
રાષ્ટ્રીય વિમર્શ
May 31, 2025 at 02:42 AM
*પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈ*
જન્મ: ૩૧ મે ૧૭૨૫
સંકલન...
#રાષ્ટ્રીય_વિમર્શ https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...*વ્હોટસ એપ ચેનલ*
● જન્મ: ૩૧ મે ૧૭૨૫ (તિથિ મુજબ: જેઠ વદ સાતમ)
🔸️ પિતા : માણકોજી શિંદે
🔸️ માતા : સુશીલાબાઈ શિંદે
🔸️ ધનગર - ખેડૂત પરિવાર.
🔸️ જન્મ સ્થળ : મહારાષ્ટ્રના વર્તમાન અહલ્યાનગર જિલ્લાના જામખેડ તાલુકાનું ચૌંડી નામનું એક નાનું ગામ.
🔸️ દેવી અહલ્યાબાઈ ભગવાન શિવજીના ઉપાસક🧘♀️ હતાં.
🔸️ તે સમયની રૂઢિ મુજબ અહલ્યાબાઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહોતા કરી શક્યા.
ભારતીય ઈતિહાસના દૈદિપ્યમાન નારીરત્નોમાંથી એક અણમોલ અને દિવ્યરત્ન એટલે દેવી અહલ્યાબાઈ.
🌸 _યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:_ 🌸
🤔 જેમના વ્યક્તિગત જીવનમાં હતી આપત્તિ, પણ જેમને પ્રજાજનોને આપી અપાર સુખ-શાંતિ,
🤔 જેમને પોતાના દુ:ખ-પીડાને હ્રદયમાં દબાવી, સ્થિર ચિત્તથી પ્રજાજનોની સેવા કરી...
એવાં પ્રજાવત્સલ દેવી અહલ્યાબાઈના જીવન ઝરમરને ક્રમશ: જાણીએ.
☀️પુના પરિસરમાં જેજુરી ક્ષેત્ર નજીક હોલા ગામમાં ખેડૂત કોંડાજી રહેતા હતા. હોલા ગામના હોવાથી હોલકર તરીકે ઓળખાયા. કોંડાજીના પુત્ર હતા મલ્હારરાવ.
☀️હિન્દવી સામ્રાજ્યના સરદારોમાં મલ્હારરાવનું અગ્રગણ્ય સ્થાન હોતું. સૌ સન્માન પૂર્વક તેમને સુબેદાર કહેતા.
☀️એકવાર પેશવા મહારાજ માલવાથી પુના જતી વખતે ચૌંડી ગામે પડાવ નાંખે છે.
☀️પ્રાતઃકાળમાં મહારાજ મલ્હારરાવ હોલકર સાથે ચાલવા નીકળે છે.
☀️મહારાજ અને મલ્હારરાવ મંદિરમાં એક સ્વરૂપવાન દીકરીને શિવજીની પૂજા કરતાં દેખે છે.
☀️મહારાજ મલ્હારરાવને કહે છે,
'મલ્હારરાવ❗️આપના પુત્ર ખંડેરાવ માટે આ દીકરી યોગ્ય છે. આપ તેને આપની પુત્રવધુ બનાવશો તો આપના કુળનું નામ ઉજ્જ્વળ કરશે.'
☀️પ્રસન્ન મલ્હારરાવ મહારાજના સૂચનરૂપી આદેશને માથે ચડાવે છે.
☀️પેશવા મહારાજે માણકોજી શિંદેને બોલાવી વિવાહનો પ્રસ્તાવ રાખે છે.
☀️બંને કુળ-પરિવાર સહમત થાય છે.
☀️પેશવા મહારાજે જવાબદારી સાથે રાજોચિત ગરિમા સાથે ખંડેરાવ અને અહલ્યાબાઈના શુભવિવાહ પવિત્ર યજ્ઞની સાક્ષીઓ દિ:૨૦ મે ૧૭૩૭ના રોજ સંપન્ન કરાવે છે.
☀️અહલ્યાબાઈનું શિંદેમાંથી હોલકર કુળમાં આગમન.
🟠 ખરેખર દીકરીઓ એક નહી, બે કુળને તારે છે.🪔
પ્રજાના તારણહાર દેવી અહલ્યાબાઈ
☀️ આંતરજાતીય વિવાહ - સમરસતા
☀️ વૈભવ સંપન્ન હોલકર કુળમાં ગુણસંપન્ન અહલ્યાબાઈનું આગમન થાય છે.
☀️ મલ્હારરાવ સાથે ખંડેરાવ અનેક ઝુંબેશમાં જતા, પરંતુ ક્યારેય આંખે વળગે તેવું પરાક્રમ કે કર્તૃત્વ ખંડેરાવનું ન રહ્યું.
☀️ પિતા મલ્હારરાવ પુત્ર ખંડેરાવના દુરાચારથી વ્યથિત હતા.
☀️ અહલ્યાબાઈની પતિ ખંડેરાવ પ્રત્યેની મનમાં ગોઠવેલ સુંદર પ્રતિમાનો ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
☀️ અહલ્યાબાઈ વર્ષ ૧૭૪૫માં પુત્ર માલેરાવ અને વર્ષ ૧૭૪૮માં પુત્રી મુક્તાબાઈને જન્મ આપે છે.
☀️ સાસુ ગૌતમાબાઈ તરફથી અહલ્યાબાઈને માતાની મમતાનો અપાર સ્નેહ સદૈવ નિરંતર મળતો રહેતો.
☀️ અહલ્યાબાઈ ખંડેરાવના પત્ની કહેવરાવવા કરતાં 'સુબેદારની પુત્રવધુ' કહેવરાવવામાં વધુ ગૌરવ અનુભવતાં હતાં.
☀️ મલ્હારરાવ અહલ્યાબાઈની યોગ્યતાને પારખી, પુત્રવધુ પર કારોબારનું અધિકમાં અધિક ઉત્તરદાયિત્વ સોંપવાની શરૂઆત કરે છે.
એક તરફ દુ:ખ, બીજી તરફ દાયિત્વ આવી કઠિન પરિસ્થિતિ
🔸️ એક બાજુ બાળકોની સારસંભાળ અને પરિવારનું દાયિત્વ.
તો બીજી બાજુ....
🔸️ હિન્દુ સામ્રાજ્યના પ્રમુખ આધારસ્તંભ સુબેદાર મલ્હારરાવ યુદ્ધમાં જતી વેળાએ અહલ્યાબાઈ પર રાજ્યની સંપૂર્ણ જવાબદારી સોંપતા
અને
🔸️ સાથો સાથે મલ્હારરાવ પોતાના અધિકારીઓને સૂચના આપતા કે,
● રાજ્યની આવક સુબેદારના પરાક્રમ અને ભાગ્ય પર નિર્ભર છે,
પરંતુ
● રાજ્યની વ્યવસ્થા દેખવી અને તેની લાભહાનિનો વિચાર કરવો તે અહલ્યાબાઈના આદેશથી જ થશે.
એક તરફ પિતાતુલ્ય સસરા મલ્હારરાવ માટે પુત્રવધુ અહલ્યાબાઈ રાજ્યને આદેશ આપવા યોગ્ય અને બીજી તરફ વિધાતા...❗️
🔹️વિધાતાનો ખેલ...❗️
🔹️દિનાંક ૨૪ માર્ચ ૧૭૫૪ના રોજ ખંડેરાવનું નિધન થાય છે.
🔹️અહલ્યાબાઈ સતી થવાનો નિશ્ચય કરે છે.
🔹️એક તરફ યુવાન પુત્રનો ચિરવિયોગ અને બીજી તરફ સર્વગુણસંપન્ન પુત્રવધુનો સતી થવાનો નિશ્ચય... વૃદ્ધ મલ્હારરાવ ખુબ જ વ્યથિત અને દુ:ખી છે.
🔹️રાજ્ય પર આ એક મોટું સંકટ હતું.
🔹️મલ્હારરાવ હિંમત એકત્રિત કરી ક્રાંતિકારી નિશ્ચય-નિર્ણય સાથે પુત્રવધુને સમજાવે છે,
'અહલ્યા, સતી થવાથી વ્યક્તિગત દ્રષ્ટિથી તમને પુણ્ય મળશે. પરંતુ રાજ્યપ્રશાસન પ્રશાસક વગર નિરાધાર બનશે. આક્રમણકારીઓ માટે આ સુવર્ણ તક છે. રાજ્યકર્તાઓને પોતાના વ્યક્તિગત સંબંધ, સુખ-દુ:ખ નથી હોતા, પ્રજાહિતરક્ષણ જ તેમનું એકમાત્ર કર્તવ્ય હોય છે. અહલ્યા! જે મરી ગયો તે ખંડેરાવ વહુ હતી, જીવિત છે તે તમે અહલ્યા જ મારો પુત્ર ખંડેરાવ છો. મને આશ્વાસન આપો તમે સતી નહીં થશો.'
🔹️નીરક્ષીર વિવેક જાગૃત થતાં અહલ્યાબાઈ નિર્ણય કરે છે...હા, હું પ્રજાની માતા બનીશ. સમાજની સેવા મારું કર્તવ્ય છે.
સામાજિક કર્તવ્યભાવનાની જીત થાય છે અને
એક નાના અમથા ગામડાની સાવ સામાન્ય ખેડૂતની પુત્રી અહલ્યા રાણી અહલ્યાબાઈ બને છે.
_न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् ।
कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥_
🔺️ દેવી અહિલ્યાબાઈએ પોતાને શિવજીનાં પ્રતિનિધિ માનીને સર્વજન હિતાય સર્વજન સુખાય શાસનનો પ્રારંભ કરે છે.
🔺️ રાણી અહલ્યાબાઈ મલ્હારરાવજી પાસેથી હોલકર સંસ્થાનના સુચારુ વ્યવસ્થાપનના પાઠ સહજતાથી પોતાની તેજ બુદ્ધિથી ગ્રહણ કરે છે.
🔺️ વર્ષ ૧૭૬૧ના પાણીપતના ત્રીજા યુદ્ધ સમયે મલ્હારરાવજીએ સલાહ આપી હતી કે અહમદશાહ અબ્દાલી સાથે ખુલ્લા મેદાનમાં લડવાને સ્થાને છાપામાર નીતિ યોગ્ય રહેશે. પરંતુ તે વાત વણ સાંભળી રહી ગઈ અને હિંદુ સરદારોને ભીષણ પરાજય સ્વીકારવો પડ્યો હતો.
