... #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् 👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૪ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
                                    
                                `બાબાસાહેબ ડૉ.આંબેડકર` લખે છે... *"....જે રીતે રામાનુજાચાર્ય એ જગ્યાએ જગ્યાએ અછૂતો માટે દેવાલય ખોલ્યા. એવી જ રીતે _ચૈતન્ય ગુરુ_ એ જગન્નાથનું મંદિર સૌને માટે ખુલ્લું કર્યું. આજે અનેક વર્ષોથી જગન્નાથના મંદિરમાં સૌ સમાન છે. એમ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે. ખાવા-પીવા તથા સ્પર્શને લઈને ત્યાં કોઈ જાતિ વિશેષને દૂર રાખવામાં આવતા નથી. ત્યાં અસ્પૃશ્યતાની પ્રથા નથી. અછૂત અને બધી જ જાતિના લોકોને જગન્નાથ પાસે જવાની અનુમતિ છે. ..."* #રાષ્ટ્રીય_વિમર્શ .. `ભગવાનને તો સૌ સમાન છે,` `મનુષ્ય શા માટે ભેદ રાખે❓` ગામનું શ્રદ્ધાકેન્દ્ર મંદિરને ગણવું, ભેગા મળી ગામનું ભલું કરવું, નાત-જાત ભૂલીને ભેગા ભળવું રે.. સમરસતાનું કામ બધે કરવું છે. *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
                                    
                                *શ્રી ચૈતન્ય મહાપ્રભુજી* પુણ્યતિથિ : ૧૪ જૂન ૧૫૩૪ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી કહે છે... 🟠 હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી અને હું બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી પણ નથી. હું તો ગોપીજન વલ્લભ, ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળના દાસનો પણ દાસાનુદાસ છું. તેઓ અમૃતના મહાસાગર જેવા છે અને અખિલ વિશ્વવ્યાપી પરમ આનંદના કારણ છે. તેમનું અસ્તિત્વ સદા તેજોમય રહે છે. 🟠 જે ભજે છે તે જ મોટો છે, જે ભક્ત નથી એ તૃચ્છ છે. કૃષ્ણના ભજનમાં જાતિ કુળનો કોઈ વિચાર નથી. 🟠 જે મનુષ્ય કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત હોય તે ભલે ગમે તે જાતિનો કેમ ન હોય, તે જ વાસ્તવિક સદગુરુ છે. *હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે* *હરે રામ હરે રામ રામ રામ હરે હરે* આ મહામંત્ર આપનાર પ.પૂ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને શત શત વંદન. [સંદર્ભ: શ્રી ચૈતન્ય-ચરિતામૃત, દલિત-દેવો ભવ-દ્વિતીય ભાગ, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે] #રાષ્ટ્રીય_વિમર્શ *રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
                                    
                                `શાળાના શિક્ષક એવા સૂર્યસેન ઉપાખ્ય માસ્ટરદા` *ચિટગાંવ શસ્ત્રાગાર પરના હુમલા* માં અગ્રણી હતા. આ ઘટનામાં તેમની ધરપકડ કરવામાં આવી. એમનાથી ખૂબ જ ડરતી સરકારે સતર્કતા રાખી એમને અતિ ગુપ્ત સ્થાનમાં પૂરી દીધા કે જેથી તેમનો કોઈ વ્યક્તિ સાથે સંપર્ક ન થાય. માસ્ટરદાને ફાંસીની સજા થઈ. ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૪નો દિવસ ફાંસી માટે નિશ્ચિત થયો. આ દિવસે જલ્લાદ તેમને ફાંસીના માંચડે લઈ જવા આવે છે. લોખંડની બેડીઓમાં બંધાયેલ માસ્ટરદા ગંભીર અવાજમાં ગર્જના કરે છે...*વંદે માતરમ્* આ સુપરિચિત અવાજથી જેલમાં બંધ રાજબંદીઓ સફાળા જાગી ગયા અને માસ્ટરદાની સિંહગર્જનાને ઓળખી જોરદાર પ્રતિસાદ આપતા બધાએ વંદે માતરમ્ નો જયઘોષ કર્યો. સરકાર જેનાથી ડરતી હતી એવું જ થયું. માનસિક સંતુલન ગુમાવેલ અંગ્રેજ જેલ અધિકારીઓ માસ્ટરદા પર તૂટી પડે છે. બેહોશ થાય ત્યાં સુધી મારે છે. `બેહોશ થયા ત્યાં સુધી માસ્ટરદા વંદે માતરમ્ બોલતા રહ્યા.` માસ્ટરદાને ક્રૂર અંગ્રેજ અધિકારીઓ `બેહોશ અવસ્થામાં જ ફાંસીના માંચડે ચડાવી દે છે.` જેલમાં બંધ ક્રાંતિકારી સાથીઓએ તેમને વંદે માતરમ્ ની ઘોષણા થકી અંતિમ વિદાય આપી, શ્રદ્ધાંજલિ અર્પી. #રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम् 👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૩ જુઓ.* જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક... *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
                                    
