
રાષ્ટ્રીય વિમર્શ
May 16, 2025 at 05:16 AM
*કેવટરાજ (નિષાદરાજ)*
`સૌને કેવટ જયંતીની હાર્દિક અનંત શુભકામનાઓ.`
●શૃંગવેરપુરમાં નિષાદકુળમાં જન્મ
● શ્રીરામના પ્રાણથી પણ પ્રિય મિત્ર.
●જ્યારે તેઓ શ્રીરામને મળવા જંગલમાં આવે છે, ત્યારે શ્રીરામ લક્ષ્મણની સાથે સામા જઈને તેમને મળે છે. શ્રીરામ પોતાની બંને ભુજાઓથી તેમને સારી પેઠે આલિંગન કરી ભેટી પડે છે.
●તેઓ કહે કે 'આ પૃથ્વી પર મને શ્રીરામથી વધીને પ્રિય બીજું કોઈ નથી.'
●ભાગીરથીના તટ પર શ્રીરામ અને લક્ષ્મણના કેશની જટા સ્વયં નિષાદરાજ બનાવી આપે છે.
●શ્રીરામ,સીતાજી અને લક્ષ્મણને સુખરૂપે ગંગાપાર ઉતારનાર.
●જ્યારે રામને પાછા લઈ આવવા માટે મુનિ વસિષ્ઠ અયોધ્યાવાસીઓ સાથે વનમાં જાય છે, ત્યારે કેવટ તેમને દૂરથી જ દંડવત્ પ્રણામ કરે છે. પરંતુ મુનિ વસિષ્ઠ તેમને ઉઠાવીને પ્રેમપૂર્વક હ્રદય સાથે જ ચાંપે છે. કેવટને લક્ષ્મણની અપેક્ષા કરતાં પણ વધુ આનંદ અને પ્રેમ સાથે મળે છે.
ચોપાઈ:
`પ્રેમ પુલકી કેવટ કહી નામૂ। કીન્હ દૂરિ તેં દંડ પ્રનામૂ।`
`રામસખા રિષિ બરબસ ભેંટા, જનુ મહિ લુઠત સનેહ સમેટા।`
`જેહિ લખિ લખનહુ તેં અધિક મિલે મુદિત મુનિરાઈ।`
●ભરત અને કેવટના મેળાપના વખતે ભરત જ્યારે સાંભળે છે કે કેવટ રામના મિત્ર છે તો પોતાના રથમાંથી ઉતરી પડે છે અને નિષાદને દંડવત્ પ્રણામ કરતાં જોઈને તેમને છાતી સરસા ચાંપે છે કે જાણે સ્વયં લક્ષ્મણ સાથે મેળાપ થયો ન હોય.
ચોપાઈ:
`કરત દંડવત દેખિ તેહિ ભરત લીન્હ ઉર લાઈ।`
`મનહું લખન સન ભેંટ ભઈ પ્રેમ ન હ્રદયં સમાઈ।`
🌸
`કોઈ ન્યાત-જાતનો ભેદભાવ નહી,`
`પરસ્પર કરે જોહારુ હ્રદયે લગાવી.`
[[ *જોહારુ શબ્દનો અર્થ પ્રણામ. જય જોહાર* ]]
#રાષ્ટ્રીય_વિમર્શ .. *સનાતન સંસ્કૃતિ સમરસતાની સંસ્કૃતિ*
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

🙏
🕉
❤️
👍
🕉️
23