🔺️ પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા માટે અહલ્યાબાઈ અગ્રેસર થયાં.
🔺️ દારૂગોળો તૈયાર કરવાની પ્રક્રિયા સફળ થઈ.
🔺️ મલ્હારરાવજીની સલાહથી ગોહાડનો કિલ્લો જીતી યુદ્ધક્ષેત્રમાં પોતાના પ્રથમ વિજયની ધ્વજા🚩 હર હર મહાદેવના જયઘોષ સાથે ફરકાવે છે.
🔺️ જીવન સંન્યાસીની - તપસ્વીની - ધર્મપરાયણ રાણી અહલ્યાબાઈની વીરતાને પ્રજાજનોએ વંદન કર્યા.
👉👉 એક બાજુ વિજયશ્રી, તો બીજી બાજુ વિધાતાના એક ઉપર એક આઘાત…
🌕 યુદ્ધક્ષેત્રે દેવી અહલ્યાબાઈનો પ્રથમ શાનદાર વિજય.
🌕 પતિના ચિરવિયોગના દુ:ખને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
🌕 દેવી અહલ્યાબાઈ રાજનીતિનો એક એક પાઠ શીખી રહ્યા છે.
*ત્યાં*....
🌕 તેમને સંભાળનાર માતા સમાન મમતામયી સાસુમા *ગૌતમાબાઈ* નું વર્ષ ૧૭૬૧માં નિધન થાય છે.
*ત્રણ વર્ષ બાદ*....
🌕 વર્ષ ૧૭૬૪માં હિન્દુ પદપાદશાહીના ઈતિહાસમાં નિરંતર ૩૦ વર્ષ પ્રકાશમાન રહેનાર તપસ્વી તારા, દેવી અહલ્યાબાઈના *ગુરુ-માર્ગદર્શક-પિતાતુલ્ય* એવા આધારસ્તંભ સસરા *મલ્હારરાવજી* નો પણ સ્વર્ગવાસ થાય છે.
🌕 દેવી અહલ્યાબાઈએ મલ્હારરાવજીના અંતિમ સંસ્કાર 'આલમપુર'માં કર્યા અને તેમના સ્મરણમાં ભવ્ય *છત્રી* બનાવી.
🌕 *શાસનનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ* દેવી અહલ્યાબાઈ પર આવી પડ્યું.
*********
[[ આજે પશ્ચિમી સંસ્કૃતિ અને તેને વેગ આપનાર નાટકો-સિરિયલો-ફિલ્મો સાસુ-વહુ વચ્ચે વૈમનસ્ય પેદા કરી રહ્યા છે, ત્યારે ગૌતમાબાઈ અને અહલ્યાબાઈનો નિર્મળ પ્રેમ સૌનો આદર્શ બની રહેશે. ]]
*********
👉🏽👉🏽 પતિ અને સાસુ-સસરાનું નિધન, પ્રજા પ્રત્યેનું દાયિત્વ અને એક *કસોટી*
કસોટી.... ❗️
● *પુત્ર માલેરાવને રાજતિલક* કરવામાં આવે છે.
● પુત્ર દાદા મલ્હારરાવજી જેવો દૂરદર્શી અને રાજનીતિ કુશળ ન નીકળ્યો.
● માલેરાવમાં રહેલ *દાયિત્વબોધનો અભાવ* અને *વ્યવહારમાં રહેલ બાળકવૃત્તિ* ને કારણે તે પ્રજામાં પ્રતિષ્ઠિત ન થઈ શક્યો.
● પૂજાપાઠ માટે આવનાર પંડિતોના પગારખામાં અને દાનપત્રોમાં વીંછી વગેરેને રાખી અને તેના ડંખથી પીડિત પંડિતોની ચીસો સાંભળવામાં માલેરાવને *વિકૃત અને આસુરી આનંદ* આવતો.
● માતાના અથક પ્રયત્નો બાદ પણ પુત્રમાં કોઈ પરિવર્તન ન આવ્યું.
● *માતા અહલ્યાબાઈ અંદરને અંદર તૂટતા જાય છે*.
● અરે.....એક દરજીના દુષ્ટ વર્તનથી *આશંકિત* માલેરાવે તે દરજીની પત્નીની કરુણ પ્રાર્થનાને ઠુકરાવી, ક્રુરતાથી દરજીની હત્યા કરે છે.
● એક તરફ વિધાતાના સતત પ્રહારોથી પીડિત માતા અહલ્યાબાઈ આવી બગડતી પરિસ્થિતિને જોઈ, અત્યંત વ્યથિત મન સાથે, જીવનથી થાકી ગયેલ તેઓ *પુત્રને રાજધાની મહેશ્વરમાં સ્થાનબદ્ધ (કેદ)* કરે છે અને ત્યાં જ *માલેરાવનું મૃત્યુ* થાય છે.
👉🏽👉🏽 પતિ અને સાસુ-સસરા ન રહ્યા, એકનો એક પુત્ર પણ ન રહ્યો.
👉👉 માતા અહલ્યાબાઈના *મનમાં સંન્યાસનો વિચાર* આવ્યો અને સંન્યાસ લઈ ગંગામાતાના સાનિધ્યમાં આધ્યાત્મિક ચિંતન કરી જીવન પૂર્ણ કરવાની ઈચ્છા પ્રબળ થઈ.
🟠 પણ........
🟠 દેવી અહલ્યાબાઈમાં વિવેકબુદ્ધિ જાગ્રત થાય છે.
🟠 મલ્હારરાવજીએ સતી થવાના નિર્ણય વખતે જણાવેલ વિચારોનું તેમને પુનઃ સ્મરણ થાય છે.....
● પ્રજાને શાસક જોઈએ, માતા જોઈએ.
● પ્રશાસકનો એક જ *ધર્મ* - *પ્રજાપાલન, નહીં કે પુણ્ય કે કલ્યાણનો વ્યામોહ*.
🟠 દેવી અહલ્યાબાઈ મનોમન નિશ્ચય કરે છે....
*જેમ મારા આરાધ્ય દેવતા શિવજીએ જગત કલ્યાણ અર્થે હળાહળ ઝેર પીધું અને પચાવ્યું હતું તેવી જ રીતે વ્યક્તિગત જીવનમાં સંકોટોના ઝેરને પચાવવાની ક્ષમતા પોતાના હોવી જોઈએ. પ્રજાહિત માટે આ મારું પરમ કર્તવ્ય છે.*
*હું પોતાનું વ્યક્તિગત દુ:ખ વ્યક્તિગત જીવન સુધી સીમિત રાખી, પોતાના શ્રેષ્ઠ કર્તવ્યમાં તેને બાધક નહીં બનવા દઈશ.*
🟠 મનમાં પીડાની જ્વાળાઓને દબાવી, અત્યંત સંતુલિત ચિત્તથી દેવી અહલ્યાબાઈ સંન્યસ્ત વૃત્તિ સાથે રાજકર્તવ્ય પાલન માટે સંકલ્પબદ્ધ થઈ રાજદરબારમાં આગમન કરે છે.
🌸 *પ્રજાપાલન-પ્રજાપાલન* 🌸
પણ ફરી.....હા....વિધાતા.....
👉અહલ્યાબાઈની દીકરી *મુક્તાબાઈ* -શાંત અને પ્રેમાળ.
👉જે કોઈ શૌર્યમાં અદ્વિતીય હોય તે મુક્તાબાઈ સાથે લગ્ન કરી શકે તેવો પ્રસ્તાવ દેવી અહલ્યાબાઈએ રાખેલ.
👉જીવિકાનું કોઈ સાધન ન હોવાથી લૂંટ વગેરે ઉપદ્રવી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત ભીલ તેમજ રામોશી લોકો ઉપર શૌર્ય દ્વારા નિયંત્રણ પ્રાપ્ત કરનાર હોનહાર યુવક *યશવંતરાય ફણસે*.
👉યશવંતરાય ફણસેના લગ્ન મુક્તાબાઈ સાથે થાય છે.
👉મુક્તાબાઈનો પુત્ર નત્થુબા(નત્થુ) દેવી અહલ્યાબાઈનો *જીવન આધાર*.
👉દેવી અહલ્યાબાઈ નત્થુબાને રાજ્ય ઉત્તરદાયિત્વ સોંપવાના સ્વપ્ન જોઈ રહ્યાં હતાં.
👉વર્ષ ૧૭૯૦માં નત્થુબાને ટાઢીયો તાવ ચડે છે. થોડા જ દિવસોમાં સોળ વર્ષની ઉંમરે *નત્થુબાનું દેહાવસાન* થાય છે.
👉પુત્ર વિયોગે બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૧૭૯૧માં *યશવંતરાયનું પણ દેહાવસાન* થાય છે.
👉મુક્તાબાઈ સતી થવાનો નિશ્ચય કરે છે.
👉સસરા મલ્હારરાવના સમજાવટથી સતી થવાનો નિર્ણય છોડી, પ્રજાપાલનનો ધર્મ નિભાવનાર દેવી અહલ્યાબાઈ અનેક પ્રયત્નો બાદ પણ દીકરીના નિશ્ચયને બદલી શકતા નથી.
👉મુક્તાબાઈ *સતી* થયાં.
👉શોકાતુર દેવી અહલ્યાબાઈ ત્રણ દિવસ પોતાના ઓરડામાંથી બહાર ન નીકળ્યા. વિચારો...🤔🤔 *કેટલું અસહ્ય દુઃખ....એક પણ સ્વજન જોડે નથી.*
👉દેવી અહલ્યાબાઈની સહનશીલતા અને તેમની સ્વયં સ્વીકૃત ધ્યેય કર્તવ્યપથ પર દ્રઢતાથી ચાલવાની ક્ષમતાની *વિધાતા પરીક્ષા* લઈ રહ્યો હતો.
👉ક્ષણ માટે વિધાતાને લાગ્યું, *હું જીતી જઈશ.*
👉પણ....👉પણ આ *ભારતકન્યા* પરાજય સ્વીકારવા વાળી નહોતી.