                                *ગણેશ દામોદર સાવરકર* જન્મ : ૧૩ જૂન ૧૮૮૯ ● વતન - ભગૂર,નાસિક,મહારાષ્ટ્ર ● વીર વિનાયક દામોદર સાવરકરના તેવોશ્રી મોટાભાઈ. ● વિનાયક દામોદર ઉચ્ચ અભ્યાસાર્થે લંડન જતાં, તેમના દ્વારા ચાલતી ક્રાંતિકારી સંસ્થા *મિત્રમેળા* ની જવાબદારી ગણેશ પર આવી. ● મિત્રમેળા સમય જતાં પ્રસિદ્ધ *અભિનવ ભારત* માં પરિણમી. ● આ સંસ્થા અંગ્રેજોને કણાની જેમ ખૂંચતી હતી કેમકે તેમાંથી રાષ્ટ્ર માટે જીવન ન્યોચ્છાવર કરનાર યુવાનો નિર્માણ થતા હતા. ● ગણેશ સાવરકરની રાષ્ટ્રત્વ યુક્ત એક કવિતા મરાઠા દૈનિકમાં પ્રસિદ્ધ થાય છે. ● આ કવિતા *બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ભાવના* ભડકાવે છે, તેવા આરોપ હેઠળ કલેકટર જૈક્શને તેમને *આજીવન કાળાપાણીની સજા* આપી. ● કાળાપાણીની સજા અંતર્ગત રોજ તેમને ઘાણીએ જોતરાઈ ૩૦ પાઉન્ડ તેલ કાઢવું પડતું હતું, જો તે પૂર્ણ ન થાય તો ૧૫ ચાબુકના ફટકા ખાવા પડતા. આવી અનેક યાતનાઓ તેમને સહન કરી. ● જેલમાં તેઓ કવિતાઓ પણ લખતા રહ્યા. ● બે વર્ષ બાદ વિનાયક સાવરકર પણ આ જ જેલમાં આજીવન કાળાપાણીની સજા ભોગવવા આવે છે. તેમની કોટડી ગણેશની કોટડી પાસે હોવા છતાં કેટલાય દિવસો સુધી બંને ભાઈઓને એકબીજાની ખબર સુદ્ધાં પડતી નથી. ● ચૌદ વર્ષ અંદામાન જેલમાં યાતનાઓ ભોગવતાં ગણેશ સાવરકરની તબિયત કથળે છે, મોત નજીક દેખાય છે. ● આ વાતની જાણ દેશવાસીઓને થતાં અંગ્રેજો વિરુદ્ધ મોટું આંદોલન નિર્માણ થાય છે. ● ગણેશ સાવરકર બચે તેમ નથી એવું લાગતાં સરકાર તેમને મુક્ત કરે છે. ● નાનાભાઈ ડૉ. નારાયણ સાવરકરની અથક સેવાશૂશ્રુષાથી ગણેશ સાવરકર મૃત્યુના મુખમાંથી પરત ફરે છે. ● સ્વાધીન ભારત થાય તેના એક વર્ષ પહેલાં જ ૧૬ જૂન ૧૯૪૬ના રોજ તેઓશ્રીનું નિધન થતાં માતૃભૂમિને સ્વતંત્ર જોવાની તેમની ઈચ્છા અધૂરી રહી. 🟠 દેશ માટે સમર્પિત શ્રી ગણેશ સાવરકરજીના જન્મદિવસે સૌને હાર્દિક અભિવાદન.🙏 આમ, અનેક ક્રાંતિવીરોના સમર્પણથી દેશ સ્વાધીન થયો. #રાષ્ટ્રીય_વિમર્શ *ક્રાંતિવીરના જીવનને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
                                    
