રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 1, 2025 at 03:05 AM
`જો અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહિ વાપરીએ તો કોણ વાપરશે??` રશિયાના પ્રમુખ મિખાઈલ ગોર્બોચોવે પોતાની આત્મકથામાં આ લખ્યું છે...................... જુવાનીના દિવસોમાં હું યુરોપમાં ભણતો હતો ત્યારે મારી સાથે બે જાપાની વિદ્યાર્થી હતા. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું અને એના અર્થતંત્ર સામે અનેક અડચણો આવી હતી. વર્ગ દરમિયાન આ જાપાની વિદ્યાર્થીઓએ નોંધ લખવા માટે વારા બાંધ્યા હતા. એક જણ લખે ત્યારે બીજો પેન્સિલની અણી કાઢતો. એ દિવસોમાં જાપાની પેન્સિલની ગુણવત્તા સાવ હલકી હતી અને પેન્સિલની અણી ઝડપથી તૂટી જતી હતી. બીજા વિદ્યાર્થીઓ આ જાપાની વિદ્યાર્થીઓને સલાહ આપતા કહે, તમે ઇંગ્લેન્ડમાં બનેલી ઉત્તમ ગુણવત્તા વાળી પેન્સિલ કેમ નથી વાપરતા? ...તે મોંઘી પણ નથી! આ સાંભળીને બન્ને વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયાં અને તેમણે ઉત્તર આપ્યો કે *જો અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહિ વાપરીએ તો કોણ વાપરશે??*👌🏻🙏🏽 આજે ભલે ગુણવત્તા કસોટીમાં અમે નાપાસ થયા છીએ , પણ એક દિવસ એવો અવશ્ય આવશે કે જ્યારે આખું વિશ્વ જાપાની પેન્સિલ વાપરશે. `આપણે ભારતીયોએ પણ આ વિષયમાં વિચારીએ અને તે પ્રમાણે આગ્રહપૂર્વક વર્તન કરી ભારતને ભવ્ય બનાવીએ.` #રાષ્ટ્રીય_વિમર્શ .. *ભારતીય બનો, ભારતીય ખરીદો* 🇮🇳. *વિવિધ વાતોને જાણવા*... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.(સં:ભ.દે.ફે)🙏
Image from રાષ્ટ્રીય વિમર્શ: `જો અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહિ વાપરીએ તો કોણ વાપરશે??`  રશિયાના...
👍 🙏 ❤️ 🕉 🇮🇳 😢 🚩 15

Comments