👉પુનઃ લોકમાતા પ્રજાપાલનના ધ્યેયની પૂર્તિ માટે મનની શાંતિ, વૈરાગ્ય અને આત્મિક બળથી *પ્રજાની સેવામાં કાર્યરત* થઈ જાય છે.
એમના દુ:ખ જાણી જાણીને સૌનું મન વિચલિત થઈ ગયું હશે. પોકારી ઊઠ્યા હશો.....*બસ કરો..હવે*.
પણ હવે જાણો,
દુ:ખો પર વિજય મેળવી, પ્રજાને સુખી કરનાર *મા નારાયણી અહલ્યાબાઈ* ના કાર્યોને.......
🔸️ વર્ષ ૧૭૬૭માં દેવી અહલ્યાબાઈ પૂર્ણરૂપથી પ્રશાસનીક કાર્ય સંભાળવા લાગ્યા હતા.
🔸️ રાજ્ય વ્યવસ્થા અહલ્યાબાઈ સ્વયં દેખતા હતા અને સેનાનું સ્વામીત્વ તુકોજીને આપેલ.
🔸️ દેવી અહલ્યાબાઈએ સંસ્થાન પર કાર્યભાર સંભાળ્યો ત્યારે અનેક સંકટ તેમની સામે હતા. પરંતુ શિઘ્ર તેના ઉપર તેઓશ્રીએ નિયંત્રણ મેળવી લીધેલ.
🔸️ હોલકર રાજ્યનો એક જૂનો અધિકારી *ગંગાધર ચંદ્રચૂડ* ને વિચાર આવ્યો કે હોલકર સંસ્થાન પર એક મહિલા અને વળી જે શોકવિવહળ છે, તે શાસન કરી રહી હોવાથી સંસ્થાનને પોતાના હસ્તગત કરી લઉં.
🔸️ ગંગાધર ષડયંત્ર રચે છે. રાઘોબાદાદા પેશ્વાને ગુપ્તપત્ર લખી સેના લઈ આવવાનું કહે છે.
🔸️ રાઘોબાદાદા ક્ષિપ્રા તટે સૈન્ય લઈ આવી જાય છે.
🔸️ તુકોબા રાઘોબાદાદાને ચેતવણી આપે છે....*વિચારીને જ આગળ વધજે.*
🔸️ *દેવી અહલ્યાબાઈ રાઘોબાદાદાને પત્ર*✍🏻 લખે છે...
આપની હોલકર સંસ્થાન પર કબજો કરવાની ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. આપ *મને અબળા સમજતા હશો* પણ *હું કોણ છું* તેનો પરિચય આપને યુદ્ધ ભૂમિ પર થશે. મારી *મહિલા સેના* પર આપ વિજય મેળવશો તો પણ આપને કોઈ બહુમાન પ્રાપ્ત નહીં થાય, પરંતુ તેનાથી વિપરીત થયું તો આપની આબરૂ જશે. આનો વિચાર કરીને જ આપ યુદ્ધ માટે આગળ વધશો.
🔸️ રાઘોબાદાદાની હાલત કફોડી થઈ ગઈ અને દેવી અહલ્યાબાઈને સંદેશ મોકલે છે કે....*હું આપની સાથે લડવા નહીં પરંતુ આપના એકમાત્ર પુત્રના મૃત્યુ પર શોક પ્રગટ કરવા આવ્યો છું.*😃😃
🔸️ દેવી અહલ્યાબાઈ જવાબ આપે છે કે... આપ જો શોક જ પ્રગટ કરવા આવ્યા છો તો *આટલી મોટી સેનાનું શું કામ❓️એક પાલખીમાં બેસી આવો*, આપનું સ્વાગત છે.
🔸️ રાઘોબાદાદા પાલખીમાં બેસી આવ્યા અને પાછા ગયા.🤪🤪
શબ્દોની રમત, ન વહ્યું રક્ત🩸 નું એક ટીપું.
હોલકર સંસ્થાન યુદ્ધની મુશ્કેલીમાંથી બચ્યું.
🟠 દેવી અહલ્યાબાઈની *નીતિ-કૂટનીતિ* અને *બુદ્ધિચાતુર્ય* 👌🏻ને શત શત વંદન.
मातृशक्ति का किया जागरण, तुमने स्त्री सेना निर्माण की।
शक्ति युक्ति से उदन्डों की तुमने घोरघमन्डी वृत्ति शमन की।
🚩🛕 *મહેશ્વર* 🛕🚩
🔸️ એક નાનું ગામ *મહેશ્વર*.
🔸️ દેવી અહલ્યાબાઈ મહેશ્વર ગામને બનાવે છે-પોતાની *રાજધાની*.
🔸️ તેઓશ્રીએ લોકોને ત્યાં રહેવા પ્રોત્સાહિત કર્યા.
🔸️ તેઓશ્રી *સ્વયં* પણ ત્યાં રહેવા લાગ્યા.
🔸️ તેઓશ્રીનું મહેશ્વરનું નિવાસસ્થાન વર્તમાનમાં પણ તેઓશ્રીની *કીર્તિગાથા* સંભળાવી રહ્યું છે.
🔸️ ભારતના દૂર-સુદૂરના વિવિધ ક્ષેત્રોના *તજજ્ઞ-વિદ્વાન-પ્રતિભાવાન લોકો* ને તેઓશ્રીએ પ્રયત્ન પૂર્વક મહેશ્વરમાં *આમંત્રિત કરી માન-સંન્માન સાથે ત્યાં વસાવ્યા*.
🔸️ આ તજજ્ઞ-વિદ્વાન-પ્રતિભાવાન લોકોમાં હતા....
●તેલંગાણાના વેદશાસ્ત્રસંપન્ન શ્રી ગોળેશાસ્ત્રી,
●જ્યોતિષશાસ્ત્ર તજજ્ઞ - શ્રી પ્રવિણ ગણેશ ભટ,
●ગુજરાતના વૈદ્ય શ્રી રઘુનાથ,
●રત્નાગીરીના પૂજારી શ્રી રામચંદ્ર રાનડે,
વગેરે.
🔸️ દેવી અહલ્યાબાઈએ *નર્મદા કિનારે ઘાટ અને મંદિર* બનાવ્યા.
🔸️ આજે પણ મહેશ્વરમાં *૬૦ મંદિર વિદ્યમાન* છે.
🔸️ આમ, દેવી અહલ્યાબાઈની દિવ્ય દ્રષ્ટિ અને વિચારથી રાજધાની મહેશ્વર આર્થિક, ભૌતિક,રાજકીય અને સામાજિક રીતે સંપન્ન-સશક્ત બનવાની સાથે સાથે *ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના આદર્શ શ્રદ્ધાકેન્દ્ર-શક્તિકેન્દ્ર-માનબિંદુ* તરીકે ભારતવર્ષમાં પ્રતિષ્ઠિત થઈ.
🔸️ વર્ષો બાદ પણ મહેશ્વરની ગૌરવગાથાને લોકો સહર્ષ ગાઈ રહ્યા છે, માણી રહ્યા છે.
__संरचना का प्रमुख सूत्र था 'उचित व्यक्ति की उचित योजना'।_
_शत शत वन्दन देवि अहल्ये हम सब की कर्तृत्व प्रेरणा ।।__
👉 આર્થિક-ભૌતિક-સામાજિક અને આધ્યાત્મિક સમન્વયના મહત્વને સમજનાર *લોકમાતા-કર્મયોગિની-સંન્યાસિની-કુશળ શાસક* મહારાણી દેવી અહલ્યાબાઈને શત શત વંદન.🙏🙏🙏
દેવી અહલ્યાબાઈની દિવ્ય પ્રતિભાને....
*આર્થિક વ્યવહારમાં અતિદક્ષતા તથા સાર્વજનિક ધનનો ઉચિત ઉપયોગ કરવાનો આગ્રહ, રાજકોષમાં જમા થયેલ ધન પ્રજાના પરિશ્રમનું એટલે કે પ્રજાનું જ છે...એવી દેવી અહલ્યાબાઈની સ્પષ્ટ ધારણા હતી*.
🔸️હોલકર સંસ્થાનના સેનાપતિ તુકોજી સેનાના ખર્ચ માટે ધનની માગણી કરતા.
🔸️દેવી અહલ્યાબાઈ તેમને આવશ્યક ધન પણ આપતા હતા.
🔸️ધન આપ્યા બાદ દેવી અહલ્યાબાઈ ધનનો પૂરો હિસાબ અવશ્ય માગતા હતા.
🔸️દેવી અહલ્યાબાઈની આ નીતિરીતિ તુકોજી તેમજ અનેકોને કષ્ટપ્રદ લાગતી હતી.
🔸️પણ દેવી અહલ્યાબાઈ આત્મીય વ્યવહારથી સૌને સમજાવી શકે છે કે સંસ્થાનની સુખાકારી માટે રાજકોષના ખર્ચ વિશે પૂર્ણરૂપથી જાગૃત તેમજ કઠોર રહેવાની અનુશાસન વ્યવસ્થા આવશ્યક હોય છે અને તેનું બધાએ કઠોરતાથી પાલન કરવું પડશે.
🔸️કોષપ્રમુખોને સૂચના આપવાનું *આજ્ઞાપત્ર* તેમને બહાર પાડેલ.
🔸️સૌમાં રાજ્ય પ્રત્યેનો કર્તવ્યભાવ જાગૃત થાય છે -- *મારું રાજ્ય મારું કર્તવ્ય* અને ધનના વ્યયનો પાઈ પાઈનો હિસાબ પણ આપતા થઈ જાય છે.
પ્રતિદિન રાજકોષનો હિસાબ પૂરો થાય ત્યાં સુધી પોતે સદનમાં ઉપસ્થિત રહેતા.
તેમના કાર્યકાળમાં કોષમાં ૭૫ લાખથી સવા કરોડ સુધીની વૃદ્ધિ થયેલ.
🟠 *સુશાસન હેતુ આવશ્યક હોય છે અનુશાસન*.🟠
_राज्य प्रशासन में अनुशासन दायित्वबोध, कर्तव्यप्रवरता।_
_शत शत वन्दन देवि अहल्ये❗️हम सब की कर्तृत्व प्रेरणा ।।_
જાણો સાર્વજનિક ધન અને વ્યક્તિગત ધન વિશેનો તેમનો દ્રષ્ટિકોણ......
