
રાષ્ટ્રીય વિમર્શ
June 6, 2025 at 03:18 AM
*_બાળ સંસ્કારનું પ્રાગટ્ય_*
●શિવાજીના પિતા શાહજી બીજાપુર આદિલશાહને આધીન કાર્યરત હતા. ●શાહજીને બાલ શિવાને મળવાની ઈચ્છા થતાં જીજામાતા, દાદા કોંડદેવ તથા શિવાજી ત્યાં જાય છે.
●બાલ શિવાજીને બીજાપુરના વૈભવની સાથે સાથે સામ્રાજ્યની રાક્ષસી શક્તિ દ્રષ્ટિમાં આવે છે.
●એકવાર શાહજી પુત્ર શિવાને બીજાપુર બાદશાહના દરબારમાં લઈ ગયા. બધા સરદાર, સામંત બાદશાહના સિંહાસન સુધી માથું ઝુકાવી જતા, ત્યાં જઈ ત્રણ ત્રણ વાર બાદશાહને કોર્નિશ કરતા અને ઝુકેલા માથે પોત પોતાની જગ્યા પર ઊંધા પગે પાછા જઈ ઊભા રહેતા હતા.
●શાહજી પણ આ પ્રક્રિયા કરી પાછા આવી, આંગળી પકડી શિવાને આવું કરવા આગળ વધે છે.
👉🏻 પણ.... માત્ર ૧૨ વર્ષના શિવાજીના મનમાં વિચારો શરૂ થાય છે : `શું તું આ ક્ષુદ્ર વિધર્મીની સામે પોતાનું માથું ઝુકાવીશ❓ શું તું પોતાના ધર્મ, પરંપરા વગેરેને ભૂલી જઈશ❓ જીજામાતા દ્વારા બતાવેલ અને સંભળાવેલ રામ-કૃષ્ણ,ભીમ-અર્જુનની કથાઓનું સ્મરણ કર❗તને કેવો ભય, કોનો ભય❓`
●શિવાજી બે પગલાં પાછળ પડે છે. પિતાજીને કહે છે, *પૂ.પિતાજી❗ તમને પ્રણામ જરૂર કરીશ. દેવતાઓને, માતાને સાષ્ટાંગ પ્રણિપાત કરીશ. પરંતુ આ વિદેશી, વિધર્મી બાદશાહની સામે મારું માથું કેમ ઝુકાવું❓અસંભવ❗*
પ્રતિક્ષા કરો *પોસ્ટ-૭* ની.
#hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज
#shivaji_maharaj
#છત્રપતિ_શિવાજી_મહારાજ
#જય_ભવાની_જય_શિવાજી
#રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા*
છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏.
લીંક...
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s

🙏
👍
❤️
🚩
🕉
24