રાષ્ટ્રીય વિમર્શ
રાષ્ટ્રીય વિમર્શ
June 8, 2025 at 01:56 AM
વર્ષ ૧૬૪૬માં સુરક્ષાની દ્રષ્ટિએ બીજાપુર દ્વારા દુર્લક્ષિત *તોરણગઢ* પર પોતાની કિશોરવયની સેનાની સાથે શિવાજીએ અચાનક હુમલો કર્યો. રક્તનું એક ટીપું વહેવડાવ્યા વગર વિદ્યુત વેગથી તે ગઢને પોતાના વશમાં કર્યો અને તેના પર સ્વરાજ્યનું *તોરણ~સ્વસ્તિકનું શુભચિહ્ન* બાંધ્યું. આ સમયે `શિવાજીની આયુ માત્ર ૧૪ વર્ષની જ હતી.🤔`. પ્રથમ વાર તોરણદુર્ગ પર ભગવો🚩ધ્વજ ઉન્નત આકાશમાં લહેરાવા લાગ્યો. પોતાની રાજમુદ્રામાં સૂચિત `પ્રતિપ્રદાની ચંદ્રરેખા` નો ઉદય આ દિવસે થયો. પહેલીવાર સ્વરાજ્યનો રણઘોષ *હર હર મહાદેવ* તોરણગઢના મુક્ત ગગનમાં ગુંજી ઉઠ્યો. તે રણગર્જના સહ્યાદ્રિના શિખરોથી શિખરો સુધી ઉછળીને, આગળને આગળ ઉત્તરની દિશામાં તાંડવ નર્તન કરતી, થોડાક જ દશકોમાં વિંધ્યાદ્રિમાં પ્રતિધ્વનિત થઈ, દિલ્હીના તખ્ત-તાજને ઉખાડી, યમુના-સિંધમાં લહેરાતી, અંતમાં વાયવ્ય સીમાની હિન્દૂકુશ પર્વતમાળાઓ સુધી જઈ પહોંચી. *દુર્ગનું પુન:નિર્માણ કરતાં નીકળે છે.. ધનરાશીઓથી ભરેલા ઘડાઓ. મહાલક્ષ્મીની સ્વરાજ્ય દેવતાને પહેલી ભેટ❗* `શુભ ઉદ્દેશ્યથી કાર્ય કરો, પ્રભુની કૃપા સદૈવ રહેવાની.` જોત..જોતામાં...પ્રતિક્ષા કરો *પોસ્ટ-૯* ની. #hindaveeswarajya #chhatrapatishivajimaharaj #छत्रपति_शिवाजी_महाराज #shivaji_maharaj #છત્રપતિ_શિવાજી_મહારાજ #જય_ભવાની_જય_શિવાજી #રાષ્ટ્રીય_વિમર્શ .. *જય ભવાની, જય શિવાજી, જય જય ભારતમાતા* છત્રપતિ શિવાજી મહારાજના વિચાર અને કૃતિને જાણવા - જણાવવા...*રાષ્ટ્રીય વિમર્શ* વ્હોટસ એપ ચેનલને *Follow* કરશો અને બીજાને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏. લીંક... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
Image from રાષ્ટ્રીય વિમર્શ: વર્ષ ૧૬૪૬માં સુરક્ષાની દ્રષ્ટિએ બીજાપુર દ્વારા દુર્લક્ષિત *તોરણગઢ* પર ...
🙏 ❤️ 🚩 👍 🕉 19

Comments