*સમ્યક્ નિર્ણય અને પારદર્શી હિસાબ*......
🟠 રાજ્ય પ્રશાસનના પ્રત્યેક કાર્યની જાણકારી તેઓશ્રી રાખતાં. જેજૂરીમાં તળાવ અને મંદિર નિર્માણ વખતે ત્યાંનો નિર્માણ અધિકારી તળાવ માટે અનાવશ્યક ખૂબ પહોળી દિવાલ બનાવવાની સલાહ આપે છે. પોતાના બહોળા અનુભવના આધારે તેઓશ્રી જણાવે છે કે આઠથી દસ હાથ પહોળી દિવાલ પર્યાપ્ત છે. આમ, દરેક કાર્ય વિશેની ઊંડી જાણકારી અને જ્ઞાન હોવાથી તેમને રાજ્ય પર આવતો અનાવશ્યક ખર્ચને રોક્યો.
🟠 દેવી અહલ્યાબાઈ *ઓમકારેશ્વર* થી યાત્રા કરી પરત વળતી વેળાએ નાણાંના અભાવે રાજકોષમાંથી ૫૮ રૂપિયા ઉપાડે છે. રાજધાની મહેશ્વર પહોંચતાની સાથે જ તે ૫૮ રૂપિયા રાજકોષમાં તેમણે જમા કરાવી દીધા. આમ, રાજકોષની એક પાઈ પણ પોતાના વ્યક્તિગત કાર્ય માટે ખર્ચ ન થાય તેનું તેઓશ્રી ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખતાં.
🟠 દેવી અહલાબાઈને પેશ્વાજી પ્રત્યે પૂજ્ય ભાવ હતો. તેમને તેઓશ્રી સસરા સમાન માનતા. પેશ્વાજીના દેહાવસાન બાદ તેમના સ્મરણાર્થે દાનધર્મ કરવાનો નિશ્ચય કરેલ અને તેની જાણકારી મુનીમજીને કરેલ. રાજ્યનો હિસાબ તપાસતાં દાનધર્મ અંતર્ગત થયેલ આ ખર્ચને સંસ્થાનના નામે નોંધાયેલ જોયો તો તેમણે મુનીમજીને જણાવ્યું કે આ શું કર્યું તમે❓️પેશ્વાજી મારા સસરા સમાન હતા, માટે તેઓશ્રીના સ્મરણાર્થે દાનધર્મ અંતર્ગત થયેલ સંપૂર્ણ ખર્ચ મારી પાસેથી લઈ સંસ્થાનના રાજકોષમાં જમા કરી દો.
પ્રશાસનમાં સ્વચ્છતા તેમજ શ્રેષ્ઠ સ્તર રાખવું તે દેવી અહલ્યાબાઈની વિશેષતા હતી.
_राज्यस्वामिनी यद्यपि थी तुम, राज्यभोगपराङमुख थी।_
_शत शत वन्दन देवि अहल्ये❗️हम सबकी हो त्यागप्रेरणा।।_
પ્રજાજનોના કલ્યાણની સાથે સાથે સર્વ જીવોની સુખાકારીના સનાતન જીવનમૂલ્યો દેવી અહલ્યાબાઈના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે.
તેઓશ્રીના આ કાર્યોને જાણીએ....
● સંસ્થાનમાં ઢોર-ઢાંખરને ચરવા માટે ચારો જોઈએ તો તે માટે તેઓશ્રીના સૂચનથી ખાસ પડતર જમીનમાં ચારો ઉગાડવામાં આવતો, જેથી ઢોર-ઢાંખરને પણ પોષણ મળી રહે.
● આ ઉપરાંત રાજ્યમાં ઢોર-ઢાંખરને પાણી મળી રહે તે માટે ઠેરઠેર તેમણે તળાવ નિર્માણ કરાવ્યાં હતાં.
● ઉનાળામાં તળાવ સુકાઈ જાય ત્યારે ઢોરોની તરસ છીપાવવા માટે સંસ્થાનમાં ખાસ માણસો રોકવામાં આવેલ. તેઓ પ્રાણીઓને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરતા.
● પક્ષીઓને ચણવા માટે ચબૂતરાઓમાં ચણ નાંખવાની વ્યવસ્થા હતી. ઊભા પાક ખરીદીને દેવી અહલ્યાબાઈ તે ખેતરો પક્ષીઓને ચણવા માટે ખુલ્લાં મૂકી દેતાં.
● માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓ ભૂખ્યાં ન રહે તે માટે લોટની ગોળીઓ બનાવીને જળાશયોમાં નાંખવાતાં.
● કીડીઓને પણ તેના દર પાસે જ નિયમિત ખોરાક મળી રહે તે માટેની પણ તેઓશ્રી ચિંતા કરતા.
👉 આ બધી વ્યવસ્થાઓ નિયમિત રૂપે ચાલતી.
● *સર્વ જીવો માટે દયા* એ જ તેમનું જીવનસૂત્ર હતું.
*જીવમાં શિવ* અને શ્રીમદ્ ભગવદ્ ગીતા...*सर्व भूतहितेरता।* (સર્વના હિતમાં રત રહેવું.)ના ભારતીય સનાતન હિન્દુ એકાત્મ જીવનદર્શન આધારિત ધર્માધિષ્ઠિત માર્ગે સંન્યસ્ત જીવન જીવનાર પર્યાવરણ પ્રેમી દેવી અહલ્યાબાઈને વંદન.
*મનુષ્યને પારખવા* ની દેવી અહલ્યાબાઈની ક્ષમતા અદ્ભુત હતી.
*ટીપુ સુલતાન* વિશેનો દેવી અહલ્યાબાઈનો અભિપ્રાય જાણીએ....
હોલકર સંસ્થાનના સૈન્ય સેનાપતિ તુકોજીને સચેત કરતાં દેવી અહલ્યાબાઈએ લખેલ કે,
*"ટીપુ વિશ્વાસપાત્ર નથી. તમારી પાસે મોકલેલ કાગળોને સાવધાનીથી બચાવજો. કોઈની લોભામણી વાતોમાં ન ફસાશો. આપણી પ્રતિષ્ઠા ન રહે એવી પરિસ્થિતિમાં ક્યારેય ન ફસાઈ જતા."*
દેવી અહલ્યાબાઈએ *રીંછ* 🐻❄ *અંગ્રેજ*❗️---------->🤔
મલ્હારરાવજીને મનમાં ખટકી રહ્યું હતું કે અંગ્રેજોને ઉખાડી નાંખવાની પહેલા તેમણે દુનિયા છોડીને જવું પડી રહ્યું છે.
મલ્હારરાવજીનું સ્વપ્ન અધુરું રહે છે.
દેવી અહલ્યાબાઈએ *ધૂર્ત અંગ્રેજો* ની કૂટનીતિને બહુ સારી રીતે જાણતાં હતાં.
દેવી અહલ્યાબાઈએ *અંગ્રેજોની તુલના રીંછ સાથે* કરે છે. વાઘ, સિંહ જેવા જંગલી જાનવર સીધો હુમલો કરે છે. પરંતુ રીંછ તો ગલીપચી કરી હસાવી હસાવીને મનુષ્યના પ્રાણ લઈ લે છે. તેના સકંજામાંથી *યુક્તિ પૂર્વક છૂટવું પડે* છે.
અંગ્રેજો વ્યાપારની આડમાં અહીં રાજસત્તા હડપવા હેતુ આવ્યા છે. આ જાણીને *એકત્રિત થઈને બુદ્ધિમાનીથી કામ લેવું* જોઈએ.
આવી હતી અંગ્રેજો પ્રત્યેની દેવી અહલ્યાબાઈની સમજ અને હવે જાણો તેમનું આચરણ.....🫡
અંગ્રેજો વિરુદ્ધ દેવી અહલ્યાબાઈના વિચાર અને કાર્યોને જાણો....
● દેવી અહલ્યાબાઈ રાઘોબાદાદા તેમજ અંગ્રેજોનું જોડાણ ક્યારેય ન થાય તે માટે નિરંતર પ્રયત્નશીલ હતાં.
● પોતાના શત્રુનો શત્રુ તે આપણો મિત્ર આ રાજનીતિક ન્યાય અનુસાર ફ્રેન્ચોની મદદ લેવાની તેમજ સાગરતટ પર નિયંત્રણ રાખવા વાળા સરદાર આંગ્રે સાથે સહયોગ બનાવી રાખવાની તેમની સુચના રાજનીતિક પરિપક્વતા અને સમજદારીનું પ્રમાણ છે.
● અંગ્રેજો વિરુદ્ધ બધા હિન્દુ સરદારો સંગઠિત બની રહે અને પ્રભાવી શક્તિ પ્રસ્થાપિત કરે તેવો આગ્રહ હંમેશા દેવી અહલ્યાબાઈનો રહ્યો હતો.
● અંગ્રેજો વસઈનો કિલ્લો જીતવા જોરદાર પ્રયત્ન કરે છે. દેવી અહલ્યાબાઈએ મહાદજી શિંદેને જણાવે છે કે *'તે દક્ષિણમાં અંગ્રેજો સામે ટક્કર આપે અને તે પોતે ઉત્તર સંભાળશે.'*
● આ જ સમયે શામરાવને મોકલેલ પત્રમાં તેમણે લખ્યું હતું, વસઈ જીત્યા પછી અંગ્રેજ ઘાટ ચઢીને ઉપર આવશે. ત્યારે પુણે કેવી રીતે બચી શકશે? પુણે આપણું કેન્દ્ર, નિજસ્થાન છે, તે સુરક્ષિત રહેશે ત્યારે જ આપણી યોજના ફળીભૂત થશે. એવું નહીં થવાથી આપ સો યોજનાઓ પણ બનાવશો તે બેકાર છે. આપ શ્રીમંત પેશ્વાને સાથ નહીં આપો તો, *હું સ્વયં તેમની મદદ માટે જઈશ*.
