
રાષ્ટ્રીય વિમર્શ
May 25, 2025 at 01:46 AM
*સરદારસિંહ રાણા*
દેહાવસાન: ૨૫/૫/૧૯૫૭
🔸️જન્મ : *કંથારીયા*, લીંબડી-સુરેન્દ્રનગર, ગુજરાત
🔸️ *ગાંધીજી* ના સહાધ્યાયી.
🔸️ *બાર એટ લો* ઈંગ્લેન્ડમાં થયા.
🔸️ ઈંગ્લેન્ડમાં *હીરા ઝવેરાતના ધંધા* માં જમાવટ કરી.
🔸️ *શ્યામજી કૃષ્ણવર્મા* ના સંપર્કમાં આવ્યા અને ક્રાંતિના રંગે રંગાયા.
🔸️ પોલેન્ડ,તુર્કસ્તાન જઈ *બોમ્બ* બનાવવાનું શીખ્યા.
🔸️ *મદનલાલ ધીંગરા* એ કર્નલ વાઈલીની હત્યામાં જે પિસ્તોલ વાપરેલી તે સરદારસિંહ રાણાની હતી.
🔸️ વર્ષ ૧૯૦૭માં જર્મની ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં *મૅડમ કામા* સાથે તેઓશ્રીએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ.
🔸️ તેઓશ્રીના આગ્રહથી *મૅડમ કામા* એ *ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ* પ્રથમવાર વિદેશી ધરતી પર લહેરાવ્યો હતો.
🔸️ તેઓશ્રી બ્રિટિશ સરકારની નજરોમાં ચડી ગયા, તેઓશ્રીની ધરપકડ થાય છે. તેમની મિલકત જપ્ત થાય છે અને માર્ટેનીક ટાપુ, પનામા પર તેઓશ્રીને *દેશનિકાલ* કરવામાં આવે છે.
🔸️ત્યારબાદ ઢોર ચરાવીને તેઓશ્રીએ પોતાનો જીવન નિર્વાહ ચલાવેલ.
🔸️ *સુભાષચંદ્ર બોઝ* જર્મની આવ્યા ત્યારે એમણે પ્રથમ કાર્ય સરદારસિંહ રાણાને છોડાવવાનું કરેલ.
🔸️ વર્ષ ૧૯૫૦માં તેઓશ્રી *સ્વદેશ પરત* આવ્યા.
🔸️ નાદુરસ્ત તબિયતના કારણે તેઓશ્રીનું દિનાંક : ૨૫/૫/૧૯૫૭માં વેરાવળ ખાતે દેહાવસાન થયું.
#રાષ્ટ્રીય_વિમર્શ .. *ક્રાંતિવીરોની અમરગાથાઓ નવી પેઢી જાણે.*
*વિવિધ વાતો જાણવા*.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરી, નોટિફિકેશન બટન ON રાખશોજી અને ફોલો કરાવશોજી..🙏

🙏
👍
❤️
🕉️
🇮🇳
🕉
24