                                *ટ્રેડ વોર* 🇮🇳ભારત સરકાર વૈશ્વિક કુટનીતિને આધારે દેશહિત નિર્ણય કરશે. 🇮🇳આપણે સૌ ભારતવાસીઓ સ્વદેશી નીતિ અપનાવીએ. 🌍વિશ્વના બધા દેશો પોતાનું હિત જોતા હોય છે. 🌞 `આપણે કેમ આપણું હિત ન જોઈએ?` ●વિશ્વના દેશોએ અનેક વાર વિશ્વાસઘાત કર્યો છે. ●ક્રાયોજનિક એન્જિન ટેકનોલોજી આપવાનું વચન આપેલ પણ વચનથી ફરી ગયા. 🇮🇳ભારતનો `'સ્વ'` જાગૃત થયો અને ભારતીય વૈજ્ઞાનિકોએ *ક્રાયોજનીક એન્જિન* નિર્માણ કરી દીધું. દિલ્હી આઈ.આઈ.ટી એ *પરમ-સુપર કોમ્પ્યુટર* બનાવી દીધું. આજે ભારત પાસેથી વિશ્વના અનેક દેશો *બ્રહ્મોસ મિસાઈલ*🚀 માંગી રહ્યા છે. ભારત આગળ વધી રહ્યું છે. હા, જે ટેકનોલોજી જે કારણોસર આપણી પાસે નથી તે વિકસિત કરીએ ત્યાં સુધી વિવેક સમજદારી મુજબ વિદેશી ટેકનોલોજી પર મર્યાદિત નિર્ભર રહેવું તે બરાબર છે. `ચેલેન્જને અવસર બનાવો.` પણ શું રમકડાં, સફરજન, ચોકલેટ, માર્બલ, કપડાં, ચશ્માં, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ઘર વપરાશની નાની-મોટી વસ્તુઓ વગેરે *વિદેશની ખરીદી પોતાનું કંઈક અલગ સ્ટેટસ બતાવવું તે શું સ્વાભિમાન છે❓તે શું રાષ્ટ્ર ભક્તિ છે❓️* `રાષ્ટ્રનું સ્ટેટસ વધારીએ.` આવશ્યકતા છે ભારતનું વાપરીએ, ભારતને આર્થિક સદ્ધર કરીએ, ભારતનો જય જયકાર કરીએ. `સમજો...પ્લીઝ સમજો`....*ટ્રેડ વોર* માં એક એક નાગરિક મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. `આપણો સંકલ્પ હો...સ્વદેશીના શસ્ત્રના માધ્યમથી ભારતને સ્વાભિમાન સાથે, આત્મગૌરવ સાથે, આત્મનિર્ભરતા સાથે સ્વમાનભેર આગળ વધારીશું.` #રાષ્ટ્રીય_વિમર્શ .. *વિદેશી વસ્તુઓનો ત્યાગ, આપણા ભારતનો હો જય જયકાર.🇮🇳* *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
                                
                                    
                                *શું વિદેશી વસ્તુ વગર ન ચાલે?* દેશના સ્વાભિમાન સુરક્ષા પર કોઈ દેશ પ્રહાર કરે તો શું તે પ્રહાર કરનાર દેશની વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય છે❓ એક જાણકારી મુજબ.... અમેરિકા પ્રમુખે iPhone બનાવતી કંપની કે જે ભારતમાં iPhone બનાવવાની હતી તેને ભારતમાં તે નિર્માણ ન કરવાની સલાહ આપે છે. જુઓ...જુઓ...👉🏻👉🏻 *દરેક દેશ પોતાનો સ્વાર્થ દેખે છે.* `આપણો દેશ આપણો ભગવાન છે.` વિવિધ સમર્પણ દ્વારા તેની પૂજા કરીએ. સૌને નમ્ર નિવેદન...કૃપયા સ્વદેશી અપનાવો. `ભારત એક મોટું માર્કેટ છે, આપણા સિવાય બીજા દેશોને નહી ચાલે. આપણે સંગઠિત બની, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીએ. પછી જુઓ કોઈ ભારત સામે વક્રદૃષ્ટિ નહી કરે.` પરમાણુ પરીક્ષણ પોખરણ-૨ વખતે આવો જ ઝટકો આપણે સૌ ભારતવાસીઓએ આપ્યો છે. #રાષ્ટ્રીય_વિમર્શ .. *આપણે ભારત🇮🇳 માટે કટિબદ્ધ થઈએ.* *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
                                