આવો ન્યાય....હેં❗️હા ચાલો જાણીએ…
૧. દેવી અહલ્યાબાઈના રાજ્યમાં માણકચંદ નામનો વ્યાપારી હતો. તેની પુત્રીના લગ્ન નત્થુજી નામના યુવક સાથે નિશ્ચિત થયા. સગાઈ પ્રસંગ ધામધૂમ સાથે યોજવામાં આવ્યો. પરંતુ પછી નત્થુજીને કોઈ ગંભીર બીમારી છે એવો સંદેહ પેદા થવાથી માણકચંદે આ સંબંધ તોડી દીધો. નત્થુજીએ સગાઈમાં ખૂબ જ સોનાનાં આભૂષણો આપ્યા હતાં, ખર્ચ પણ ખૂબ જ કર્યો હતો. સબંધ તૂટી જવાના કારણે આર્થિક અને માનસિક રીતે વ્યથિત દુ:ખી નત્થુજીએ દેવી અહલ્યાબાઈને નિવેદનપત્ર આપ્યું. દેવી અહલ્યાબાઈએ આ ઘટના અને તેના પાછળની સત્યતાની ઊંડાણપૂર્વક તપાસ કરાવ્યા બાદ માણકચંદને નત્થુજી પાસે લીધેલ બધા જ આભૂષણો તેમજ ખર્ચની રકમ પરત આપવાનો આદેશ આપતાં જણાવે છે કે આ બધુ નત્થુજીને પરત કર્યા પછી જ આ સંબંધ તોડવાની અનુમતિ આપવામાં આવશે.
૨. રઘુનાથ તિવાડી નામના એક રસોઈયાના મૃત્યુ બાદ તે નિ:સંતાન હતા, એવું સમજી તેમની ૪૨૬ રૂપિયા ૩ આના ૬ પાઈની સંપત્તિ રાજકોષમાં જમા કરી દેવામાં આવી. પરંતુ તેમનો એક પુત્ર છે એવી જાણકારી મળતા જ એ નાણાં તુરત જ તેમના પુત્રને પરત આપવાનો આદેશ દેવી અહલ્યાબાઈએ કર્યો.
_दया - दंड अनुपात संतुलित न्यायतंत्र में मानवीयता।_
_शत शत वन्दन देवी अहल्ये❗️हम सब की कर्तृत्व प्रेरणा।।_
જાણો ન્યાયનીતિના સામ્રાજ્યની બીજી વાતો...
સિરાજમાં ખેમદાસ નામનો એક ધનવાન વ્યક્તિ નિ:સંતાન મૃત્યુ પામે છે. રાજ્યના અધિકારીઓ તે મૃતકની સંપત્તિ વારસદાર વગરની ઘણી તેને રાજકોષમાં જમા કરવા ઈચ્છે છે. તેમની વિધવા પત્નીએ અધિકારીઓને પ્રાર્થના કરી કે તે એક પુત્ર દત્તક લેવા માંગે છે માટે તેની સંપત્તિ જપ્ત ન કરો. અધિકારીએ વિધવા મહિલાને સહયોગ આપવાના બદલામાં ત્રણ લાખ રૂપિયાની માગણી કરી. તે સ્ત્રીએ લાચારીવશ આ વાત માની લીધી. આ સમગ્ર ઘટના તે વિધવા મહિલાએ પોતાના એક સંબંધીને કહી જણાવી. સંબંધીએ ઘટનાને જાણી તે મહિલાને દેવી અહલ્યાબાઈની પાસે જવાની સલાહ આપી. સંબંધીના માર્ગદર્શન અનુસાર તે મહિલા રાજદરબારમાં ઉપસ્થિત થઈ અને સમગ્ર ઘટનાને દેવી અહલ્યાબાઈને જણાવી. દેવી અહલ્યાબાઈએ સહાનુભૂતિપૂર્વક બધી વાતો સાંભળી લીધી અને તે અધિકારીને તુરંત જ બોલાવી સત્ય શું છે તે જાણી લીધું. મહિલાની વાત સત્ય સિદ્ધ થતાં, તુરંત જ તે *ભ્રષ્ટાચારી અધિકારીને પદમુક્ત કરી, સજા કરી* અને તે વિધવા મહિલાને પુત્ર દત્તક લેવા સંબંધી કાગળો તૈયાર કરવાની આજ્ઞા આપી ન્યાય કર્યો.
આમ, જેમ બાળક માતા પાસે સહજ રીતે જઈ શકે તેમ લોકો વિના સંકોચ દેવી અહલ્યાબાઈ પાસે જઈ શકતા હતા અને પોતાની વાત ભય વગર કહી શકતા હતા. માટે દેવી અહલ્યાબાઈ *લોકમાતા* કહેવાયા.
_दया - दंड अनुपात संतुलित न्यायतंत्र में मानवीयता।_
_शत शत वन्दन देवी अहल्ये❗️हम सब की कर्तृत्व प्रेरणा।।_
આવું સમ્યક્ માર્ગદર્શન તેમને આપ્યું🤔...જાણો....
🔸️ખરગોનમાં બનારસીદાસ તેમજ તાપીદાસ નામના બે ધનવાન હતા.
🔸️આ બંને ધનવાનોનું મૃત્યુ થાય છે.
🔸️તેમને કોઈ સંતાન નહોતું.
🔸️તેમની વિધવા પત્નીઓએ દત્તક લેવાનો વિચાર ન કર્યો કેમ કે તે *પોતાની બધી જ સંપત્તિ દેવી અહલ્યાબાઈને અર્પણ કરવા ઈચ્છતી હતી*.
🔸️તેમનું આ નિવેદન જ્યારે દેવી અહલ્યાબાઈ સુધી પહોંચ્યું તો દેવી અહલ્યાબાઈએ તે બંનેને પોતાની પાસે બોલાવી સમજાવ્યા કે *પોતાની સંપત્તિ રાજકોષમાં જમા કરાવવાની જગ્યાએ કોઈ કલ્યાણકારી કાર્યમાં વાપરો અને પોતે જ તે કાર્યની દેખરેખ રાખો. જેનાથી પોતાના પતિની પ્રતિષ્ઠા અને નામ મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી રહેશે અને પૈસાનો પણ સારો સુંદર ઉચિત કલ્યાણકારી શુભકાર્યમાં ઉપયોગ થશે અને જીવનમાં કંઈક કર્યાનો સંતોષ પણ મળશે.* 👌👌🙏
🌞 *કેટલી સુંદર વાત👌* કે,
●દેવી અહલ્યાબાઈને રાજકોષમાં આ રીતે ધનની વૃદ્ધિ થાય તેનો થોડો પણ મોહ ન હતો.
●દેવી અહલ્યાબાઈએ સમ્યક્ માર્ગદર્શન વડે મહિલાઓને સકારાત્મક સાત્ત્વિક કાર્યમાં પ્રવૃત્તિ કરી *આત્મનિર્ભર* બનાવ્યા.
🌸 *અદ્ભુત ~~~~~~~~~~~ અદ્વિતીય*🙏
_अनासक्त थी फिर भी मन में जनजन से आत्मीयप्रेरणा_
_शत शत वन्दन देवी अहल्ये। हम सबकी हो त्यागप्रेरणा।।_
દેવી અહલ્યાબાઈ અને વળી *ઋણ*🤔
✍️ દેવી અહલ્યાબાઈના સસુરજી મલ્હારરાવજીએ મહાદજી શિંદે, કેંદૂરકર પાસેથી ઘોડા ખરીદવા માટે ઋણ (કરજ) લીધું હતું.
✍️ જેમના પાસેથી ઘોડા ખરીદવા માટેનું ઋણ લીધું હતું, તેમનો પૌત્ર રાણોજી થિટે ઋણના કાગળો લઈને હોલકર સંસ્થાનની રાજધાની મહેશ્વર આવે છે.
✍️ આ ઋણ તો અમારા પૂર્વજોએ લીધેલ છે, તે તો હવે આ દુનિયામાં નથી, આવું કહી તેનો અસ્વીકાર દેવી અહલ્યાબાઈ કરી શકતા હતા.
✍️ પણ જુઓને....
દેવી અહલ્યાબાઈએ તો ઋણના નાણાં જ નહીં, પરંતુ તે નાણાં વ્યાજ સહિત રાણોજી થિટેને પરત કરવાનો આદેશ આપે છે.
✍️ આને કહેવાય....
*ન્યાયપ્રિય-પ્રજાવત્સલ્ય* દેવી અહલાબાઈ.
દેવી અહલ્યાબાઈનું 👉🏽 *અપમાન*, *વળી કેમ?*
🌼 દેવી અહલ્યાબાઈનું નિર્મળ, સાત્ત્વિક અને સાદગી યુક્ત તેમજ આડંબર રહિત વ્યક્તિત્વ લોકોના મનમાં પ્રભાવ નિર્માણ કરતું હતું, તેમજ આદર પણ નિર્માણ કરતું હતું.
🌼 ઘણાની પાસે ધન,દોલત,વૈભવ હોય તો પણ આટલો અને *આવો પ્રભાવ* તેમનામાં નથી હોતો.
🌼 વળી આવા લોકોને આવા પ્રભાવી લોકો પ્રત્યે ઈર્ષા આવતી હોય છે અને તેમને અપમાનિત કરવાની તેમનામાં માનસિક વિકૃતિ જન્મ લેતી હોય છે.
🌼 આવી જ વિકૃત ભાવના રાઘોબાદાદા પેશ્વાના ધર્મપત્ની *સુંદરતા અને સંપન્નતાનો ઘમંડ ધરાવતા આનંદીબાઈ* માં પેદા થાય છે.
🌼 આનંદીબાઈ પોતાની દાસીને દેવી અહલ્યાબાઈની જાણકારી પ્રાપ્ત કરવા નિયુક્ત કરે છે.
🌼 પણ આ કામ કરતાં કરતાં થાય છે એવું કે આ દેવી અહલાબાઈના નિર્મળ વ્યક્તિત્વથી દાસી અભિભૂત થઈ તેમની *સતત સ્તુતિ* કરવા લાગે છે.
🌼 ઘમંડી આનંદીબાઈનો પિત્તો સાતમા આસમાને પહોંચી જાય છે.
🌼 આનંદીબાઈ દાસીને દેવી અહલ્યાબાઈ પાસે મોકલી મળવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે.
🌼 પોતાના વૈભવનું પ્રદર્શન અને શ્રેષ્ઠતાની અનુભૂતિ કરાવવા માટે આનંદીબાઈ સજી-ધજીને દેવી અહલ્યાબાઈના રાજભવનમાં આવે છે.
