
રાષ્ટ્રીય વિમર્શ
May 21, 2025 at 05:45 PM
*ભક્ત શ્રી અન્નમાચાર્યલુ*🧘🏽📿
જન્મદિવસ : ૨૨ મે ૧૪૦૮
🔸️જન્મ સ્થળ : તિલ્લપકા(તલપક), કડપ્પા,આંધ્રપ્રદેશ
🔸️નાની ઉંમરમાં તિરુપતિ આવી ગયા અને ત્યાં વસ્યા.
🔸️ભક્તિભાવથી કવિતા લખવાની અને તેને સ્વરબદ્ધ કરવાની વિલક્ષણ ક્ષમતા તેઓશ્રીમાં હતી.
🔸️તેઓશ્રીએ *ભગવાન વિષ્ણુ* ના સ્વરૂપ તિરુપતિ બાલાજી ઉપર ખૂબ જ કીર્તન લખ્યા છે.
🔸️તેઓશ્રી ભગવાનને *બાલાજી, શ્રીનિવાસજી, વ્યંકટેશ સ્વામી*, વગેરે નામે પુકારે છે.
🔸️શ્રી અન્નામાચાર્યલુનું માનવું હતું કે,
*તે વ્યક્તિ 'સુજાતિ'માં જન્મ લીધેલ માનવામાં આવશે કે જેને પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુની ભક્તિને પ્રાધાન્ય આપ્યું હશે.*
🔸️તેઓશ્રીનો સંકલ્પ હતો કે,
*હરિભક્તિનો સંદેશ રાજા અને રંક, પંડિત અને પામર બધા સમાનરૂપથી સાંભળે અને લાભાન્વિત થાય.* તે માટે તેમણે પોતાના સંકિર્તનોને *પંચમવેદ* કહ્યા.
🔸️તેઓશ્રી લખે છે,
*ब्रह्म मोकटे परब्रह्म मोकटे*
*निंडारा राजु निद्रिंचु निद्रयु नोकटे*
*अंडने बंटु निद्र आदियु नोकटे*
*मेंडैना ब्राह्मणुडु मेट्टु भूमि योकटे*
*चंडालु डुंडेटी सरिभूमि योकटे।*
અર્થાત્...
બ્રહ્મ એક છે તથા પરબ્રહ્મ પણ એક છે. જેમ ગાઢ નિદ્રામાં રાજા શયન કરે છે, તેવી જ રીતે એક સેવક પણ નિદ્રા લે છે. એક બ્રાહ્મણ મૃત્યુ પછી જે ભૂમિ(પંચતત્ત્વો)માં મળી જાય છે, તે જ ભૂમિમાં તો એક ચાંડાળ પણ મૃત્યુ બાદ મળી જાય છે. એટલે કે અંદરોઅંદર ભેદભાવ કેમ કરો છો❓️
આ પ્રશ્નના ઉત્તરમાં દરેક હિન્દુનો એક જ જવાબ હોય કે.... #રાષ્ટ્રીય_વિમર્શ ..
*અમે ભેદભાવને નહીં સ્વીકારીએ. બધા હિન્દુ અમે એક માતાના સંતાન છીએ. *હિંદવ: સોદરા: સર્વે.*
*વિવિધ વાતો જાણવા...* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી અને કરાવી, નોટિફિકેશન બટન *ON* રાખશોજી.

🙏
👍
❤
❤️
🕉
23