                                    
                                રાષ્ટ્રહિતેચ્છુ ભાઈઓ-બહેનો, સાદર પ્રણામ. રાષ્ટ્રહિતના સંદેશ વાયરલ કરવામાં પાછળ ન રહેતા. 🇮🇳
                                    
                                *મુરારબાજી દેશપાંડે* બલિદાન દિવસ :૧૬ મે ૧૬૬૫ 🚩 *છત્રપતિ શિવાજી મહારાજ* ના શાસકાળ દરમિયાન પ્રારંભિક મરાઠા સામ્રાજ્યના *પ્રમુખ સેનાપતિ*. 🚩મુરારબાજી દેશપાંડેને યાદ કરીએ એટલે નજર સમક્ષ *પુરંદર કિલ્લો* આવે....કે ● તે એ કિલ્લો કે જેના પર છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર *સંભાજી મહારાજ* નો જન્મ થયો હતો, ● તે એ કિલ્લો કે જે સ્વરાજ્ય માટે આગવું મહત્વ ધરાવતો હતો. ● તે એ કિલ્લો કે જે સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કિલ્લો હતો. 🚩 પુરંદરનો કિલ્લો જીતવા માટે મુગલો ઘણા પ્રયત્ન કરતા હતા. 🚩 મુગલ સેનાપતિ દિલેરખાં પુરંદરના કિલ્લાને પ્રાપ્ત કરવા માટે કિલ્લા પર ચઢાઈ કરે છે. મુગલોની સેના તોપોથી કિલ્લાની દિવાલ તોડે છે. 🚩 પરંતુ, મુગલ સેનાને સામનો કરવો પડે છે...*અપ્રતિમ યોદ્ધા મુરારબાજીનો*. 🚩 મહાપરાક્રમી વીર યોદ્ધા મુરારબાજી હાથોમાં તલવાર લઈ, પોતાના સૈનિકો સાથે, *જય ભવાની - હર હર મહાદેવ*🕺 ના જય ઘોષ સાથે મુગલ સેના ઉપર તૂટી પડે છે. 🚩 મુગલોની સેનાને પીછેહઠ કરવી પડે છે. 🚩 મુરારબાજીના પરાક્રમને જોઈ દિલેરખાન વધુ વેતનની નોકરીની લાલચ આપી મુરારબાજીને પોતાના પક્ષમાં કરવા માંગે છે. 🚩 *સ્વરાજ્ય સમર્પિત* મુરારબાજી તેને ઠોકર મારે છે. 🚩 હિંદવી સ્વરાજ્ય કાજે સમર્પિત આદરણીય મુરારબાજીને શત શત વંદન. #રાષ્ટ્રીય_વિમર્શ .. *રાષ્ટ્ર સર્વોપરિ*. આજે જરૂર છે રાષ્ટ્ર વિરોધી દેશોનો આર્થિક બહિષ્કાર. આ છે *રાષ્ટ્રભક્તિ*. `●ઠોકર મારો વિદેશી વસ્તુઓને.` *વિવિધ વાતોને જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.
                                
                                    
                                *કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ* જન્મ : ૧૯ મે ૧૯૧૨ 🔸️જન્મ સ્થળ : ભાવનગર, ગુજરાત. 🔸️સાત વર્ષની નાની ઉંમરે ભાવનગર રાજ્યની ગાદી સંભાળી. 🔸️ *ભાવનગર-ગુજરાતના રાજા.* 🔸️પોતાના રાજ્યમાં *કર સંગ્રહની વ્યવસ્થા સુધાર, ગ્રામ પંચાયતોનું નિર્માણ અને ધારાસભાની રચના* વગેરે કાર્ય તેઓશ્રીએ પોતાના શાસનકાળ દરમિયાન કર્યા હતા 🔸️ *ગૌરીશંકર તળાવ (બોર તળાવ)* નું નિર્માણ તેઓશ્રીએ કરાવેલ. 🔸️સ્વતંત્ર *ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલું રાજ્ય સમર્પિત કરનાર* રાજવી. 🔸️તેઓશ્રી વર્ષ ૧૯૪૮માં મદ્રાસના રાજ્યપાલ બન્યા. #રાષ્ટ્રીય_વિમર્શ .. ભારતની એકતા જ અમારો ઉદ્દેશ્ય. *વિવિધ વાતો જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.