🌼 આનંદીબાઈ રાજભવનને જુએ છે તો અહીં તો *કોઈ પણ પ્રકારના ધન-દોલત-વૈભવના ખોટા પ્રદર્શનની કોઈ ચિંતા કરવામાં આવી જ ન હોતી*.
🌼 શ્વેત વસ્ત્રધારી, સાત્ત્વિક તેમજ તેજસ્વી દેવી અહલ્યાબાઈના નમ્ર વ્યક્તિત્વના દર્શન થતાંની સાથે જ આનંદબાઈનો *દંભ કકડભૂસ* થઈ જાય છે. ચહેરો ફિક્કો 😔 પડી જાય છે.
👉 ખરેખર *સાદગી તેમજ સાત્ત્વિક તેજનો આ પ્રભાવ હોય છે.*🙏
*શું વાત છે❓️ આશ્ચર્ય*❗️❗️
🔸️સંગમનેરનો *અનંત ફંદી*..વિદ્વાન, કવિ અને સંગીતકાર.
🔸️શૃંગારિક કાવ્ય ગાયન તેમજ નૃત્યની કમાણીથી જીવન ચલાવતો અને આ કાર્યથી તે લોકપ્રિય બનેલ. 🔸️દેવી અહલ્યાબાઈને મળવાની તેને ખૂબ તાલાવેલી.
🔸️દેવી અહલ્યાબાઈ તેની કીર્તિ જાણી તેને એકવાર મળવા બોલાવે છે.
🔸️રાજી થયેલ અનંત મળવા જાય છે. દેવી અહલ્યાબાઈનું અભિવાદન કરી પોતાના વખાણને સાંભળવા ઉભો રહે છે.
🔸️દેવી અહલ્યાબાઈએ કહ્યું,
કવિરાજ❗️ આપની રચના,ગાયનશૈલી અને અવાજની મધુરતા ખૂબ સરસ છે. *શું આ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલ છે❓️*
🔸️અનંતે કહ્યું,
*હા, મહારાણીજી*.
🔸️દેવી અહલ્યાબાઈએ કહ્યું, તો જેને આ તને આપ્યું છે તેને ભૂલવાની ભૂલ તે કેવી રીતે કરી❓️ આ ભૂલના કારણે ભગવાન તારી આ કળાને લઈ લેતો❓️
🔸️અનંત મૌન થઈ ગયો.
🔸️દેવી અહલ્યાબાઈ કહે છે,
*"કવિરાજ❗️ મનુષ્ય જન્મ ઘણા કષ્ટ પછી પ્રાપ્ત થાય છે અને તેમાં પણ વિશેષ પ્રતિભા પ્રાપ્ત થવી વિશેષ વાત છે. માનવી જીવનની દિવ્યતાનો સ્પર્શ કરાવવાની જગ્યાએ આપ તે પ્રતિભાને શૃંગાર અને ઉપભોગ વૃત્તિ વધારવા માટે કરી રહ્યા છો. વિવેક જાગૃત કરાવવાની જગ્યાએ વિકાર ભડકાવવા તેનો તમે ઉપયોગ કરી રહ્યા છો. શું આ ઠીક છે❓️"*
🔸️અનંતને દેવી અહલ્યાબાઈના *જીવન કલ્યાણકારી શબ્દબાણ* વાગે છે. જ્ઞાનનો દીપક પ્રકટે છે. પોતાની ડફલી ત્યાં જ ફોડી નાખી પ્રતિજ્ઞા કરે છે કે,
*"હવે પછી મારી રચનાઓ હશે ભક્તિભાવથી ઓતપ્રોત, મારા કંઠમાંથી સ્વર નીકળશે તો હરિભક્તિનો જ."*
*લોકમાતા આપનો ખૂબ ખૂબ આભાર*.🙏🧘♂️
🟠🟠 *પ્રતિભાઓને ઉચિત ઉચ્ચ દિશા આપનાર* શાસક મહારાણી દેવી અહલ્યાબાઈને શત શત વંદન...🙏
_क्षात्रतेज था लुप्त हो रहा, विलासिता में युवक भ्रमित थे_
_अनंत फंदी जैसे कवि भी, नट, गायक, शृंगारलिप्त थे_
_भक्ति-वीर रसयुक्त काव्य के सर्जन की दी उन्हें प्रेरणा_
_शत शत वन्दन देवि अहल्ये। हम सबकी हो भाव प्रेरणा।।_
દેવી અહલ્યાબાઈના *સમરસ* ભાવને જાણો…
🔅સંસ્થાનમાં ભીલોનો ઉપદ્રવ તેમજ તેમને મળતો સામંતનો આશ્રય અને તેથી નિર્ભય થઈ ભીલ બંધુઓ વન-જંગલમાં જનાર યાત્રિકોને લૂંટતા.
🔅દેવી અહલ્યાબાઈને આ સમસ્યા ધ્યાનમાં આવતાં જ ભીલોના આગેવાનને દરબારમાં બોલાવી, આ કરવા પાછળનું કારણ પૂછે છે.
🔅ભીલ આગેવાન જવાબ આપે છે, *"માતાશ્રી❗️ અમારી પાસે આજીવકાનું અન્ય કોઈ સાધન નથી. બધા અમને હીન ભાવથી જુએ છે. અમારી પાસે જિંદગી જીવવાનો કોઈ સીધો માર્ગ બચ્યો નથી. જે યાત્રિકો ખુશીથી ધન આપે છે, અમે તેમને પરેશાન કરતા નથી. પરંતુ ન આપે તો લાચારીવશ લૂંટવા પડે છે."*
🔅દેવી અહલ્યાબાઈ આગેવાનના કથનની સત્યતા અને પ્રામાણિકતા પારખી આગેવાનને પૂછે છે, *'શું તમે શસ્ત્ર ચલાવવાનું અને તેનો સાચો ઉપયોગ કરવાનું જાણો છો❓️*
🔅આગેવાને કહ્યું, *હા માતાશ્રી*
🔅દેવી અહલ્યાબાઈએ કહ્યું, *'શું તમે રાજ્યની સેનામાં ભરતી થઈને તમારા સાથીઓ સાથે રાજ્યના શત્રુઓ સામે લડશો❓ તમને શસ્ત્ર, વેતન અને સાથે સાથે આબરૂ પણ મળશે. બોલો છે મંજૂર❓️'*
🔅ભીલ આગેવાન તો હતપ્રત થઈ જાય છે. તેને તો હતું કે આજે તો દેવી અહલ્યાબાઈ દ્વારા જરૂર દંડ મળવાનો. પરંતુ તેને માતાશ્રીના વ્યવહારથી સુખદ આશ્ચર્ય થાય છે.
🔅આગેવાન આનંદના આંસુ સાથે નતમસ્તક થઈ કહે છે, *"હા માતાશ્રી❗️ મંજૂર છે."*
🔅દેવી અહલ્યાબાઈ *ભીલ બંધુઓને યાત્રિકોની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી* સોંપે છે અને નિર્ધારિત ક્ષેત્રમાં કોઈ લૂંટફાટ કરે તો ક્ષતિપૂર્તિનો કાયદો પણ બનાવે છે.
🔅યાત્રિકો પાસેથી જંગલમાંથી પસાર થતાં સમયે એક કોડી *કર* ના રૂપમાં લેવાની વ્યવસ્થા સંસ્થાનમાં શરૂ થઈ. જે *ભીલકોડી* નામથી પ્રસિદ્ધ થઈ.
👉👉આમ, દેવી અહલ્યાબાઈએ ભીલ બંધુઓને જમીન તથા કામધંધાની સુવિધા ઉપલબ્ધ કરાવી, તેમને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન આપી, સમાજમાં તેમને એકાકાર કરી, સમરસતા સ્થાપિત કરી.
_वनवासीयों की आपने की समाज से समरस संगठना_
_शत शत वन्दन देवि अहल्ये। संगठना की आपकी प्रेरणा।।_
*યોગીની❓* 🤔 હા..યોગીની દેવી અહલ્યાબાઈ.
☀️દેવી અહલ્યાબાઈની કીર્તિ સર્વત્ર ફેલાઈ છે.
☀️એક કવિ દેવી અહલ્યાબાઈના ગુણોનો સ્તુતિગ્રંથ નિર્માણ કરી, ભાવના રાખે છે કે મારા આ ગુણગ્રાહક કવિત્વને દેવી અહલ્યાબાઈ આદર સન્માન કરશે.
☀️કવિ દરબારમાં પધારી ગ્રંથને દેવી અહલ્યાબાઈના ચરણોમાં અર્પણ કરે છે.
☀️સામાન્ય રીતે *સ્તુતિ-પ્રશંસા* સૌ કોઈને ગમે જ.
☀️કવિરાજને પણ લાગ્યું કે હમણાં દેવી અહલ્યાબાઈ આપણી વાહ વાહી કરશે.
👉પણ થયું અલગ......❗️ 🤔
☀️મહારાણી દેવી અહલ્યાબાઈએ કહ્યું,
*"કવિરાજ❗️ મારા જેવી ક્ષુદ્ર વ્યક્તિની સ્તુતિમાં આપશ્રીએ આટલો સમય નકામો વેડફી દીધો. સ્તુતિ ભગવાનની કરવી જોઈએ, નહીં કે માનવની. આપશ્રીએ જો ભગવાનની સ્તુતિ કરી હોત તો ઈશ્વર આપના પર પ્રસન્ન થઈ જતા. માનવ માત્ર પોતાની સ્તુતિ સાંભળી અહંકારનો શિકાર બને છે. અહંકાર એ સર્વનાશનું મૂળ છે."*👌
☀️આટલું કહી દેવી અહલ્યાબાઈ કવિરાજનું યથાયોગ્ય સન્માન કરે છે.
☀️કવિરાજ સંતુષ્ટ થઈ ઘરે જાય છે.
☀️બીજા દિવસે પ્રાત:કાળે નર્મદાસ્નાન કરવા જતી વખતે દેવી અહલ્યાબાઈ દાસીને તે ગ્રંથ લઈને સાથે આવવાનું કહે છે.
☀️દાસીને લાગ્યું કે, રાણી મા એકાંતમાં આ સ્તુતિ ગ્રંથ વાંચવા માંગતા હશે.
