
રાષ્ટ્રીય વિમર્શ
June 6, 2025 at 03:02 AM
મે-૧૯૦૭માં સ્વદેશી આંદોલનકારી નેતાઓની લાહોરમાં ધરપકડ થઈ. તેના વિરોધમાં *વંદે માતરમ્* ના જય ઘોષ સાથે યુવકો સરઘસ નીકાળે છે. અંગ્રેજોનું માથું ભમે છે.
૨૬ ઓગસ્ટ ૧૯૦૭ના રોજ આંદોલનકારી નેતાઓ વિરુદ્ધ કેસ મેજિસ્ટ્રેટ કિંગ્ઝફોર્ડની કોર્ટમાં શરૂ થયો. હજારો યુવાનો કોર્ટમાં પરિસરમાં આવે છે. *બીપીનચંદ્રપાલ* ને અદાલતમાં લવાતાં જ વંદે માતરમ્ જય ઘોષનો જય નિનાદ થાય છે. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ ન્યાયાલયમાંથી સૌને બહાર નીકાળવા પોલીસને આદેશ થાય છે. પોલીસ લાઠીચાર્જ ચાલુ કરે છે.
એક પોલીસ અધિકારી પોલીસને ભારતવાસીઓને મારવા ઉશ્કેરી રહ્યો હતો. આ જોઈ ૧૫ વર્ષનો એક ડુબળો પાતળો યુવક *સુશીલકુમાર સેન* અભિમન્યુની જેમ વિશાળકાય તે ક્રૂર પોલીસ અધિકારી પર કૂદી પડ્યો, જેવો અધિકારી પડ્યો સુશીલકુમાર તેને મુષ્ટિ પ્રહાર મારવા લાગ્યો.
કિંગ્ઝફોર્ડે સુશીલકુમારને *૧૫ લાઠીનો દંડ* ફટકાર્યો.
ન્યાયાલયની બહાર તિકોની મેદાનમાં હજારોની મેદની વચ્ચે હાથ બાંધેલા સુશીલકુમારની ખુલ્લી પીઠ પર ક્રુર અંગ્રેજ લાઠી મારવા તૈયાર છે.
સુશીલકુમારની સામે બારિસાલના *ચિત્તરંજનદાસ ગુહ ઠાકુર* નો ચહેરો તરવરી આવે છે.(પહેલાંની પોસ્ટમાં આ વિગત છે.)
સુશીલકુમારે નિશ્ચય કરી લીધો,
`મારી ભારતમાતા બહુબલધારીણી છે. હું પણ બળશાળી છું. મારા મોઢામાંથી થોડો પણ અવાજ નીકળશે તો તે મારી કમજોરી હશે, જેનાથી મારી ભારતમાતાને લજ્જીત થવું પડશે. તે હું ક્યારેય થવા નહીં દઉં. હે મા❗ મને સમુચિત શક્તિ આપો.`
લાઠીના એક, બે, ત્રણ કુલ ૧૫ માર પડે છે. ચામડી ચીરાઈ, લોહી વહેવા લાગ્યું, પણ સુશીલકુમારના મોં પર કોઈ દુઃખના ભાવ નહીં, તે સહર્ષ વંદે માતરમ્ ગાતો રહ્યો. હિમાલય અને અંગદની જેમ અડીગ સુશીલકુમાર મદમસ્ત હાથીની જેમ ઉભો થઈ વંદેમાતરમ્ ગાતો નીકળી ગયો.
પોલીસ અધિકારી બોલી ઉઠ્યો, `કેવી માટીથી બન્યો છે આ કિશોર❗❗❓`
સંધ્યા સમાચાર પત્ર પ્રસંશા સાથે લખે છે....
*સુશીલને કુદાન ભરી,*
*ફિરંગી કી નાની મરી*
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
પણ સુશીલકુમાર....👉🏻 *હવે પછીની પોસ્ટ-૧૬ જુઓ.*
જોડાયેલા રહો....વ્હોટસ એપ ચેનલ *રાષ્ટ્રીય વિમર્શ* સાથે લિંક...
*વિવિધ વાતોને જાણવા*...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏

🙏
👍
🕉
🚩
18