☀️દાસી ગ્રંથ લઈ સાથે જાય છે.
દેવી અહલ્યાબાઈ પાણીમાં ઊભા રહી, ગ્રંથને હાથમાં લઈ, તેને કપડામાં પથ્થરો સાથે વીંટાળી, પર્યાપ્ત વજન થતાં આ *ગ્રંથને નર્મદામાં પ્રવાહીત કરી દે છે.*
☀️માતા નર્મદા પોતાની *વિરક્ત* દીકરી દેવી અહલ્યાબાઈના આ ગૌરવગ્રંથને પોતાના હૃદયમાં સમાવી લે છે.
☀️દેવી અહલ્યાબાઈનો આ વિરક્ત ભાવ તેમને *યોગિની* બનાવે છે.
_'असामान्य' यह आपको बनाता, स्वयं को हि सामान्य मानना_
_शत-शत वंदन देवि अहल्ये। हम सबकी हो सहज प्रेरणा।_
જુઓ અહલ્યાબાઈની *ડાક વ્યવસ્થા*👌
(પોસ્ટ-૨૭)
🔸️વર્ષ ૧૭૮૩માં દેવી અહલ્યાબાઈ ડાક એટલે કે ટપાલ વ્યવસ્થાનું દાયિત્વ *'પદમશી નેન્સી'* નામની એક કંપનીને સોંપેલ.
🔸️ટપાલ નિર્ધારિત સમયે પહોંચે તેવો આગ્રહ રહેતો.
🔸️ટપાલ લાવવા અને લઈ જવા માટે ૨૦ જોડી બનાવી હતી. એક જોડીમાં બે વ્યક્તિ રહેતા.
🔸️સંકટના સમયમાં મદદ કરવા અલગથી જોડી બનાવેલ.
🔸️પ્રત્યેક જોડીને *વાર્ષિક ૨૦૪ રૂપિયા* વેતન ચૂકવવામાં આવતું.
🔸️પુનાથી દિલ્હી ૧૬ દિવસમાં અને કલકત્તાથી દિલ્હી ચોમાસામાં ૧૫ દિવસમાં ટપાલ પહોંચી જતી હતી.
🔸️નિર્ધારિત સ્થાન પર ચામડાની થેલીમાં બંધ ટપાલ, આગળની જોડીને સોંપવામાં આવતી.
🔸️જંગલમાંથી પસાર થતી વખતે ગામના કામદારો પણ આ કાર્યમાં મદદ કરતા.
🔸️ટપાલીને નદી પાર કરવામાં પ્રાથમિકતા આપવામાં આવતી.
🔸️ટપાલ લઈ જતી વખતે વિઘ્ન પેદા કરવા તે *ગંભીર રાજકીય પર અપરાધ* ગણાતો.
🔸️ટપાલ પહોંચવામાં વિલંબ થતાં પ્રતિ દિવસ પ્રમાણે ઉત્તરોત્તર કંપનીને ચુકવાતી રાશિમાં કપાત થતી હતી.
🔸️ટપાલને લઈને કોઈ ક્ષતિ થાય તો કંપની પાસેથી ક્ષતિપૂર્તીની રકમ વસુલ કરવામાં આવતી.
_राज्य प्रशासन में अनुशासन, दायित्व बोध कर्तव्य प्रखरता_
_शत-शत वंदन देवि अहल्ये। हम सबकी कर्तव्य - प्रेरणा।_
ધર્માધિષ્ઠિત જીવન....🙏
🛕 દેવી અહલાબાઈનું જીવન ધર્માધિષ્ઠિત જીવન હતું.
🛕 તેઓશ્રીએ ધાર્મિક કાર્ય તેમના રાજ્ય સુધી જ સિમિત નહોતું રાખેલ.
🛕 દેવી અહલ્યાબાઈએ *ભારતભૂમિ* પર અનેક સ્થાનો પર ઘાટ અને મંદિર નિર્માણ કરાવેલ.
🛕 સોળ (૧૬) વાર ધ્વસ્ત થયેલ *હિન્દુઓના માનબિંદુ શ્રી સોમનાથ મંદિર* ને દેખી તેઓશ્રી અત્યંત દુઃખી થઈ જાય છે.
🛕 આ *અપમાન-કલંક* ને દૂર કરી દેવી અહલ્યાબાઈએ *શ્રી સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર* તેમજ *ભગવાન શિવની પુનઃ સ્થાપના* કરી.
🛕 *કાશીમાં શ્રી વિશ્વનાથજી* ના મંદિરને પણ દેવી અહલ્યાબાઈએ ફરીથી બનાવ્યું. ઉલ્લેખ મળે છે કે મંદિર તૂટવાના ૧૧૬ વર્ષ બાદ *ભક્ત શ્રેષ્ઠ* અહલ્યાબાઈ હોલકરે લાલ રંગના કિમતી અને સુદ્રઢ પથ્થરોથી પંચમંડપ યુક્ત અને ૫૧ ફૂટ ઊંચા *શ્રી વિશ્વનાથ મંદિરનું નિર્માણ* કરાવેલ. જેને *પંજાબ કેસરી 🪯 મહારાજા રણજીતસિંહે* - *સ્વર્ણ મંડિત* કરાવી તેની શોભામાં અભિવૃદ્ધિ કરેલ.
🛕 *કેપ્ટન સ્ટુઅર્ટ* ૧૮૧૮માં *શ્રી કેદારનાથ* ગયેલ. ૩૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર જ્યાં મનુષ્યની વસ્તીના કોઈ ચિન્હો નહોતા, ત્યાં પથ્થરથી નિર્મિત ધર્મશાળા-કુંડ દેખતાં તે આશ્ચર્ય ચકિત થઈ ગયો. આ સૌનું નિર્માણ દેવી અહલ્યાબાઈએ કરાવેલ.
🇮🇳 દેશને *ધાર્મિક એકતા* ના *એકસૂત્ર* માં બાંધવાના કાર્યને આગળ વધારનાર દેવી અહલ્યાબાઈને શત શત વંદન.
_सोमनाथ और विश्वनाथ के मंदिर जो तोडे मुगलों ने,_
_हिंदूमानबिन्दु थे उनका जीर्णोद्धार किया फिर आपने।_
_मंदिर निर्मित कर जागृत की सुप्त हिंदू की राष्ट्रचेतना,_
_शत शत वन्दन देवि अहल्ये, हम सबकी चैतन्य प्रेरणा।।_
*પર્યટન સંગ તીર્થયાત્રા*...વાહ👌🏻
🟠 *રાષ્ટ્રીય એકતા અને એકાત્મતા* દેવી અહલ્યાબાઈના મનમાં હોવાથી *બદ્રીનાથથી લઈ રામેશ્વર* સુધી તેમજ *દ્વારકાથી ભુવનેશ્વર* સુધી અનેક મંદિરોનું પુનઃ નિર્માણ તેઓશ્રીએ કરાવ્યું.
🟠 કોઈ પણ રાજ્યે તેનો વિરોધ નહોતો કર્યો.
🟠 *ધર્મસ્થળો શાસન અવલંબી ન રહેતાં, સ્વાવલંબી બને* તે માટે તેમણે ધર્મસ્થળોને *ભૂભાગ દાન* માં આપ્યા હતા.
🟠 *ભારતમાતા* પ્રત્યે તેમના મનમાં શ્રદ્ધાભાવ હોવાના કારણે પર્યટકો પર પણ *ભારતીય સનાતન સંસ્કૃતિની વિશેષતા, મહાનતા અને પવિત્રતાના સંસ્કાર* પડે તેવી તેઓશ્રીની ઉચ્ચ પવિત્ર ભાવના હતી. માટે જ *પર્યટનને તીર્થયાત્રા સાથે જોડવાનું તેમને વધુ શ્રેયસ્કર* માન્યું.
🟠 તીર્થયાત્રા માટે સારા રસ્તાઓ બનાવ્યા અને રસ્તાઓ નજીક ધર્મશાળા, અન્નક્ષેત્ર, પરબ, કુવા તેમજ નદી પર ઘાટ એવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.
🟠 દેવી અહલ્યાબાઈને જ્યારે ખબર પડે છે કે *પૂર્વ તેમજ પૂર્વોત્તર રાજ્યો* થી *જગન્નાથપુરી* જવાનો રસ્તો નથી, ત્યારે તેઓ સ્વયં કોલકત્તાની નજીક એક ગામમાં રહી જગન્નાથપુરી જવાનો રસ્તો નિર્માણ કરાવ્યો. આ ગામમાં તેઓશ્રીએ નિવાસ કર્યો હોવાથી તે ગામનું નામ *રાણીગંજ* પડ્યું. આજે પણ પૂર્વ,પૂર્વોત્તરના આપણા બંધુઓ જગન્નાથપુરી આ રસ્તા દ્વારા જ જાય છે.
👉👉આમ,
યાત્રાઓ સરળ બની, વ્યાપારી લોકોનું આવાગમન વધ્યું અને વ્યાપારને પણ પ્રોત્સાહન મળ્યું તેમજ રોજગારની અનેક તકો લોકોને પ્રાપ્ત થઈ.
*પર્યટન પાછળની ઉચ્ચ ભાવના -- ભારતભક્તિ* 👌🏻
_भारतवर्ष के राज्यों में तीर्थ अनेकों सुविधायुक्त सुरम्य बनायें_
_धर्मशालाएँ, मंदिर, अन्नक्षेत्र, प्याऊं, कूप और नदी घाट बनायें_
_स्वाभाविक थी जनमानस की आपके लिए मातृ-भावना_
_शत शत वन्दन देवि अहल्ये। हम सब की हो कर्म प्रेरणा।_
🔹️ દેવી અહલ્યાબાઈ *વ્યક્તિગત ધર્મથી વધુ મહત્વ રાષ્ટ્રધર્મને* આપતાં હતા.
🔹️ વ્યક્તિગત સંપતિનો વપરાશ ધર્મકાર્ય માટે તેમજ ધર્મકાર્ય લોકહિત માટે કરવું તે એમની પ્રકૃતિ હતી.
🔹️ પર્યટન વિભાગના વિકાસ તથા મંદિરોના પુનઃનિર્માણ કાર્ય માટેનો સંપૂર્ણ ખર્ચ દેવી અહલ્યાબાઈએ પોતાની વ્યક્તિગત સંપત્તિમાંથી કરેલ. તેના માટે *રાજસ્વની એક પાઈનો પણ ઉપયોગ તેઓશ્રીએ નહોતો કર્યો*.
🔹️ જ્યારે રાજકોષમાં ધનની ઉણપ વર્તાઈ તો તેઓશ્રીએ પોતાના *વ્યક્તિગત ધન પર તુલસીપત્ર રાખી તે ધનને રાજકોષને સમર્પિત કરેલ*.
🔹️ દેવી અહલ્યાબાઈએ *ધર્મક્ષેત્રને રાષ્ટ્રીય સ્વરૂપ પ્રદાન કર્યું*. રાજનીતિક પ્રદેશો ભિન્ન હતા, પરંતુ તે સૌમાં ભારતીય સાંસ્કૃતિક એકાત્મરૂપની સમજ પુનઃ જાગૃત કરાવી.
🔹️ ભૌતિક સંપત્તિની સાથે સાથે પ્રજાજનોને *આધ્યાત્મિક સંપન્નતા* તરફ તેઓશ્રીએ પ્રવૃત્તિ કર્યા.
🔹️ દેવી અહલ્યાબાઈએ *ગંગાજળ* ના કાવડ નિર્ધારિત સ્થાન પર નિર્ધારિત સમયે પહોંચાડવાની સ્થાયી વ્યવસ્થા નિર્માણ કરેલ. આવા ૩૨ સ્થાનોના નામ ઉપલબ્ધ છે.
🟠 *દેવી અહલ્યાબાઈના રાષ્ટ્રધર્મને શત શત વંદન.*🙏🙏🙏
👉 રાષ્ટ્રધર્મ પર ભારતનો જન જન અડગ ઊભો રહે તો ભારતનો વિશ્વમાં પુન: જય જયકાર થશે.
🇮🇳 *।।वंदे भारत मातरम्।।*🇮🇳
_जनहितकार्यों में पर आपने निजधन को ही समर्पित किया_
_शत शत वन्दन देवि अहल्ये। हम सब की हो राष्ट्रधर्म प्रेरणा।_
*બહુમુખી પ્રતિભા એટલે દેવી અહલ્યાબાઈ*
🟠 *વિદ્યા કેન્દ્ર મહેશ્વર* :~
દેવી અહલ્યાબાઈએ અભ્યાસુઓને રાજ્યાશ્રય આપેલ. રાજ્યાશ્રય પામનાર *શાસ્ત્ર, વ્યાકરણ, પુરાણ, કીર્તન, વેદાંત, જ્યોતિષ, સંસ્કૃત, વૈદ્યક* વગેરે વિષયોના લગભગ *૨૦ વિદ્વાનો* નો ઉલ્લેખ મળે છે.
🟠 *વસ્ત્ર ઉદ્યોગ* :~
દેવી અહલ્યાબાઈના સમયમાં વસ્ત્ર ઉદ્યોગને પણ રાજ્યાશ્રય મળેલ અને તે વધુ સમૃદ્ધ બનેલ.
નરમ કોમળ સુતરાઉ-રેશમી સાડીઓ, હાથચરખાનું કાપડ લોકપ્રિય બન્યું. વણકરોને સુવિધાઓ પૂરી પાડવામાં આવી. મહેશ્વર વસ્ત્ર ઉદ્યોગનું દેવી અહલ્યાબાઈએ બ્રાન્ડિંગ કર્યું. આજે આટલા વર્ષો બાદ પણ *મહેશ્વરી સાડી* ખૂબ પ્રચલિત છે.
🟠 *પુસ્તક સંગ્રહાલય* :~
એવો પણ સમય હતો કે દુર્લભ હસ્તલિખિત મૂળ પત્રમાંથી નકલ કરવાની શરતે જ પુસ્તકના કેટલાક પાના આપવામાં આવતા હતા. નકલ થયા બાદ પાના પરત કર્યા બાદ જ આગળના પાના પ્રાપ્ત થતા હતા. આવા સમયે દેવી અહલ્યાબાઈએ પોતાના દરબારમાં એક *નકલ કરનાર વ્યક્તિ નિયુક્ત* કર્યો અને અનેક ગ્રંથોનો સંગ્રહ તેઓશ્રીએ કરાવ્યો. પુસ્તકોના સંગ્રહથી *ઉત્તમ લેખકો* નિર્માણ થયા, તેમને જીવિકાનું સાધન પ્રાપ્ત થયું. હોલકર સંસ્થાનના ઈતિહાસમાં આવા *૮૮ ગ્રંથો* ની સૂચિ મળે છે.
_शत शत वन्दन देवि अहल्ये। हम सब की हो सम्यक् प्रेरणा।_
કંઈક સવિશેષ....
૧. દિલ્હી બાદશાહનો એક પત્ર લઈ એક સેવક આવ્યો. તેને કહ્યું કે પત્ર બાદશાહનો છે અને સ્વાગત માટે બે પગલાં આગળ આવી પત્ર લેવો જોઈએ. ત્યારે દેવી અહલ્યાબાઈએ નિર્ભયતાથી કહ્યું કે શ્રીમંત પેશ્વાને બાદશાહે જાગીર આપી છે આ કારણે *તેમના પત્રનું આટલું સન્માન કરવું તેની કોઈ આવશ્યકતા નથી*. દેવી અહલ્યાબાઈના *સાહસ-સ્વાભિમાન* ને લાખો વંદન.
૨. અપરાધી, દોષી વ્યક્તિઓ પ્રત્યે દેવી અહલ્યાબાઈનો વ્યવહાર ખૂબ કઠોર હતો. તેમને બંદી બનાવી કઠોર દંડ પણ આપતા. પરંતુ બીજી બાજુ તેમના પરિવારજનો પ્રત્યે બહુ દયાળુ રહેતા હતાં. તેમના એક આદેશપત્રમાં દરેક કેદીના બાળક અને પત્નીને પ્રતિદિન પ્રતિ વ્યક્તિ એક શેર જુવાર આપવાનો આદેશ હતો. કેદીઓ પ્રત્યે સહૃદયતાનો વ્યવહાર કરી તેમની *અપરાધિક પ્રવૃત્તિ ઓછી કરવાનો તેમનો હંમેશાં પ્રયાસ* રહેતો હતો. જીવનનું અપરાધીકરણ અધિકાધિક થતું જવું સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેને તેઓશ્રી ખૂબ સારી રીતે જાણતા હતા. સુપ્રસિદ્ધ કારાગૃહ અધીક્ષિકા *આદરણીય કિરણ બેદી* ની યશસ્વીતા પાછળ દેવી અહલ્યાબાઈની પ્રેરણા હોઈ શકે.
૩. *રાજા રાજ્યનો સ્વામી નહીં વિશ્વાસુ છે*. આ ભાવનાથી પ્રજાના સર્વાધિક કમજોર ઘટક ઉપર પણ અન્યાય ન થાય તેની ચિંતા દેવી અહલ્યાબાઈ કરતાં હતાં. *રાજા થઈને પણ પ્રજાતંત્રનો એક આદર્શ* તેઓશ્રીએ પ્રસ્તુત કરેલ.
૪. સારાસાર વિવેક, પ્રચંડ સ્મરણશક્તિ, નિષ્કપટતા, નિષ્કામવૃત્તિ તેમજ ઈશ્વર પર અસીમ શ્રદ્ધાનો સુંદર સંગમ એટલે દેવી અહલ્યાબાઈ. *મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી નહીં, પણ સત્કાર્ય તેમજ સદ્વ્યવહારથી જ મહાન બને છે*.
_शत शत वन्दन देवि अहल्ये। हम सब की हो सम्यक् प्रेरणा।_
*જે રાજ્યકર્તા પોતાની પ્રજાને બધા જ પ્રકારના અભાવોથી મુક્ત કરાવે છે તેમજ દુઃખોથી મુક્ત કરાવે છે અને એક રીતે પ્રજા પ્રત્યેના પોતાના કર્તવ્યનું પૂર્ણ પાલન કરી, તેમાંથી અઋણ થાય છે* તે.... *પુણ્યશ્લોક રાજ્યકર્તા* છે.
દેવી અહલ્યાબાઈ .....
●પોતાને ભગવાન શિવના પ્રતિનિધિ માની,
●લૌકિક દુઃખોને પચાવી,
●સર્વજન હિતાય સર્વજન સુખાય,
●અનુશાસન સાથે,
●અનાસક્ત અને નિર્મોહી બની,
●સાત્ત્વિક ગુણો સાથે,
●સાદગી પૂર્ણ જીવન જીવી,
●સ્વયંનો વિચાર ન કરી,
●અભય બની,
●નીરક્ષીર વિવેક અને સમજદારી સાથે,
●રાષ્ટ્ર વિરોધી તાકાતોને ઓળખી,
●વિજયશ્રીને વરી,
●અહંકારને પરાસ્ત કરી,
●યુગાનુફૂલ બની,
●વેપાર-વાણિજ્યનો વિકાસ કરી,
●પારદર્શક વહીવટ અને સમ્યક્ નિર્ણયો સાથે,
●ઉત્કૃષ્ટ ન્યાય વ્યવસ્થાને સ્થાપિત કરી,
●સર્વસ્વના સમર્પણ સાથે,
●પ્રશંસાથી દૂર રહી,
●સમરસતાને પ્રસ્થાપિત કરી,
●હિન્દુ માનબિંદુઓનું પુનઃનિર્માણ કરી,
●ધર્માધિષ્ઠિત માર્ગે,
●ભારતીય જીવનમૂલ્યો, સનાતન ધર્મ અને સંસ્કૃતિના ગૌરવને વૃદ્ધિવંત કરી પ્રજાકલ્યાણકારી સુશાસન ચલાવી,
જનજનના હ્રદયમાં સ્થાન પામનાર, પ્રકૃતિપૂજક~વિરાંગના~કર્મયોગિની~સંન્યાસીની~તપસ્વીની~લોકમાતા~*પુણ્યશ્લોક* દેવી અહલ્યાબાઈને શત શત વંદન.

🙏
❤️
👍
🕉
❤
😮
🚩
41